Maruti પોતાની લોકપ્રિય કારનું લાવી રહી છે ઇલેક્ટ્રિક વર્ઝન, જાણો બજારમાં ક્યારે આવશે?
મારૂતિ સુઝુકીએ ડીઝલ એન્જિનવાળી કાર બનાવવાનું બંધ કરી દીધું છે. ટૂંક સમયમાં CNG પ્રોડક્ટ લાવવાની સાથે સાથે કંપની ભવિષ્ય માટે ફ્લેક્સિબલ-ઈંધણવાળા વાહનો (Flexible-fuel Vehicle) ના ડેવલોપમેન્ટ પર પણ કામ કરી રહી છે.
- મારુતિ સુઝુકી હાલમાં ભારતમાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે નહીં
- મારુતિની ઈલેક્ટ્રિક કાર 2025 સુધીમાં દેશમાં લોન્ચ થશે
- કંપનીનું કહેવું છે કે હાલમાં માર્કેટમાં ઈલેક્ટ્રીકની કોઈ માંગ નથી.
Trending Photos
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારૂતિ સુઝુકી(Maruti Suzuki)ના ઈલેક્ટ્રિક સેગમેન્ટને લઈને માર્કેટમાં ઘણી ચર્ચા થઈ રહી છે. લોકો આ પ્રશ્નનો જવાબ આતુરતાથી જાણવા માંગે છે કે ટોપ એન્ડ બજેટ કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીની ઇલેક્ટ્રિક કાર ક્યારે બજારમાં આવશે. આ ઘણા લોકોનો પ્રશ્ન છે, કારણ કે મારૂતિ સુઝુકી એવી કંપની છે જેના વાહનો બજારમાં સૌથી વધુ વેચાય છે.
જાણો મારૂતિ સુઝુકીની ઇલેક્ટ્રિક ક્યારે આવશે
તમને જણાવી દઈએ કે હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. હકીકતમાં કંપનીના જણાવ્યા અનુસાર, ઇલેક્ટ્રિક વાહનો પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે 2025 અથવા તેનાથી પણ પહેલા લોન્ચ થઈ શકે છે. જો કે કંપનીએ હજુ સુધી લોન્ચની ચોક્કસ સત્તાવાર રીતે જાહેર કરી નથી. પરંતુ એવું ચોક્કસ કહ્યું છે કે લોન્ચિંગની તારીખ પેરેન્ટ કંપની સુઝુકી (Suzuki) દ્વારા નક્કી કરવામાં આવશે. આ સાથે મારૂતિ સુઝુકીએ એ પણ જણાવ્યું કે તેઓ CNG સાથે ભવિષ્યના ફ્લેક્સ-ફ્યુઅલ વાહન પર પણ કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં દેશની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની ટાટા મોટર્સ (TATA Motors) છે. ટાટા મોટર્સે (TATA Motors) ગયા સપ્ટેમ્બરમાં 1 હજારથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું છે.
'PM મોદીને 2024માં PM બનવું હશે તો 2022માં કરવું પડશે આ મહત્ત્વનું કામ, અમિત શાહે જણાવ્યો પ્લાન
'બજારમાં ઇલેક્ટ્રિકની માંગ નથી'
મારૂતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન આરસી ભાર્ગવે જણાવ્યું હતું કે, “1000 વાહનોનો આંકડો ખૂબ જ સારો છે, પરંતુ અમને તે બહુ ઉત્સાહી જણાયું નથી. જો અમે મહિને 1000 વાહનો વેચીશું તો અમને આનંદ નહીં થાય, અમારે તેનાથી પણ આગળ વધવું પડશે. બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની વધુ સારી માંગ હોવી જોઈએ. જો હું ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ શરૂ કરું તો દર મહિને લગભગ 10 હજાર વાહનોનું વેચાણ હોવું જોઈએ.
flex-fuel એન્જિન પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપની
તમને જણાવી દઈએ કે મારૂતિ સુઝુકીએ ડીઝલ એન્જિનવાળી કાર બનાવવાનું બંધ કરી દીધું છે. ટૂંક સમયમાં CNG પ્રોડક્ટ લાવવાની સાથે સાથે કંપની ભવિષ્ય માટે ફ્લેક્સિબલ-ઈંધણવાળા વાહનો (Flexible-fuel Vehicle) ના ડેવલોપમેન્ટ પર પણ કામ કરી રહી છે. નોંધનીય છે કે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે સરકાર 6 મહિનામાં તમામ પ્રકારના વાહનો માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ફરજિયાત બનાવશે.
Diwali પહેલા PFને લઈને સૌથી મોટા ખુશખબર, 5 કરોડથી વધારે કર્મચારીઓને મળશે ફાયદો
કંપનીનો ભાર હજુ પણ CNG પર છે
મારૂતિ સુઝુકીનું માનવું છે કે દેશમાં CNGની માંગ સતત વધી રહી છે. CNG કાર પર ફોકસ કરતાં ભાર્ગવે જણાવ્યું હતું કે, સરકારે વ્યક્તિગત પરિવહન માટે CNG વાહનોને પ્રોત્સાહિત કરવા તેની નીતિ સ્પષ્ટ કરી છે. આ સમયે CNGની માંગ પણ વધી રહી છે અને મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)ના પોર્ટફોલિયોમાં વેઇટિંગ લિસ્ટનો મોટો હિસ્સો CNG કારનો છે. હાલમાં કંપની મારૂતિ સુઝુકી અલ્ટોથી લઈને વેગનઆર, સેલેરિયો અને અર્ટિગા જેવા મૉડલમાં ફેક્ટરી-ફિટેડ CNGનો વિકલ્પ ઑફર કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે