'મોદીને 2024માં PM બનવું હોય તો 2022માં કરવું પડશે આ મહત્ત્વનું કામ, અમિત શાહે જણાવ્યો પ્લાન

શુક્રવારે લખનઉમાં અમિત શાહએ 'મારો પરિવાર-ભાજપા પરિવાર' સૂત્રની સાથે ભારતીય જનતા પાર્ટીના સભ્યતા અભિયાનની શરૂઆત કરી. તેમણે અવધ પ્રદેશના પાવર સેન્ટર કન્વિનર/પ્રભારીઓને સંબોધનમાં જણાવ્યું હતું.

'મોદીને 2024માં PM બનવું હોય તો 2022માં કરવું પડશે આ મહત્ત્વનું કામ, અમિત શાહે જણાવ્યો પ્લાન

લખનઉ: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)  આગામી વર્ષા યોજાનાર ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરાને લઈને તમામ અટકળોને નકારતા શુક્રવારે જણાવ્યું છે કે જો 2024માં નરેન્દ્ર મોદી (Narendra Modi)ને વડાપ્રધાન બનવું હોય તો 2022માં એકવાર ફરી યોગી આદિત્યનાથ  (Yogi Adityanath)ને મુખ્યમંત્રી બનાવવા પડશે.

લખનઉથી સભ્યતા અભિયાનની શરૂઆત
શુક્રવારે લખનઉમાં અમિત શાહએ 'મારો પરિવાર-ભાજપા પરિવાર' સૂત્રની સાથે ભારતીય જનતા પાર્ટીના સભ્યતા અભિયાનની શરૂઆત કરી. તેમણે અવધ પ્રદેશના પાવર સેન્ટર કન્વિનર/પ્રભારીઓને સંબોધનમાં જણાવ્યું હતું કે જ્યારે ભાજપના લોકો કમળનો ધ્વજ અને સૂત્રોચ્ચાર લઈને ચાલે છે, ત્યારે વિપક્ષી પાર્ટીઓમાં ખળભળાટ મચી જાય છે. આ દરમિયાન અમિત શાહે જણાવ્યું હતું કે, 'આ ચૂંટણી ભારત માતાને વિશ્વ ગુરુ બનાવવાની ચૂંટણી છે. દિવાળી પછી ચૂંટણી અભિયાન જોર પકડશે અને સમર્પણ દેખાડીને કાર્યકર્તાઓએ તેમાં જોડાઈ જાય.

UPને નંબર 1 રાજ્ય બનાવવાનું લક્ષ્યાંક
પોતાના સંબોધન દરમિયાન શાહે જણાવ્યું છે કે, 2022માં એકવાર ફરી ભાજપાને 300થી વધુ બેઠકો અપાવો, અમે UPને દેશમાં નંબર વન રાજ્ય બનાવીશું. મોદી વડાપ્રધાન છે અને તેઓ UP જે ઈચ્છે છે તે તાત્કાલિક આપે છે. 2024ની લોકસભાની ચૂંટણીનો પાયો 2022ની ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી નાખશે. હજુ તો UPમાં ઘણું બધું કરવાનું છે. અમે ફરીથી ચૂંટણી ઢંઢેરો લઈને આવીશું અને જે કહીશું તેણે સો ટકા પુરો કરીને 2027માં ફરીથી તમારી પાસે આવીશું. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 2017 પછી ભાજપાએ ઉત્તરપ્રદેશને તેની વાસ્તવિક ઓળખ અપાવી અને પ્રદેશને વિકાસના નવા રસ્તા પર આગળ વધાર્યો છે.

પરિવારવાદ પર સાધ્યું નિશાન
શાહે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપાએ દેખાડ્યું છે કે સરકારો પરિવાર માટે નહીં, રાજ્યના સૌથી ગરીબ વ્યક્તિ માટે હોય છે. વિપક્ષી પક્ષો વિશેષ રૂપથી સમાજવાદી પાર્ટી (SP) પ્રમુખ અખિલેશ યાદવ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ચૂંટણીના નગાડા વાગી ચૂક્યા છે અને જે ઘરે બેસી ગયા હતા, તે લોકો પણ નવા કપડા સિવડાવીને આવી ગયા છે કે અમારી સરકાર બનવા જઈ રહી છે. શાહે અખિલેશને તેમની વિદેશ યાત્રાઓનો હિસાબ જનતાને આપવાની માંગ કરતા તંજ કસ્યો હતો કે, આ લોકોએ શાસન પોતાના માટે, પરિવાર માટે અને ત્યારબાદ જાતિ માટે કર્યું... અને કોઈના માટે વિચાર્યું નથી. તેના સિવાય અમિત શાહે ગાંધી અને વાડ્રા પરિવાર ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે જણાવ્યું હતું કે, અમુક લોકો એવા હોય છે જે ચૂંટણી દેડકાની જેમ ચૂંટણી વખતે બહાર  આવે છે.. બસ'

Diwali પહેલા PFને લઈને સૌથી મોટા ખુશખબર, 5 કરોડથી વધારે કર્મચારીઓને મળશે ફાયદો

સપા, બસપા પર ગર્જ્યા શાહ
સપા, બસપા પર વરસસતા શાહે જણાવ્યું હતું કે, UPમાં ઘણા વર્ષો સુધી સપા અને બસપાનો ખેલ ચાલતો રહ્યો અને રાજ્ય બરબાદ થઈ ગયો. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કેરાનાથી પલાયન શરૂ થતું હતું અને લખનઉમાં શાસકોને કોઈ અસર થતી નહોતી. આજે પરિસ્થિતિ અલગ છે કારણ કે માત્ર સ્થળાંતર કરનારાઓએ જ સ્થળાંતર કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news