સામનામાં શિવસેનાએ ઉઠાવ્યો રામમંદિરનો મુદ્દો, સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર

સામનામાં પોતાના સંપાદકીયમાં લખ્યું કે, હિન્દુત્વવાદી સરકારના સત્તામાં આવ્યા બાદ રામ મંદિરનું નિર્માણ નથી થઈ રહ્યું, તો આ સરકાર કોઈ કામની છે? આવો સવાલ ઉઠતા શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, હવે આ મુદ્દા પર શિવસેના સક્રિય છે, તો રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને રામ મંદિર માટે આંદોલન કરવાની જરૂર અનુભવાવા લાગશે. 

સામનામાં શિવસેનાએ ઉઠાવ્યો રામમંદિરનો મુદ્દો, સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર

દેશમાં હાલના દિવસોમાં રામ મંદિર નિર્માણને લઈને વિવાદ તેજી પર છે. 2019 લોકસભા ઈલેક્શન પહેલા કોંગ્રેસ, બીજેપીથી રામ મંદિર નિર્માણ માટે અધ્યાદેશ લાવવાની માંગ કરી રહી છે. તો, શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં આ મુદ્દા પર બીજેપી પર નિશાન સાધ્યું છે. 

સામનામાં પોતાના સંપાદકીયમાં લખ્યું કે, હિન્દુત્વવાદી સરકારના સત્તામાં આવ્યા બાદ રામ મંદિરનું નિર્માણ નથી થઈ રહ્યું, તો આ સરકાર કોઈ કામની છે? આવો સવાલ ઉઠતા શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, હવે આ મુદ્દા પર શિવસેના સક્રિય છે, તો રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘને રામ મંદિર માટે આંદોલન કરવાની જરૂર અનુભવાવા લાગશે. 

શિવસેનાના કારણે ચર્ચામાં આવ્યો મુદ્દો-ઠાકરે
રામ મંદિર માટે આંદોલનની જરૂર છે, તો તમારા આર્શીવાદથી સત્તામાં આવેલી સરકારને તમે નીચે કેમ ખેંચતા નથી? આવો સીધો અને સટીક સવાલ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરાએ કર્યો છે. ઉદ્ઘવ ઠાકરેએ શિવસેનાના મંત્રી, સાંસદ, ધારાસભ્ય, નેતા અને જિલ્લા પદાધિકારીઓની શુક્રવારે શિવસેના ભવનમાં બેઠક બોલાવી હતી. દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરએ વિવિધ વિષયો પર તેમનું માર્ગદર્શન કર્યું. બેઠક બાદ તેમણે પત્રકારો સાથે વાતચીત કરી. અયોધ્યામાં રામ મંદિર માટે ફરીથી આંદોલન કરવામાં આવશે એવું રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના ભૈયાજી જોશીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું. આવું પત્રકારોએ ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું તો, જવાબ આપતા તેમણે કહ્યું કે, શિવસેનાના કારણે રામ મંદિરનો મુદ્દો ફરીથી એકવાર ચર્ચામાં આવ્યો છે. 

25 નવેમ્બર અયોધ્યા જશે ઠાકરે
25 નવેમ્બરના રોજ હું અયોધ્ય જઈશ. તેના બાદ બધાની ભાગદોડ શરૂ થઈ છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અયોધ્યા મુલાકાતનો કાર્યક્રમ શિવસૈનિકોને આપી દેવાયો છે. સંઘના પરિશ્રમને કારણે મજબૂત સંખ્યાબળવાળી સરકાર કેન્દ્રમાં આવી છે. પછી રામ મંદિર માટે સંઘને આંદોલન કરવાની કેમ જરૂર પડી રહી છે? આ સરકાર હિન્દુત્વવાદી સરકાર માનવામાં આવતી હતી, તેના બાદ પણ રામ મંદિરનું નિર્માણ નથી થઈ રહ્યું, તો આ સરકાર કયા કામની? સત્તામાં આવ્યા બાદ ધારા 370, સમાન નાગરિક કાયદાના વચન ભૂલી ગયા? 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news