Ram Mandir: આજે મંદિરમાં પ્રવેશ કરશે રામલલા, જાણો દિવસભરના કાર્યક્રમોની માહિતી

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે. તેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન પણ શરૂ થઈ ગયા છે. આ ક્રમમાં ભગવાન રામલલા આજે 17 જાન્યુઆરીના રોજ મંદિરમાં પ્રવેશ કરશે. 

Ram Mandir: આજે મંદિરમાં પ્રવેશ કરશે રામલલા, જાણો દિવસભરના કાર્યક્રમોની માહિતી

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ થશે. તેની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન પણ શરૂ થઈ ગયા છે. આ ક્રમમાં ભગવાન રામલલા આજે 17 જાન્યુઆરીના રોજ મંદિરમાં પ્રવેશ કરશે. રામલલાની મૂર્તિને રામજન્મભૂમિ પરિસરનું ભ્રમણ કરાવવામાં આવશે. ત્યારબાદ ગર્ભગૃહનું શુદ્ધિકરણ થશે. તેના બીજા દિવસે એટલે કે કાલે તેઓ ગર્ભગૃહમાં પ્રવેશ કરશે. આ દરમિયાન મંદિર પરિસરમાં યજ્ઞ અને હવન ચાલુ રહેશે. 

વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ અશોક તિવારીના જણાવ્યાં મુજબ 18 જાન્યુઆરીથી મૂર્તિ અધિવાસ શરૂ થશે. બંને સમય જલાધિવાસ થશે. આ સાથે જ સુગંધિ અને ગંધાધિ વાસ થશે. તેમણે જણાવ્યું કે 19 જાન્યુઆરીના રોજ સવારે ફળ અધિવાસ અને સાંજે ધાન્ય અધિવાસ થશે. એ જ રીતે 20 જાન્યુઆરીના રોજ સવારે શર્કરા, મિષ્ટાન અને મધુ અધિવાસ થશે. સાંજે ઔષધિ અને શય્યા અધિવાસ થશે. 

કયા દિવસે કયો કાર્યક્રમ...

16 જાન્યુઆરી: અનુષ્ઠાનની શરૂઆત, પ્રાયશ્ચિત અને કર્મકુટી પૂજા
17 જાન્યુઆરી : શ્રીરામલલાની પ્રતિમાનું પરિસર ભ્રમણ અને ગર્ભગૃહ શુદ્ધિકરણ
 18 જાન્યુઆરી (સાંજે): તીર્થયાત્રા, જલયાત્રા, જલધિવાસ અને ગંધાધિવાસ
 19 જાન્યુઆરી  (સવાર): ઓષાધિવાસ, કેસરધિવાસ, ઘૃતાધિવાસ
 19 જાન્યુઆરી (સાંજ): ધન્યાધિવાસ
 20 જાન્યુઆરી (સવાર): શુર્કરાધિવાસ, ફલાધિવાસ
 20 જાન્યુઆરી (સાંજ): પુષ્પાધિવાસ
 21 જાન્યુઆરી (સવાર): મધ્યાહન
 21 જાન્યુઆરી (સાંજે): શય્યાધિવાસ

રામલલાનો થઈ રહ્યો છે દ્વાદશ અધિવાસ
અશોક તિવારીએ જણાવ્યું કે ભગવાન રામ સૂર્યવંશી છે અને આદિત્ય પણ દ્વાદશ છે. આથી રામલલાનો દ્વાદશ અધિવાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત 22 જાન્યુઆરી સુધી ચતુર્વેદ યજ્ઞ પર થશે. 22 જાન્યુઆરીએ શ્રી રામલલાના વિગ્રહની આંખથી પટ્ટી ખોલવામાં આવશે અને તેમને દર્પણ દેખાડવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news