રાજ્ય સરકારો પણ ખેડૂતોને સીધી આર્થિક મદદ કરી શકે છેઃ અરુણ જેટલી

જેટલીએ સવાલ કરતાં કહ્યું કે, યુપીએ સરકારે 10 વર્ષ સુધી સત્તામાં રહેવા દરમિયાન ખેડૂતો માટે શું કર્યું છે? 

રાજ્ય સરકારો પણ ખેડૂતોને સીધી આર્થિક મદદ કરી શકે છેઃ અરુણ જેટલી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી અત્યારે ન્યૂયોર્કમાં ઈલાજ કરાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં બજેટ અંગે કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા જણાવ્યું કે, "યુપીએ સરકારે 10 વર્ષ સુધી સત્તામાં રહેવા દરમિયાન ખેડૂતો માટે શું કર્યું છે? એક વખત ખેડૂતો માટે રૂ.70 હજાર કરોડના દેવામાફીની જાહેરાત કરી, પરંતુ માત્ર રૂ.52 હજાર કરોડ માફ કર્યા હતા. કેગના રિપોર્ટમાં તેનો ખુલાસો થયો છે કે, બાકીની રકમ વેપારીઓને આપવામાં આવી, ખેડૂતોને નહીં."

વિરોધ પક્ષ આને 'ચૂંટણીલક્ષી બજેટ' કહે છે? એ સવાલના જવાબમાં જેટલીએ જણાવ્યું કે, "વર્ષ 2014માં નાણામંત્રી પી. ચિદમ્બરમે અનેક ઉત્પાદો પર એક્સાઈઝ ડ્યુટીમાં છૂટ આપી હતી. એ જ દલીલ આજે રજૂ કરી શકાયછે. બજેટ સંસદીય લોકશાહી ચૂંટણીની જેમ એક અનિવાર્ય ભાગ છે."

દર વર્ષે ખેડૂતોને રૂ.6000 આપવાની જાહેરાતની વિરોધ પક્ષ દ્વારા ટીકા થવા અંગે જેટલીએ જણાવ્યું કે, "ખેડૂતો માટે વિપક્ષ આજે ઘડિયાળી આંસુ ન વહાવે. વિપક્ષ પણ આ પ્રકારની યોજનાની જાહેરાત કરી શકે એમ હતું. મને સંપૂર્ણ આશા છે કે અન્ય સરકારો પણ તેના પર વિચાર કરશે."

જેટલીએ સરકારની ઉપલબ્ધીઓ ગણાવતા કહ્યું કે, "અમારી સરકારમાં 91 ટકા ગ્રામીણ વિસ્તારોમાં સડકો બની ગઈ છે. 2020 સુધીમાં દરેકને ઘર મળી જશે. ગામના 98.7 ટકા લોકો પાસે શૌચાલય છે. દરેક ઘરમાં વિજળી છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news