WOMEN'S DAY: ઔરતને જન્મ દિયા મર્દો કો, મર્દોને ઉસે બાજાર દિયા...શાયર સાહિર લુધિયાનવીએ મહિલાઓની પીડાને વાચા આપી...

આજે ઉર્દૂના મહાન શાયર અને ગીતકાર 'સાહિર લુધિયાનવી'ની 100મી જન્મજયંતિ છે.સાહિર લુધિયાનવીએ એ સમયે મહિલાઓની સમસ્યાને કલમ થકી વાચા આપી જ્યારે કોઈ બોલવાનું પણ વિચારતું નહોતું. જાણો શાયર સાહિર લુધિયાનવી અને મહિલા દિવસ વચ્ચે છે ખાસ કનેકશન...

WOMEN'S DAY: ઔરતને જન્મ દિયા મર્દો કો, મર્દોને ઉસે બાજાર દિયા...શાયર સાહિર લુધિયાનવીએ મહિલાઓની પીડાને વાચા આપી...

વિરલ પટેલ, અમદાવાદઃ 8 માર્ચ એટલે વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની ઉજવણી. દરેક ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ હોય તે પછી ગૃહિણી હોય કે પછી દેશની સુરક્ષા કરતી મહિલા હોય તમામ મહિલાઓનું ખાસ સન્માન કરવામાં આવે છે. 8 ફેબ્રુઆરીનું મહત્વ બીજી રીતે પણ ખાસ વધી જાય છે. આજે ઉર્દૂના મહાન શાયર અને ગીતકાર 'સાહિર લુધિયાનવી'ની 100મી જન્મજયંતિ છે.સાહિર લુધિયાનવીએ એ સમયે મહિલાઓની સમસ્યાને કલમ થકી વાચા આપી જ્યારે કોઈ બોલવાનું પણ વિચારતું નહોતું.

સાહિર લુધિયાનવીના ક્રાંતિકારી શબ્દો
મહિલાઓ અને તેમની સમસ્યાઓ સાહિર લુધિયાનવીએ ધારદાર ફિલ્મી ગીતો લખ્યા છે. આ ગીતો આજે પણ 'મહિલા દિવસ' પર યાદ કરવામાં આવે છે.ન માત્ર મહિલાઓની સુંદરતા પરંતું અનેક મહીલાઓની પીડાને પણ તેમના ગીતોમાં બખૂબી રીતે વર્ણવામાં આવી છે.
સાહિર લુધિયાનવીએ વર્ષ 1958માં રિલીઝ થયેલી ફિલ્મ 'સાધના' માં એક ગીત લખ્યું જેના ગીતો આજે પણ શરીરને કંપકપાવી દે તેવા લાગ. સાહિરના ગીતના શબ્દો હતા 'ઔરત ને જન્મ દિયા મર્દો કો,  મર્દોને ઉસે બજાર દિયા'. આ ગીતને કોકિલકંથી લત્તા મંગેશકરે અવાજ આપ્યો. દેહવ્યાપાર સાથે જોડાયેલી મહિલાઓની મજબૂરી, સમાજ તરફથી મળતી બદનામી જેવા મુદ્દાઓને સટીક રીતે વર્ણવી લેવામાં આવ્યા છે.

Women’s Day 2021: સમય અને ઈતિહાસ પણ જેમના પર કરે છે ગર્વ, અહિલ્યાથી લઈને ઝાંસીની રાણી સુધીની વિરાંગનાઓની કહાની...

સાહિર લુધિયાનવીના ગીતો જે આજે પણ છે સદાબહાર
'કભી કભી મેરે દિલ મે ખ્યાલ આતા હૈ', 'મેરે દિલ મે આજ ક્યા હૈં, તું કહે તો મૈ બતા દું', 'જો વાદા કિયા વો નિભાના પડેગા', 'તુમ અગર સાથ દેને કા વાદા કરો', 'અભી ના જાઓ છોડકર, કે દિલ અભી ભરા નહીં',  'એ મેરી જોહરાજબી તુજે માલૂમ નહીં' જેવા ગીતો કોણ ભૂલી શકે, આ સદાબહાર ગીતોની રચના સાહિર લુધિયાનવીએ કરી છે.

Women’s Day 2021: ભારતની એવી નારી શક્તિ જેમના કાર્યોની નોંધ આખી દુનિયાએ લીધી

અમૃતા પ્રિતમનો સાહિર સાથેનો પ્રેમ રહ્યો અધૂરો
8 માર્ચ 1921ના દિવસે સાહિર લુધિયાનવીનો જન્મ થયો હતો. મશહૂર શાયરે વર્ષ 1980માં 59 વર્ષની વયે દુનિયાને અલવિદા કીધુ હતું. સાહિર લુધિયાનવીની ન માત્ર શાયરીઓ અને ગીતો પરંતું તેમના જીવનના કિસ્સા પણ રસપ્રદ છે. સાહિર લુધિયાનવી અને પ્રસિદ્ધ લેખિકા અમૃતા પ્રિતમની પ્રેમકહાની આજે પણ યાદગાર છે. કહેવાય છે કે અમૃતા પ્રિતમ સાહિરને એકતરફી પ્રેમ કરતા હતા. સાહિર કોલેજના દિવસોથી શાયરીઓ કરતા અને લોકોના દિલ જીતી લેતા હતા. કોલેજમાં અમૃતા અને સાહિરની મિત્રતા થઈ. શેરો શાયરીના કારણે સાહિર કાયમ માટે અમૃતા પ્રિતમના દિલમાં વસી ગયા. સાહિર માટે અમૃતા પ્રિતમનો પ્રેમ જગજાહેર હતો. પ્રેમ તો થયો પરંતું તે અધૂરો રહી ગયો. સાહિર લુધિયાનવીએ જીવનભર લગ્ન ન કર્યા. અમૃતા પ્રિતમનું નામ પણ સાહિત્ય ક્ષેત્રમાં સુવર્ણ અક્ષરે લખાયુ છે.
સાહિર લુધિયાનવીને વર્ષ 1963માં 'તાજમહેલ' ફિલ્મ માટે શ્રેષ્ઠ ગીતકાર માટેનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો. વર્ષ 1976માં 'કભી કભી' માટે પણ તેમણે ફિલ્મફેર અવોર્ડથી સન્માનિત કરાયા. વર્ષ 2013માં તેમના સન્માનમાં ડાક ટિકિટ પણ જાહેર કરાઈ હતી.

Women's Day Special: ભારતની આ 'મર્દાની' જેમના કારનામાથી થરથર ધ્રુજે છે ખુંખાર આરોપીઓ...

વર્ષ 1955માં દેવદાસ ફિલ્મ આવી હતી. જેમાં 'સાહિર લુધિયાનવી' ના ગીતના શબ્દો આજે પણ પુરૂષપ્રધાન સમાજના અત્યાચારોની કહાની સ્પષ્ટ રીતે રજૂ કરે છે. ગીતના શબ્દો છે
મૈ વો ફૂલ હૂં કિ જિસકો ગયા હર કોઈ મસલ કે
મેરી ઉમ્ર બહ ગઈ હૈ મેરે આંસુઓ મેં ઢલ કે
જો બહાર બન કે બરસે વહ ઘટા કહા સે લાઉ
જિસે તુ કુબૂલ કર લે વહ અદા કહા સે લાઉ
તેરે દિલ કો જો લુભાએ વહ સદા કહા સે લાઉ

Women's Day 2021: કેમ સરદાર પટેલના સેક્રેટરી તરીકે કામ કરતા રહ્યાં તેમના પુત્રી મણિબેન? જાણો સેવાભાવિ પુત્રીની કહાની
 
સાહિર લુધિયાનવીએ  ફિલ્મ 'ઈન્સાફ  કે તરાજૂ' માં મહિલા કોઈ રમકડું નથી કે તેની સાથે કોઈપણ રમી લે.
લોગ ઔરત કો ફક્ત એક જિસ્મ સમજ લેતે હૈ
રૂહ ભી હોતી હૈ ઉસ મેં  યે કહાં સોચતે હૈ

Women's Day 2021: પાકિસ્તાન બોમ્બ વરસાવી રહ્યું હતું ત્યારે વિરાંગના બનીને વાયુસેનાની વહારે મેદાનમાં આવી આ ગુજરાતણો, બની રહી છે ફિલ્મ

મજબૂરીના કારણે દેહવ્યાપાર કરતી મહિલાઓની પીડા કે જે મહિલાઓનું શોષણ થાય છે અને સભ્ય સમાજ તેનો તમાશો જુએ છે અને પિશાચી આનંદ લે છે તેના પર પણ સાહિર લુધિયાનવીન ક્રાંતિકારી શબ્દો આજે પણ જીવંત છે
ઔરતને જન્મ દિયા મર્દો કો, મર્દોને ઉસે બજાર દિયા
જબ બી ચાહા કુચલા મસલા, જબ ભી ચાહા દુત્કાર દિયા
મર્દો કે લિયે હર જુલ્મ રવા, ઔરત કે લિયે રોના ભી ખતા
મર્દો કે લિયે લાખો સૈજે, ઔરત કે લિયે બસ એક ચિતા
મર્દો કે લિયે હર એશ કા હક, ઔરત કે લિયે જીના ભી સજા

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news