સર્જિકલ સ્ટ્રાઈક સેનાએ કરી હતી, PM મોદીએ નહીં, સેના તેમની ખાનગી સંપત્તિ નથી: રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું.

સર્જિકલ સ્ટ્રાઈક સેનાએ કરી હતી, PM મોદીએ નહીં, સેના તેમની ખાનગી સંપત્તિ નથી: રાહુલ ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદના આતંકી કેમ્પો પર થયેલી સર્જિકલ સ્ટ્રાઈક પર કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈકને પીએમ મોદીએ નહીં પરંતુ હિન્દુસ્તાનની સેનાએ અંજામ આપ્યો હતો. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે ભારતીય સેના પીએમ મોદીની ખાનગી સંપત્તિ નથી. 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પત્રકાર પરિષદ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે પીએમ મોદીએ યુપીએ સરકારની સર્જિકલ સ્ટ્રાઈક્સને વીડિયો ગેમ ગણાવીને સેનાનું અપમાન કર્યું છે. અમે આપણા સશસ્ત્ર દળોનું રાજનીતિકરણ નથી કરતા. સેના દેશની હોય છે, માત્ર કોઈ એક વ્યક્તિની નહી. 

તેમણે કહ્યું કે આતંકવાદને કડકાઈથી પહોંચી વળવું પડશે. અમે મોદી સરકારની સરખામણીમાં વધુ કડકાઈથી પહોંચી વળશું. કોંગ્રેસે ક્યારેય કોઈ આતંકવાદીને પાકિસ્તાન મોકલ્યો નથી. અમે પણ એવું નહીં કરીએ. અમારી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ જણાવે કે રોજગારી અંગે તે શું કરી રહ્યો છે. 22 લાખ યુવાઓને એક વર્ષમાં રોજગારીની હું ગેરંટી આપુ છું. ન્યાય યોજનાથી અર્થવ્યવસ્થાને બહાલ કરીશું. 

જુઓ LIVE TV

રાહુલ ગાંધીએ રાફેલ મામલે કહ્યું કે મેં સુપ્રીમ કોર્ટમાં માફી માંગી... હું જણાવવા માંગુ છું કે મેં માફી કેમ માંગી. કારણ કે મેં પ્રોસેસ વચ્ચે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે આતંકી મસૂદ અઝહર વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news