રંજન ગોગોઈ

પૂર્વ CJI રંજન ગોગોઈના રાજ્યસભા જવા પર પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફે ઉઠાવ્યા સવાલ, 'સિદ્ધાંતો સાથે સમજુતી'

પૂર્વ જસ્ટિસ કુરિયન જોસેફે કહ્યું, 'મારા અનુસાર, પૂર્વ સીજેઆઈ દ્વારા રાજ્યસભાના સભ્યપદના રૂપમાં નોમિનેટની સ્વીકૃતિએ ચોક્કસપણે ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર આમ આદમીના વિશ્વાસને હલાવી દીધો છે.  જસ્ટિસ ગોગોઈ દ્વારા પ્રેસમાં આપવામાં આવેલા નિવેદનને યાદ કરતા, તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે પૂર્વ સીજેઆઈએ રાજ્યસભાની ઓફરનો કેમ સ્વીકાર કર્યો?'

Mar 17, 2020, 10:09 PM IST

પૂર્વ CJI રંજન ગોગોઈ જશે રાજ્યસભા, રાષ્ટ્રપતિએ કર્યાં નોમિનેટ

સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
 

Mar 16, 2020, 09:57 PM IST

સુપ્રીમની બંધારણીય બેન્ચનો નિર્ણયઃ ચીફ જસ્ટિસની ઓફિસ હવે માહિતી અધિકાર(RTI)ના કાયદા હેઠળ

Supreme Court Live Updates: ચીફ જસ્ટીસ(Chief Justice) રંજન ગોગોઈ(Ranjan Gogoi)ની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની બંધારણીય બેન્ચે(Constitutional Bench)  આ ચૂકાદો આપ્યો છે. 

Nov 13, 2019, 03:05 PM IST

અયોધ્યા કેસ પછી 3 દિવસમાં આ 4 મહત્વના ચૂકાદા સંભળાવશે મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ

આ અઠવાડિયે સોમવાર અને મંગળવારના રોજ ગુરૂનાનક જયંતિ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં રજા છે. 16 અને 17 નવેમ્બર શનિ-રવિની રજા આવે છે. આ કારણે મુખ્ય ન્યાયાધિશને ચૂકાદો સંભળાવા માટે માત્ર 13, 14 અને 15 નવેમ્બર એમ ત્રણ જ દિવસ મળવાના છે. 
 

Nov 12, 2019, 04:47 PM IST

Photos : મંદિર-દરગાહની એક જ દિવાલ, હિન્દુ-મુસ્લિમો કહે છે, ‘અમારા હૃદયમાં કોઇ દિવાલ નથી’

ભારતમાં જ્યાં એક તરફ કોમવાદી વાતાવરણ પ્રબળ છે અને લોકોમાં કટ્ટરવાદી વલણ પણ જોવા મળે છે. જેની બીજી તરફ હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન થાય છે. અહીં વાત છે નવસારી (Navsari)ના જુનાથાણા ખાતે આવેલા શ્રી શનિદેવ મંદિર અને દરગાહની. જ્યા મંદિર અને દરગાહની દિવાલ એક જ છે અને અહીં લોકો ઈબાદત સાથે પ્રાર્થના કરતા જોવા મળે છે. જ્યાં અયોધ્યામાં વિવાદિત જમીનના ચુકાદા (ayodhya verdict) બાદ નવસારીના જુનાથાણાના શનિદેવ મંદિરે (Shani temple) આજે પણ હિન્દુ-મુસ્લિમ વચ્ચેનો ભાઇચારો અકબંધ રહ્યો છે. 

Nov 11, 2019, 11:44 AM IST

અયોધ્યા ચૂકાદોઃ સુપ્રીમ કોર્ટે કયા કારણોસર મુસ્લિમ પક્ષને 5 એકર જમીન આપી?

સુપ્રીમ કોર્ટે મુસ્લિમોને અલગથી જમીન આપવા માટે બંધારણની કલમ 142નો ઉપયોગ કર્યો છે અને સાથે જ ચાર કારણ દર્શાવ્યા છે.
 

