વિજય માલ્યા મુદ્દે વકીલના આરોપો,SBIએ કહ્યું અમે અમારી રીતે ચોક્કસ હતા

ઉદ્યોગપતિ વિજય માલ્યાની લોન મુદ્દે ભારતીય સ્ટેટ બેંકના વકીલે ચોંકાવનારા દાવાઓ કર્યા, જો કે ચેરમેને એસબીઆઇના કર્મચારીઓની આદત અનુસાર તે કામ અમારુ નહોતું કહીને છેડો ફાડ્યો

વિજય માલ્યા મુદ્દે વકીલના આરોપો,SBIએ કહ્યું અમે અમારી રીતે ચોક્કસ હતા

નવી દિલ્હી : ઉદ્યોગપતિ વિજય માલ્યાની લોન મુદ્દે ભારતીય સ્ટેટ બેંકની ભુમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તેમાં માલ્યાના લોન ડિફોલ્ટના મુદ્દે સુપ્રીમ કોર્ટનાં વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે, તેમણે વિજય માલ્યાનાં ભારત છોડ્યાનાં લગભગ 24 કલાક પહેલા દેશની સૌથી મોટી બેંક એસબીઆઇને માલ્યાનો પાસપોર્ટ જપ્ત કરવા માટેની સલાહ આપી હતી. જો કે બેંકે તે અંગે ગંભીરતાથી કામ નહોતું કર્યું. 

દવેએ તેવો પણ દાવો કર્યો કે, એસબીઆઇનાં વકીલ તરીકે માલ્યાને દેશ છોડીને ભાગતો અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં જવા માટે પણ જણાવ્યું હતું. જો કે તેઓ કોર્ટની બહાર રાહ જોતા રહ્યા અને એસબીઆઇનાં કોઇ અધિકારી આવ્યા નહી. આ ગંભીર આરોપો અંગે એસબીઆઇના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, તે જરૂરી નથી કે કોઇ મોટા ગ્રાહકના મુદ્દો બેંકના ચેરમેન સમક્ષ લાવવામાં આવે.

સ્ટેટ બેંકના ચેરમેને સ્પષ્ટ રીતે કહ્યું કે, એવા કેસ એસબીઆઇના ચેરમેન કંઇ ન કરી શકે. તેમનું કહેવું છે કે બેંકના ગ્રાહક ઇચ્છે કેટલો પણ મોટો હોય દેવાનો કિસ્સો ગમે તેટલો સંગીન હોય, આ કામ માટે બેંકની એક વિશેષ ટીમ  છે જે એવા કિસ્સાઓમાં નિર્ણય લેતી હોય છે. માટે જરૂરી છે કે આ મુદ્દો પણ ચેરમેનનાં સંજ્ઞાનમાં લાવવામાં આવ્યો હોય.

બિઝનેસ ટુડેના સમાચાર અનુસાર જો કે રજનીશ કુમારે કહ્યું કે, તેમણે હાલ તે મુદ્દે માહિતી નથી કે એસબીઆઇના પૂર્વ ચેરમેન અરૂંધતી ભટ્ટાચારને વિજય માલ્યાનાં ફરાર થવા અથવા દેવા વસુલીના પ્રયાસોની માહિતી હતી કે નહી. રજનીશ કુમારે કહ્યું કે, તેઓ બેંકમાં આ મુદ્દે જોડાયેલા દસ્તાવેજોને જોયા બાદ જ કંઇ પણ જણાવી શકે છે. 

સાથે જ રજનીશ કુમારે તેમ પણ કહ્યું કે દુષ્યંત દવે એસબીઆિનાં વકીલ નહોતા. તેમનું કહેવું છે કે જો દવે ક્યારે પણ એસબીઆઇનાં વકીલ રહ્યા હોય તો તેઓ મીડિયા સામે પોતાનું એંગેજમેન્ટ લેટર રજુ કરે. કુમારે કહ્યું કે, કોઇના પણ પ્રોફેશનલ માટે તે જરા પણ સારૂ નથી કે પોતાના ક્લાયન્ટ સાથે થયેલી વાતચીત તે આ રીતે જાહેરમાં ઉછાળે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news