Birth anniversary News

ઈન્દિરાને જેલભેગા કરનાર ખેડૂત નેતા કોણ હતા? જાણો ક્યારેય સંસદમાં ન ગયેલાં PMની કહાની
Dec 23,2022, 10:27 AM IST
કચ્છમાં ભારતની ક્રાંતિકારી વીર સાવરકર ની જન્મતિથી મૂર્તિનું અનાવરણ
આજે 28 મે ભારતના ઇતિહાસ માટે એક યાદગાર દિવસ છે. આ દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામના એક મહાન ક્રાંતિકારી વીર સાવરકરનો જન્મ થયો હતો. સાવરકરની સ્મૃતિમાં કચ્છમાં પ્રથમ વખત અહીંના મુખ્યમથક ભુજ ખાતે તેમની પ્રતિમા મૂકવામાં આવી હતી. આવતી પેઢીઓ સાવરકર જેવા મહાન ક્રાંતિકારીઓના જીવનથી શીખી તેમના વિચારોને પોતાના જીવનમાં ઉતારે તે ઉદ્દેશ્યથી સામાજિક સંસ્થા અને નગરપાલિકાના સહયોગથી આ પ્રતિમાનું અનાવરણ તેમની જન્મજયંતિના દિવસે કરવામાં આવ્યું હતું.કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ભુજ શહેર નગરપાલિકાના સહયોગથી ભુજના હમીરસર તળાવના વચ્ચે આવેલા રાજેન્દ્ર બાગ બહાર વિનાયક દામોદર સાવરકરની પ્રતિમા મુકવામાં આવી હતી. વીર સાવરકરની 139મી જન્મજયંતિ નિમિતે જ મૂર્તિનું અનાવરણ કરવાની ઈચ્છા સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા નગરપાલિકાના સહયોગથી કામ શરૂ કરવામાં આવ્યું હતું.
May 28,2022, 23:37 PM IST

Trending news