Women's Day Special: ભારતની આ 'મર્દાની' જેમના કારનામાથી થરથર ધ્રુજે છે ખુંખાર આરોપીઓ...
દેખાવે સુંદર અને સૌમ્ય પણ ભારતના સૌથી કડક છબિ ધરાવતા આઈએએસ-આઈપીએસ અધિકારીઓ કોણ છે. જે કડકાઈની સાથે સાથે સુંદરતામાં પણ અવ્વલ હોય. કદાચ તમે જાણતા પણ હશો અથવા તમે તેમના વિશે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના સૌથી સુંદર મહિલા આઈએએસ / આઈપીએસ અધિકારી કોણ છે? ચાલો જાણીએ.
જયેશ જોશી, અમદાવાદઃ દેખાવે સુંદર અને સૌમ્ય પણ ભારતના સૌથી કડક છબિ ધરાવતા આઈએએસ-આઈપીએસ અધિકારીઓ કોણ છે. જે કડકાઈની સાથે સાથે સુંદરતામાં પણ અવ્વલ હોય. કદાચ તમે જાણતા પણ હશો અથવા તમે તેમના વિશે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના સૌથી સુંદર મહિલા આઈએએસ / આઈપીએસ અધિકારી કોણ છે? ચાલો જાણીએ.
આપણાં ભારત દેશમાં કેટલાક એવા IAS અને IPS અધિકારીઓ પણ રહ્યા છે, જેમણે પોતાનું સમગ્ર જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું છે. ખાસ કરીને મહિલાઓનો ફાળો આ કાર્યમાં વધારે પ્રમાણમાં છે. મહિલા IPS અધિકારીઓને આખા દેશમાં મહિલા શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. હવે તો તેઓ આપણા દેશના અર્ધલશ્કરી, બીએસએફ, કમાન્ડો તરીકે બોર્ડર ફોર્સિસમાં પણ પોતાની ફરજ બજાવી શકે છે. આજે અમે તમને ભારતની એવી મહિલા IPS-IAS અધિકારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આપણા ભારત દેશ માટે પ્રેરણા આપી રહી છે.
સ્તુતિ ચરણ:
2012 ની સિવિલ સર્વિસ પરીક્ષામાં સ્તુતિએ ત્રીજો નંબર મેળવ્યો હતો. તેણે કોડા જોધપુર યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. પૂર્ણ કરી હતી અને આઈ.આઈ.પી.એમ.માંથી માર્કેટિંગ મેનેજમેન્ટમાં માસ્ટર્સ કર્યું. સિવિલ સર્વિસમાં જોડાતા પહેલા તે યુકો બેંકમાં કામ કરતા હતા.
સ્મિતા સબરવાલ:
સ્મિતા સબરવાલનો જન્મ 19 જૂન 1977માં પશ્વિમ બંગાળમાં થયો. તેણે માત્ર 23 વર્ષની ઉંમરે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. તે સમયે તેઓ આખા ભારતમાં ચોથા ક્રમે આવ્યા હતા. સ્મિતા દાર્જિલિંગના રહેવાસી હતા અને 2001ની બેચના IAS અધિકારી છે. તે પહેલા મહિલા IPS અધિકારી છે જેમણે મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કર્યુ. 2004માં તેમણે તેલંગાણાના IPS અકુન સબરવાલ સાથે લગ્ન કર્યા હતા. હાલ તેઓ પોતાના પતિ અને બે બાળકો સાથે સુખી જીવન પસાર કરી રહ્યા છે. સ્મિતા ભારતીય એક્સપ્રેસ દેવી પુરસ્કાર, ઈ-ભારત સરકાર ડિજિટલ પહેલ, સર્વશ્રેષ્ઠ જિલ્લા માટે મુખ્યમંત્રીનો પુરસ્કાર અને પ્લેટિનમ પુરસ્કારથી સન્માનિત થઈ ચૂક્યા છે.
શોભા ભૂતડા:
શોભા ભૂતડા મૂળ મારવાડી છે. અને તેમનો ઉછેર મહારાષ્ટ્રના લાતૂરમાં થયો છે. તેમની છબિ તેજતર્રાર આઈપીએસ ઓફિસર તરીકેની રહી છે. અનેક મોટા-મોટા મામલાનો પર્દાફાશ કરવા અને આરોપીઓને જેલની પાછળ મોકલવામાં મહત્વની ભૂમિકા ભજવી. પરંતુ સૌથી વધારે ચર્ચામાં ત્યારે આવી જ્યારે આસારામના પુત્ર નારાયણ સાઈ દુષ્કર્મ કેસની તપાસની જવાબદારી મળી. શોભા ભૂતડાએ આઈપીએસ ઓફિસર અને સાથેની બેચના પ્રદીપ સેજુલ સાથે લગ્ન કર્યા. બંનેને એક પુત્ર છે.
