પ.બંગાળ પહોંચ્યા બાદ નબળુ પડ્યું 'ફાની', PM મોદી ઓડિશા જઈને સ્થિતિની સમીક્ષા કરશે

ભીષણ ચક્રવાત ફાનીએ શનિવારે ઓડિશામાં ઉત્પાત મચાવ્યાં બાદ અડીધી રાતે 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળથી દીઘા તટ પર પહોંચી ગયું.

પ.બંગાળ પહોંચ્યા બાદ નબળુ પડ્યું 'ફાની', PM મોદી ઓડિશા જઈને સ્થિતિની સમીક્ષા કરશે

કોલકાતા: ભીષણ ચક્રવાત ફાનીએ શુક્રવારે ઓડિશામાં ઉત્પાત મચાવ્યાં બાદ અડધી રાતે 115 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળથી દીઘા તટ પર પહોંચી ગયું. કહેવાતું હતું કે કોલકાતામાં આ તોફાન 70-80 કિમીની ઝડપથી શનિવારે પહોંચશે અને  તેના કારણે ભારે વરસાદ પડશે. જો કે હવામાન ખાતાની તાજી જાણકારી મુજબ ફાનીની તીવ્રતા શનિવાર સવાર સુધીમાં ઓછી થઈ ગઈ છે અને તે હવે નબળું પડ્યું છે. આ વાવાઝોડું બપોર સુધીમાં બાંગ્લાદેશ પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશામાં થયેલી તબાહીની સમીક્ષા માટે પોતે ત્યાં જવાના છે. કહેવાય છે કે પીએમ મોદી સોમવારે ફાની પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે. 

હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે શનિવારે બપોરે બાંગ્લાદેશમાં દાખલ થતા પહેલા અનેક કલાકો સાથી નદિયા અને મુર્શીદાબાદના રસ્તે તે પોતાની અસર દેખાડશે. ચક્રવાતે પૂર્વી મિદનાપુરમાં 80-90  કિમીની ઝડપે ઉત્પાત મચાવ્યો અને અનેક ઘરોને નુકસાન પહોંચાડ્યું. અનેક જગ્યાઓ પર ઝાડ ઉખડી ગયા. ભારે વરસાદ બાદ તોફાન પશ્ચિમ બાજુથી ખડગપુર થઈને કોલકાતા પહોંચ્યું. 

— ANI (@ANI) May 4, 2019

બંગાળ સરકાર, કોલકાતા મહાનગર પાલિકા અને કોલકાતા પોલીસે શુક્રવારે જ પ્રતિકૂળ હાલાત માટે તૈયારી શરૂ કરી દીધી હતી. મોલ્સ બંધ રાખવાનું અને લોકોને અસુરક્ષિત જગ્યાઓ પરથી સુરક્ષિત જગ્યાએ જતા રહેવા જણાવાયું હતું. શહેરની અનેક ઓફિસો પણ બંધ કરી દેવાઈ. જેથી કરીને લોકો ઘરે જ રહે. 

એરપોર્ટ પર પરેશાની
જો કે એરપોર્ટ પર ફાનીનું ઘણું તાંડવ જોવા મળ્યું. ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક પર કેબ ન મળવાના કારણે હજારો લોકો ફસાયેલા રહ્યાં. એરપોર્ટ અધિકારીઓએ બસોની મદદથી લોકોને શહેર પહોંચાડ્યા. શુક્રવારે બપોરે 3 વાગ્યાથી ફ્લાઈટ ઓપરેશન બંધ કરી દેવાયું હતું. જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સ્થિતિ અનૂકુળ થતા ઓપરેશન ફરી શરૂ થશે. ઈન્ડિગો અને એર ઈન્ડિયાએ શનિવારે ફ્લાઈટ રદ કરી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news