Ayodhya case : 5 જજોની બેન્ચ આજે 18 પુનર્વિચારની અરજી પર કરશે સુનાવણી 

અયોધ્યા મામલામાં 9 નવેમ્બરે ચુકાદો આપનારી પાંચ જજોની બેંચમાં શામેલ ચીફ જિસ્ટસ રંજન ગોગોઈ નિવૃત થઈ ગયા છે અને તેમની જગ્યા જસ્ટિસ સંજીવ ખન્ના લેશે.

Ayodhya case : 5 જજોની બેન્ચ આજે 18 પુનર્વિચારની અરજી પર કરશે સુનાવણી 

નવી દિલ્હી : અયોધ્યા મામલામાં દાખલ કરવામાં આવેલી પુનર્વિચારની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે કાર્યવાહી કરી શકે છે. 5 જજોની બેચની 'ઇન ચેમ્બર' સુનાવણીમાં નક્કી કરવામાં આવશે કે આ પુનર્વિચારની અરજીઓની ઓપન કોર્ટમાં સુનાવણી જરૂરી છે કે નહીં. અયોધ્યા મામલામાં 9 નવેમ્બરે ચુકાદો આપનારી પાંચ જજોની બેંચમાં શામેલ ચીફ જિસ્ટસ રંજન ગોગોઈ નિવૃત થઈ ગયા છે અને તેમની જગ્યા જસ્ટિસ સંજીવ ખન્ના લેશે. હવે આ મામલા વિશે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ અશોક ભુષણ, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્ના નિર્ણય લેશે. જો કોર્ટ ઓપન કોર્ટ હિયરિંગને મંજૂરી આપશે તો તમામ પક્ષકારોને ફરીથી સાંભળવામાં આવશે અને નહીંતર પુનર્વિચાર અરજીઓ ફગાવી દેવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે આપેલા ચુકાદામાં વિવાદિત જમીનને રામ મંદિર નિર્માણ માટે આપી દેવાની વાત કહી હતી અને સાથે જ કોર્ટે મુસ્લિમ પક્ષકારોને અયોધ્યામાં કોઈ પણ જગ્યાએ મસ્જિદના નિર્માણ માટે પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો હતો. આ મામલે પુનર્વિચારની 18 અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેની ઇન ચેમ્બર સુનાવણી બપોરે 1:40 કલાકે હાથ ધરાશે. 

અયોધ્યા મામલામાં મોટાભાગની પુનર્વિચારની અરજી અસંતુષ્ટ મુસ્લિમ પક્ષકારોની છે પણ આ મામલામાં નિર્મોહી અખાડાએ પણ અરજી દાખલ કરી છે. આ અરજીમાં નિર્મોહી અખાડાએ રાઇટ્સ, કબજા અને મર્યાદા વિશેના કોર્ટના નિર્ણય સામે વિરોધ કરીને પુનર્વિચારની અરજી દાખલ કરી છે. અયોધ્યા ચુકાદા મામલામાં પહેલી પુનર્વિચાર અરજી 2 ડિસેમ્બરના દિવસે મૌલાના અશદ રશીદી દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેઓ ઉત્તર પ્રદેશ જમીયલ ઉલમા એ હિંદના અધ્યક્ષ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news