મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપનાર વિશેષ NIA જજે આપ્યું રાજીનામું

સોમવારે સ્પેશિયલ એન્ટી ટેરર કોર્ટે મક્કા મસ્જિદમાં 2007માં થયેલા વિસ્ફોટ કાંડમાં દક્ષિણંપથી કાર્યકર્તા સ્વામી અસીમાનંદ અને અન્ય ચાર લોકોને સોમવારે છોડી દીધા હતા. 

 

મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપનાર વિશેષ NIA જજે આપ્યું રાજીનામું

હૈદરાબાદઃ મક્કા મસ્જિદ બ્લાસ્ટ કેસમાં ચુકાદો આપનાર સ્પેશિયલ એનઆઈએ જજ રવિન્દ્ર રેડ્ડીએ રાજીનામું આપી દીધું છે. ન્યૂઝ એજસ્સી એએનઆઈએ આ માહિતી આપી છે. મહત્વનું છે કે, એટીએસની વિશેષ કોર્ટે મક્કા મસ્જિદમાં 2007માં થયેલા વિસ્ફોટ કાંડમાં દક્ષિણપંથી કાર્યકર્તા સ્વામી અસીમાનંદ અને અન્ય ચારને સોમવારે છોડ્યા અને કહ્યું કે, ફરિયાદી પક્ષ તેની સામે ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. મક્કા મસ્જિદમાં 18 મે 2007ના રોજ જુમાની નમાજ દરમિયાન એક મોટો વિસ્ફોટ થયો હતો જેમાં 9 લોકોના મોત થયા અને 58 લોકોને ઈજા પહોંચી હતી. 

એનઆઈએની એક મેટ્રોપોલિટિન કોર્ટના નિર્ણય બાદ અસીમાનંદના વકીલ જે.પી.શર્માએ મીડિયાને કહ્યું, ફરિયાદી પક્ષ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો. તેથી તેમને છોડી દેવામાં આવ્યા છે. શર્માએ જણાવ્યું કે, છોડાયેલા આરોપીઓમાં દેવેન્દ્ર ગુપ્તા, લોકેશ શર્મા, સ્વામી અસીમાનંદ ઉર્ફે નબ કુમાર સરકાર, ભરત મોહનલાલ રતેશ્વર ઉર્ફે ભરત ભાઈ અને રાજેન્દ્ર ચૌધરી સામેલ છે. 

આ ઘટનાની શરૂઆતી તપાસ સ્થાનિક પોલીસે કરી હતી અને પછી આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2011માં દેશની પ્રતિષ્ઠિત આતંકવાદ નિરોધી તપાસ એજન્સી એનઆઈએને આ મામલો સોંપવામાં આવ્યો હતો. 

હિંદુ દક્ષિણપંથી સંગઠનો સાથે કથિત રૂપથી સંપર્ક રાખનારા 10 લોકો આ ઘટનાના આરોપી હતી. તેમાંથી આજે છૂટેલા પાંચ લોકો વિરુદ્ધ કેસ ચાલ્યો હતો. મામલાના બે અન્ય આરોપી સંદીપ વી ડાંગે અને રામચંદ્ર કલસાંગરા ફરાર છે અને અન્ય એક આરોપી સુનીલ જોશીની હત્યા કરી દેવામાં આવી હતી. અન્ય બે આરોપીઓ વિરુદ્ધ તપાસ ચાલુ છે. સુનાવણી દરમિયાન 226 પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી અને આશરે 411 દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news