Shocking! સગી દીકરીને હવસનો શિકાર બનાવી રહ્યો હતો બાપ, માસૂમે માતા સામે મોઢું ખોલ્યું તો...

તમને આ વાંચીને શરમ આવશે કે એક સગા પિતાએ પોતાની જ દીકરી પર ત્રણ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો. દીકરીની હાલત જોઈને જ્યારે માતાએ પૂછ્યું તો સમગ્ર સત્ય સામે આવ્યા બાદ માતાના હોશ ઉડી ગયા.

Shocking! સગી દીકરીને હવસનો શિકાર બનાવી રહ્યો હતો બાપ, માસૂમે માતા સામે મોઢું ખોલ્યું તો...

તમને આ વાંચીને શરમ આવશે કે એક સગા પિતાએ પોતાની જ દીકરી પર ત્રણ મહિના સુધી બળાત્કાર ગુજાર્યો. દીકરીની હાલત જોઈને જ્યારે માતાએ પૂછ્યું તો સમગ્ર સત્ય સામે આવ્યા બાદ માતાના હોશ ઉડી ગયા. પોલીસમાં મહિલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

કલયુગી પિતાએ પોતાની જ સગીર પુત્રી પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે માતાને આ વાતની જાણ થઈ તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. મહિલાએ તેના પતિ વિરુદ્ધ તેની પુત્રી પર બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કારી પિતાની ધરપકડ કરી છે.

મૂળ ઋષિકેશ નરેન્દ્ર નગરનો રહેવાસી તેની પત્ની અને 16 વર્ષની પુત્રી સાથે રૂરકી હરિદ્વાર હાઈવે પર આવેલા ગામમાં રહે છે. બંને પતિ-પત્ની અલગ-અલગ ખાનગી સંસ્થાઓમાં કામ કરે છે, તેમની 16 વર્ષની પુત્રી ઘરે જ રહેતી હતી. પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી રિપોર્ટમાં મહિલાએ જણાવ્યું કે તેના પતિએ તેની પુત્રી પર ઘણી વખત રેપ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, દીકરીને પરેશાન જોઈને જ્યારે માતાએ તેને આનું કારણ પૂછ્યું. દીકરીએ તેની માતાને જે કહ્યું તે સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પુત્રીએ જણાવ્યું કે તેના પિતાએ સતત ત્રણ મહિના સુધી તેની સાથે બળાત્કાર કર્યો છે. મહિલાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સ્ટેશન ઈન્ચાર્જ અનિલ ચૌહાણે જણાવ્યું કે આરોપીની પત્નીની ફરિયાદના આધારે પુત્રી પર બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news