Covaxin લીધેલા લોકો હવે ફરી કોવિશીલ્ડ લગાવશે? સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમે લોકોના જીવન સાથે રમી ન શકીએ'

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જે લોકોએ કોવેક્સિન (Covaxin) લગાવી ચૂક્યા છે અને વિદેશ જવા માટે ફરીથી કોવિશીલ્ડ લગાવવાનો નિર્દેશ જાહેર કરી શકે નહીં, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેઓ લોકોના જીવન સાથે રમી શકે નહીં.

 Covaxin લીધેલા લોકો હવે ફરી કોવિશીલ્ડ લગાવશે? સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમે લોકોના જીવન સાથે રમી ન શકીએ'

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ સામે લડવા રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જે લોકોએ કોવેક્સિન (Covaxin) લગાવી ચૂક્યા છે અને વિદેશ જવા માટે ફરીથી કોવિશીલ્ડ લગાવવાનો નિર્દેશ જાહેર કરી શકે નહીં, સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેઓ લોકોના જીવન સાથે રમી શકે નહીં.

સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અરજદારે કહ્યું છે કે કોવેક્સિનને હજુ સુધી WHO દ્વારા મંજુરી મળી નથી અને જે લોકોને વિદેશ જવું પડે છે તેઓને તેની મંજૂરી મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

'PM મોદીને 2024માં PM બનવું હશે તો 2022માં કરવું પડશે આ મહત્ત્વનું કામ, અમિત શાહે જણાવ્યો પ્લાન

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે જણાવ્યું હતું કે કોર્ટ પાસે કોઈ ડેટા નથી અને તેઓ સીધી રીતે સરકારને કહી શકે તેમ નથી કે લોકોને ફરીથી કોવિશીલ્ડ લગાવવામાં આવે. અમે કોવેક્સીન લઈ ચૂકેલા લોકોને ફરીથી કોવિશીલ્ડ લગાવવા માટે ફરીથી આદેશ જાહેર કરી શકીએ તેમ નથી અને લોકોના જીવન સાથે રમી શકતા નથી.

અરજદારના વકીલ કાર્તિક સેઠે જણાવ્યું હતું કે દરરોજ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને વિદેશ જવાની જરૂર છે, પરંતુ જેમણે કોવેક્સિન રસી લઈને રાખી છે તેમને વિદેશ જવાની પરવાનગી મળી રહી નથી. જેમણે કોવિન એપ દ્વારા કોવેક્સિન લીધી છે તેઓને કોવિશીલ્ડ માટે ફરીથી રજિસ્ટ્રેશન મળી રહ્યું નથી. આવી સ્થિતિમાં કેન્દ્રને સૂચના આપવી જોઈએ.

ભારતમાં Maruti Suzukiની ઈલેક્ટ્રિક કારને લઈને સસ્પેન્સ ખતમ, જાણો બજારમાં ક્યારે આવશે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારી પાસે આવો કોઈ ડેટા નથી અને અમે એવી રીતે આદેશ આપી શકીએ નહીં કે બીજી રસી આપવામાં આવે. અમે તમારી ચિંતાથી વાકેફ છીએ, પરંતુ WHO ના જવાબની રાહ જુઓ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news