Nov 9, 2019, 11:51 PM IST

Ayodhya Verdict : ચૂકાદામાં સૌથી વધુ 'મસ્જિદ' શબ્દનો ઉલ્લેખ, 'રામલલા'નો સૌથી ઓછો

સુપ્રીમ કોર્ટનો સંપૂર્ણ ચૂકાદો 929 પાનાંનો આપ્યો છે. મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધિશની બંધારણીય બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે, વિવાદિત જમીન પર જ રામ મંદિર બનશે. વિવાદિત જમીન રામલલાને આપવામાં આવશે.
 

Nov 9, 2019, 11:33 PM IST

Ayodhya Verdict : સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર જૂઓ શું કહ્યું લાલ કૃષ્ણ અડવાણીએ....

અડવાણીએ કહ્યું કે, રામ મંદિર નિર્માણ આંદોલનનો ભાગ બનવા માટે ભગવાનનો આભાર માનું છું. આઝાદી પછી આ દેશનું સૌથી મોટું આંદોલન હતું, જેનું પરિણામ આજે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચૂકાદા સાથે આવ્યું છે.

Nov 9, 2019, 08:15 PM IST

સુપ્રીમ કોર્ટનો ચૂકાદો વિવિધતામાં એક્તાનું દર્શન કરાવે છે : પીએમ મોદી

આજે 9 નવેમ્બરના રોજ કરતારપુર સાહિબ કોરિડોરની શરૂઆત થઈ છે. જેમાં ભારત અને પાકિસ્તાનનો સહયોગ રહ્યો છે. આજે અયોધ્યાના ચૂકાદાની સાથે જ 9 નવેમ્બરની આ તારીખ આપણને સાથે મળીને આગળ વધવાનો બોધપાઠ આપે છે. 

Nov 9, 2019, 06:02 PM IST

રામ જન્મભૂમિ વિવાદિત મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો કેવી રીતે છે ઐતિહાસિક ?

1885થી વિવાદિત જગ્યાની માલિકી સમાયંતરે બદલાતી રહી છે અને આ માલિકી હક્કના આધારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.

Nov 9, 2019, 05:14 PM IST

ASIના પૂર્વ અધિકારીએ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાબતે વ્યક્ત કરી ખુશી

સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, ASIના ખોદકામમાં 21મી સદીમાં મંદિરના પુરાવા મળ્યા છે. આ પુરાવાને નજરઅંદાજ કરી શકાય નહીં. ખોદકામમાં ઈસ્લામિક સ્થાપત્યના પુરાવા મળ્યા નથી. 

Nov 9, 2019, 04:57 PM IST

Ayodhya Verdict : ચૂકાદો આપનારા 5 ન્યાયાધિશોને રંજન ગોગોઈ આજે આપશે ડિનર

આ પાંચ ન્યાયાધિશની બેન્ચે આજે દેશના અત્યંત સંવેદનશીલ અને ઐતિહાસિક રામ જન્મભૂમિ જમીન વિવાદ બાબતે પોતાનો ચૂકાદો આપ્યો છે.
 

Nov 9, 2019, 04:32 PM IST

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદા અંગે શું કહ્યું અસદુદ્દીન ઓવૈસીએ?

સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં શનિવારે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું કે, અયોધ્યામાં વિવાદિત જમીન પર રામ મંદિર બનશે અને મુસ્લિમ પક્ષને મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન અલગથી આપવામાં આવશે. 
 

Nov 9, 2019, 03:48 PM IST

પીએમ મોદીની અપીલઃ અયોધ્યા કેસ ચૂકાદો કોઈની હાર-જીતનો નહીં હોય, શાંતિ જાળવી રાખશો

વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરતા જણાવ્યું કે, "અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો જે કોઈ ચુકાદો આવશે તે કોઈની હાર-જીતનો નહીં હોય. દેશવાસીઓને મારી અપીલ છે કે, આપણા સૌની એ પ્રાથમિક્તા રહે કે આ ચૂકાદો દેશની શાંતિ, એક્તા અને સદભાવનાની મહાન પરંપરાને વધુ શક્તિ આપે."

