કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, દિગ્ગજ નેતાએ ઓપન લેટર લખી ઠાલવી હૈયાવરાળ

કોંગ્રેસ પાર્ટી હજુ સુધી 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારનું આત્મચિંતન કરી શકી નથી. કારણ કે તેમના પાર્ટી અધ્યક્ષ જ પદ છોડીને જતા રહ્યાં હતાં.

કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, દિગ્ગજ નેતાએ ઓપન લેટર લખી ઠાલવી હૈયાવરાળ

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી હજુ સુધી 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારનું આત્મચિંતન કરી શકી નથી. કારણ કે તેમના પાર્ટી અધ્યક્ષ જ પદ છોડીને જતા રહ્યાં હતાં. પોતાના આ નિવેદન બાદ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાયદા મંત્રી સલમાન ખુર્શીદે શનિવારે ફરીથી રાહુલ ગાંધીને પોતાના નેતા ગણાવતા કહ્યું કે તેમણે જ પાર્ટી અધ્યક્ષ બનવું જોઈએ. કોંગ્રેસ નેતાઓએ ખુર્શીદના ગત નિવેદનને ફગાવી દીધુ હતું જેને લઈને હવે પૂર્વ કાયદા મંત્રી પોતાની જ પાર્ટીના નેતાઓ પર વરસી રહ્યાં છે. 

સલમાન ખુર્શીદે એક ફેસબુક પોસ્ટ દ્વારા પોતાની પાર્ટીના નેતાઓને શીખામણ આપતા કહ્યું કે એવા લોકો મને જ્ઞાન આપી રહ્યાં છે જે વિશ્વસનિયતા અને રાજકારણની રણનીતિ અંગે કશું જાણતા નથી, આથી હું ખુબ સ્તબ્ધ છું. આ સાથે જ તેમણે કહ્યું કે તમામ લોકોને જણાવવા માંગુ છું કે મારા માટે વિશ્વાસ અને નિષ્ઠા અંગત પસંદ છે. આ સમય અસલ કે કાલ્પનિક ભય અને મતભેદ દૂર કરીને આગળ વધવાનો છે. 

જો કે ખુર્શીદની ટિપ્પણીને પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ ફગાવી દીધી અને કહ્યું કે લોકોએ ટિપ્પણી કરવાથી બચવું જોઈએ અને તેની જગ્યાએ ભાજપ સરકારની ગુંડાગીરીને ઉજાગર કરવાની દિશામાં કામ કરવું જોઈએ. 

ખુર્શીદી પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું કે હું ગાંધી પરિવારનું સમર્થન કરું છું કારણ કે અંગત કૃતજ્ઞતા અને ભારતીય લોકતંત્ર અંગેની મારી સમજ મને આમ કરવાનું કહે છે. રણનીતિક ચૂપ્પી મુશ્કિલ ઘડીમાં સમજદારી છે પરંતુ જોઈન્ટ ભવિષ્ય માટે બોલવું પણ એટલું જ જરૂરી છે. 

જુઓ LIVE TV

કોંગ્રેસના પોતાના સાથીઓને સંબોધન કરતા ખુર્શીદે કહ્યું કે કોંગ્રેસ  ક્યારેય પણ ભાજપ જેવી રહી નથી અને થવું જોઈએ પણ નહીં. તેમણે કહ્યું કે જ્યારે અમારા પ્રવક્તા ભજાપને ઘેરવાની ડ્યૂટી અંગે વાત કરે છે તો તેમણે યાદ રાખવું જોઈએ કે એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે આ વિવિધતાભરી દુનિયામાં ભયમુક્ત થઈને આપણી વાત રજુ કરી શકીએ. 

છેલ્લે તેમણે કહ્યું કે અમારા વિરોધીઓ અને મીડિયા ભલે ગમે તે કહે પરંતુ મારું માનવું છે કે રાહુલ ગાંધી અમારા નેતા છે અને તેમણે ફરીથી અધ્યક્ષ બનવું જોઈએ. સોનિયાજી આગળ પણ અમને પ્રેરિત કરતા રહેશે. તેમણે કહ્યું કે લિબરલ પાર્ટીઓ ભાજપના ચૂંટણી ગણિત અંગે સ્વકેન્દ્રિત થઈ ચૂકી છે. તેનાથી કોઈ વૈકલ્પિક વિચાર આવી શકતો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news