SCO બેઠકમાં PM મોદીનો દુનિયાને ખાસ મંત્ર, આ સાથે જ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

PM Narendra Modi host SCO Summit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના વર્ચ્યુઅલ શિખર સંમેલનની મેજબાની કરતા આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ફરીથી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર અરીસો દેખાડ્યો છે. આ સાથે જ તેમણે દુનિયાને એક ખાસ મંત્ર આપ્યો અને કહ્યું કે આપણે મળીને વિચાર કરવો જોઈએ કે શું આપણે એક સંગઠન સ્વરૂપે આપણા લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવામાં સમર્થ છીએ?

SCO બેઠકમાં PM મોદીનો દુનિયાને ખાસ મંત્ર, આ સાથે જ પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

PM Narendra Modi host SCO Summit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના વર્ચ્યુઅલ શિખર સંમેલનની મેજબાની કરતા આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ફરીથી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર અરીસો દેખાડ્યો છે. આ સાથે જ તેમણે દુનિયાને એક ખાસ મંત્ર આપ્યો અને કહ્યું કે આપણે મળીને વિચાર કરવો જોઈએ કે શું આપણે એક સંગઠન સ્વરૂપે આપણા લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવામાં સમર્થ છીએ? શું આપણે આધુનિક પડકારોનો સામનો કરવામાં સક્ષમ છે? શું SCO એક એવું સંગઠન બનવા જઈ રહ્યું છે જે ભવિષ્ય માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય? અત્રે જણાવવાનું કે આ બેઠકમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પણ વર્ચ્યુઅલી જોડાયા હતા. 

SCO શિખર સંમેલનને સંબોધન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં એસસીઓ એશિયાઈ ક્ષેત્રની શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભર્યું છે. અમે આ ક્ષેત્રને એક વિસ્તારિત પડોશ તરીકે નહીં, પરંતુ એક વિસ્તારિત પરિવાર તરીકે પણ જોઈએ છીએ. 

SCO સહયોગ માટે ભારતે બનાવ્યા 5 સ્તંભ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે ભારતે શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) માં સહયોગ માટે પાંચ નવા સ્તંભ બનાવ્યા છે. આ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન, પરંપરાગત ઔષધિ, યુવા સશક્તિકરણ, ડિજિટલ સમાવેશન અને સંયુક્ત બૌદ્ધિક વારસો છે. 

— PMO India (@PMOIndia) July 4, 2023

ભારતે 2 સિદ્ધાંતો પર કર્યુ કામ- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે SCO ના અધ્યક્ષ તરીકે ભારતે બહુઆયામી સહયોગને નવી ઉંચાઈ સુધી લઈ જવા માટે સતત પ્રયત્ન કર્યા છે. આ તમામ પ્રયત્નોને અમે બે સિદ્ધાંતો પર આધારિત કર્યા છે. પહેલો 'વસુધૈવ કુટુંબકમ' એટલે કે સમગ્ર વિશ્વ એક પરિવાર છે. આ સિદ્ધાંત પ્રાચીન સમયથી અમારા સામાજિક આચરણનું અભિન્ન અંગ રહ્યું છે અને આધુનિક સમયમાં તે આપણી પ્રેરણા અને ઉર્જાનો સ્ત્રોત છે. બીજો SECURE એટલે કે સિક્યુરિટી, ઈકોનોમિક, ડેવલપમેન્ટ, કનેક્ટિવિટી, યુટિલિટી, સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું સન્માન અને પર્યાવરણ સંરક્ષણ છે. 

આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને દેખાડ્યો અરીસો
પીએમ મોદીએ આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને અરીસો  દેખાડતા કહ્યું કે આતંકવાદ ક્ષેત્રીય અને વૈશ્વિક શાંતિ માટે પ્રમુખ જોખમ બનેલો છે. આ પડકારને પહોંચી વળવા માટે નિર્ણાયક કાર્યવાહી જરૂરી છે. આતંકવાદ ભલે કોઈ પણ સ્વરૂપે હોય, કોઈ પણ અભિવ્યક્તિમાં હોય, આપણે તેના વિરુદ્ધ મળીને લડવું પડશે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક દેશCROSS-BORDER TERRORISM ને પોતાની નીતિઓના INSTRUMENT સ્વરૂપે ઉપયોગ કરે છે. આતંકવાદીઓને શરણ આપે છે. SCO એ એવા દેશોની ટીકામાં કોઈ સંકોચ કરવો જોઈએ નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news