Taj Mahal માં બોમ્બની ખબર, જાણો શા માટે ક્યારેક લીલા કપડાંથી, ક્યારેક લાકડાંથી તો ક્યારેક ઝાડ-પાનથી તાજમહેલને છુપાવવો પડ્યો
શાલિની અગ્રવાલ:
શાલિની અગ્રવાલનો જન્મ 28 ઓક્ટોબર 1980માં રાજસ્થાનના જયપુરમાં થયો. તેમણે રાજસ્થાન ટેકનિકલ યુનિવર્સિટીમાંથી બીઈની ડિગ્રી મેળવી. આ પહેલાં તે ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ માટે ફતેહસિંહ એવોર્ડ જીતી ચૂક્યા હતા. હાલ તેઓ વડોદરામાં કલેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. આ પહેલાં તે અરવલ્લી, ખેડા અને તાપીમાં કલેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. જ્યારે ગોધરામાં એસડીએમ અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કરી ચૂક્યા છે. જ્યારે કમર્શિયલ ટેક્સમાં એડિશનલ કમિશનર અને જીએસટી ટેક્સના નિયમોના ડ્રાફ્ટ વર્કમાં પણ ફરજ નિભાવી ચૂક્યા છે.
સંજુક્તા પરાશર:
જેનું નામ સાંભળતાં જ ગુનેગારોની સાથે સાથે આતંકવાદી પણ થર-થર કાંપવા લાગે છે. વાત છે આઈપીએસ સંજુક્તા પરાશરની. અસમની લેડી દબંગે ઓછા સમયમાં પોતાની બહાદુરીથી ચર્ચા જગાવી છે. આઈપીએસ ઓફિસર સંજુક્તાએ 15 મહિનામાં 64 આતંકવાદીઓને પકડીને જેલની પાછળ મોકલવાનું કામ કર્યું છે. આઈપીએસ ઓફિસર સંજુક્તા પરાશરનો જન્મ 3 ઓક્ટોબર 1979માં અસમમાં થયો. તેણે શરૂઆતનું શિક્ષણ અસમમાં મેળવ્યું. ત્યારબાદ દિલ્લીની ઈન્દ્રપ્રસ્થ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને પછી દિલ્લીની જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીમાંથી પીએચડી કર્યુ. વર્ષ 2006માં યૂપીએસસી પરીક્ષા પાસ કરીને 85મો રેન્ક મેળવીને આઈપીએસ ઓફિસર બનવાના સપનાને સાકાર કર્યું. તે હંમેશા એકે-47 પોતાની સાથે લઈને ફરે છે.
રોશન જેકબ:
રોશન કેરળના છે અને તેનો જન્મ 25મી ડિસેમ્બર, 1978ના રોજ થયો હતો. તેમણે 2007માં તેની સિવિલ સર્વિસની પરીક્ષા આપી હતી. હાલ તેઓ રોશન ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના મેજિસ્ટ્રેટ છે.
Women's Day 2021: કેમ સરદાર પટેલના સેક્રેટરી તરીકે કામ કરતા રહ્યાં તેમના પુત્રી મણિબેન? જાણો સેવાભાવિ પુત્રીની કહાની
રિજુ બાફના:
રિજુનો જન્મ સપ્ટેમ્બર 1979માં છત્તીસગઢમાં થયો. તેમને 2014માં આઈએએસ અધિકારીની નોકરીમાંથી વિદાય મળી હતી. જ્યારે તેમણે માનવાધિકાર આયોગના કમિશનર રહેલા સંતોષ ચૌબે સામે ફરિયાદ નોંધાવી. રિજુ બાફનાએ તેમના પર ‘અભદ્ર સંદેશા’ મોકલવાનો આરોપ લગાવ્યો હતો. આઈએએસ અધિકારી રિજુ બાફનાએ ફેસબુક પોસ્ટમાં પોતાના મનના દર્દને વ્યક્ત કર્યુ હતું. અને લખ્યું કે હું માત્ર પ્રાર્થના કરું છું કે આ દેશમાં કોઈ મહિલા જન્મ ન લે.
પૂજા યાદવ:
આઈપીએસ ઓફિસર પૂજા યાદવ 2018 બેચની ઓફિસર છે. પૂજા હરિયાણાની રહેવાસી છે. તેનો જન્મ 20 સપ્ટેમ્બર 1988માં થયો. આ આઈપીએસ ઓફિસર તેના લુકના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પૂજા માત્ર લુકમાં જ નહીં પરંતુ અભ્યાસમાં પણ હોંશિયાર રહી. તેનું સપનું હતું આઈપીએસ ઓફિસર બનવાનું. જે તેણે પોતાની મહેનત અને આવડતથી પૂરું કર્યુ. યૂજા યાદવ ડ્યૂટીની સાથે સાથે પોતાના પરિવાર અને મિત્રો માટે સમય કાઢે છે. અને પોતાની જિંદગીને જીવે છે. હાલ તેનું પોસ્ટીંગ ગુજરાતમાં છે.
Women's Day 2021: પાકિસ્તાન બોમ્બ વરસાવી રહ્યું હતું ત્યારે વિરાંગના બનીને વાયુસેનાની વહારે મેદાનમાં આવી આ ગુજરાતણો, બની રહી છે ફિલ્મ
મેરીન જોસેફ:
મેરીન જોસેફનો જન્મ કેરળના અર્નાકુલમમાં 20 એપ્રિલ 1990માં થયો. જોકે તેમનો ઉછેર દિલ્લીમાં થયો. કેમ કે માતા-પિતા દિલ્લીમાં શિફ્ટ થઈ ગયા હતા. તે બાળપણથી જ સિવિલ સર્વિલ જોઈન કરવા ઈચ્છતા હતા. જેના પછી 2012માં તેમણે UPSCની પરીક્ષા આપી અને પહેલા જ પ્રયાસમાં 188મો રેન્ક હાંસલ કર્યો. આજેપણ તે પોતાની સિદ્ધિઓ અને વ્યક્તિત્વ માટે પ્રસિદ્ધ છે. તેમને IAS, IFS, IRS અને IPSના 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા. જેના પછી તેમણે IPS પસંદ કર્યુ. તે કેરળ કેડરના સૌથી નાની ઉંમરના IPS અધિકારી છે. 2016માં તે રાજ્ય સ્વતંત્રતા દિવસ પરેડને કમાન્ડ કરનારી સૌથી નાની ઉંમરની ઓફિસર બની. IPS મેરીન જોસેફે 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપીને સઉદી અરબથી પકડી લીધો હતો. જેની સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ હતી.
મીરા બોરવંકર:
મીરા મહારાષ્ટ્ર કેડરમાં ફાજિકા પંજાબના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી છે. મીરાએ જલંધરથી અભ્યાસ કર્યો છે. તેમના પિતા બીએસએફમાં હતા. તેમને ‘લેડી સુપરકોપ’ પણ કહેવામાં આવે છે. 1979માં તેમણે સેક્સકાંડનો ખુલાસો પણ કર્યો હતો. બોલિવૂડ ફિલ્મ ‘મરદાની’ તેમના પર આધારીત બોલીવુડ ફિલ્મ છે. મુંબઈમાં માફિયારાજને ખતમ કરવામાં મીરાનો રોલ મહત્વનો છે. તેમના કાર્યકાળમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમથી લઈને છોટા રાજન ગેંગના અનેક સભ્યને તે જેલની પાછળ ધકેલી ચૂક્યા હતા. તે પહેલા એવા આઈપીએસ ઓફિસર છે જેમની સામે અજમલ કસાબ અને યાકૂબ મેમણને ફાંસીની સજા આપવામાં આવી.
International Women's Day: રેલવેએ મહિલાઓ માટે કરી ખાસ વ્યવસ્થા, રાજ્ય સરકારોએ પણ આપી અનેક ભેટ
કિરણ બેદી:
કિરણ બેદી તે દેશના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી રહ્યા. કિરણ બેદીનો જન્મ 9 જૂન 1949ના રોજ પંજાબના અમૃતસરમાં થયો. તેમનું પ્રારંભિક શિક્ષણ સેક્રેડ હાર્ટ કોન્વેન્ટ સ્કૂલ અમૃતસરમાં થયું. કિરણ બેદીએ અંગ્રેજીમાં બી.એનો અભ્યાસ કર્યો. તો પોલિટિકલ સાયન્સમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. આઈઆઈટી દિલ્હીથી તેમણે ડોકટરેટની પદવી પણ મેળવી. કિરણ બેદી હંમેશાં તેમના કામને કારણે ચર્ચામાં રહ્યા. તેમણે દારૂ નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ અને વીઆઇપી સુરક્ષા જેવા કામો કર્યા છે. દિલ્હી ટ્રાફિકમાં જમાવટ દરમિયાન તેમણે વડા પ્રધાન ઇંદિરા ગાંધીની કારને ક્રેનમાંથી ઉપાડી હતી. તેના જ કારણે કિરણ બેદી પણ લોકોમાં ક્રેન બેદી તરીકે ઓળખાય છે. તેમના જીવન પર આધારિત ઘણા પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. તેમણે જાતે જ ‘ઇટ્સ એલ્વિસ પોસિબલ’ અને ‘લીડર એન્ડ ગવર્નન્સ’ નામનું પુસ્તક લખ્યું છે.
ચંદ્રકલા:
બી.ચંદ્રકલાનો જન્મ તેલંગાણાના કરીમનગર જિલ્લામાં થયો. તે 2008 બેચના યૂપી કેડરના આઈએએસ ઓફિસર છે. તેમણે કેન્દ્રીય વિદ્યાલયથી 12મું ધોરણ પાસ કર્યુ હતું. તેના પછી હૈદરાબાદની કોટિ મહિલા કોલેજથી સ્નાતકનો અભ્યાસ કર્યો. જોકે આ દરમિયાન તેમના લગ્ન થઈ ગયા. લગ્ન પછી તેમણે ડિસ્ટન્સ એજ્યુકેશની અર્થશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ. તેના પછી પતિના સપોર્ટથી યૂપીએસસીની પરીક્ષા પાસ કરી. અને 409મો રેન્ક મેળવ્યો. બી.ચંદ્રકલાના આઈએએસ બનવામાં તેમના પતિનો પણ મહત્વપૂર્ણ ફાળો છે.
Trending Photos