Nov 8, 2019, 11:47 PM IST

Ayodhya Case : ઉત્તર પ્રદેશમાં તમામ સ્કૂલ-કોલેજ સોમવાર સુધી રહેશે બંધ

આ અગાઉ, આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે કાયદો-વ્યવસ્થા મુદ્દે ચર્ચા કરી હતી. મુખ્ય ન્યાયાધિશે ડીજીપી અને મુખ્ય સચિવને સુરક્ષા મુદ્દે વધારાની જરૂરિયાતો અંગે પુછ્યું હતું. 

Nov 8, 2019, 10:39 PM IST

Ayodhya Case Timeline : જાણો મસ્જિદ નિર્માણથી સુનાવણી પૂર્ણ થવા સુધીનો સંપૂર્ણ ઘટનાક્રમ

ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા અયોધ્યા-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસ અંગે શનિવારે સવારે 10.30 કલાકે ચૂકાદો સંભળાવામાં આવશે. બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી.
 

Nov 8, 2019, 10:17 PM IST

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 કલાકે સંભળાવશે ચૂકાદો

ઉલ્લેખનીય છે કે, ભારતના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં બનેલી પાંચ ન્યાયાધિશોની બંધારણીય બેન્ચ દ્વારા અયોધ્યા-બાબરમી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી હાથ કરવામાં આવી હતી. બેન્ચ દ્વારા વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદા સામે કરવામાં આવેલી અપીલોની સુનાવણી હાથ ધરાઈ હતી. અલાહાબાદ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં 2.77 એકર વિવાદિત જમીનના ત્રણ ભાગ પાડીને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને આપવામાં આવી હતી.

Nov 8, 2019, 09:31 PM IST

ભવિષ્ય માટે એનઆરસી ખુબ જરૂરીઃ ચીફ જસ્ટિસ રંજજ ગોગોઈ

દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ કહ્યું કે, આપણે એનઆરસીના દસ્તાવેજના માધ્યમથી ભવિષ્યમાં થયેલા દાવા પર નિર્ણય લઈ શકીએ છીએ. 
 

Nov 3, 2019, 10:25 PM IST
Chief Justice Recommends To Centre Justice Bobde As Successor: Sources PT2M22S

અરવિંદ બોબડે બનશે સુપ્રીમ કોર્ટના આગામી ચીફ જસ્ટિસ

સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Ranjan Gogoi)એ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (Sharad Arvind Bobde)ને આગામી CJI બનાવવાની ભલામણ કાયદા મંત્રાલયને મોકલી છે. CJIની નિયુક્તિનો અધિકૃત આદેશ રાષ્ટ્રપતિ ભવનમાંથી અપાય છે. પ્રક્રિયા મુજબ વર્તમાન સીજેઆઈ જ આગામી સીજેઆઈ માટે ભલામણ કરી શકે છે. અત્રે જણાવવાનું કે જસ્ટિસ ગોગોઈ 17 નવેમ્બરના રોજ રિટાયર થઈ રહ્યાં છે. જસ્ટિસ બોબડે 18 નવેમ્બરથી નવા CJI બનશે. તેમનો કાર્યકાળ 23 એપ્રિલ 2021 સુધીનો રહેશે.

Oct 18, 2019, 03:15 PM IST

રંજન ગોગોઈ બાદ આ ન્યાયમૂર્તિ બનશે આગામી CJI, કાયદા મંત્રાલયને કરાઈ ભલામણ 

સુપ્રીમ કોર્ટ(Supreme Court)ના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ (Ranjan Gogoi)એ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (Sharad Arvind Bobde)ને આગામી CJI બનાવવાની ભલામણ કાયદા મંત્રાલયને મોકલી છે.

Oct 18, 2019, 11:36 AM IST