સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન મામલે કેન્દ્રને આપી રાહત

ભારતીય સેના (Indian Army) માં મહિલા ઓફિસરોના સ્થાયી કમિશન મામલે સુપ્રીમ કોર્ટે આજે પોતાના ચુકાદાના અનુપાલન માટે કેન્દ્ર સરકારને વધુ એક મહિનાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court)  સરકારને પોતાના નિર્દેશોનું પૂર્ણ અનુપાલન સુનિશ્ચિત કરવા માટે  કહ્યું છે. 

Jul 7, 2020, 02:57 PM IST

રથયાત્રા વિવાદઃ સરકારે સંપૂર્ણ મદદ કરી, મારે કોઈ વ્યક્તિ સામે નારાજગી નથીઃ દિલીપદાસજી

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યુ કે, અમદાવાદમાં રથયાત્રા નિકળે તે માટે હાઈકોર્ટમાં એફિડેવિડ કરી હતી. પરંતુ કોર્ટમાંથી મંજૂર ન મળી. મારૂ એટલું જ કહેવું છે કે ચુકાદો વહેલો આવ્યો હોત તો અમે સુપ્રીમમાં મંજૂરી લેવા જઈ શકત. 
 

Jun 25, 2020, 03:57 PM IST

CBSEની ધોરણ-10ની પરીક્ષા રદ્દ, 12માં ધોરણના વિદ્યાર્થીઓને મળશે વિકલ્પ

CBSE 10th 12th exam cancelled: સીબીએસઈએ ધોરણ 10 અને 12ની બાકી બચેલી પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડે સુપ્રીમ કોર્ટમાં આ વિશે માહિતી આપી છે. 

Jun 25, 2020, 03:15 PM IST

પુરી રથયાત્રાને સુપ્રીમ કોર્ટે મંજુરી આપી, લોકોનાં સ્વાસ્થ અંગે કહી મોટી વાત

સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીમાં 23 જૂને યોજાનારી રથયાત્રાને કોરોના મહામારીના કારણે 18 જૂને જ પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે ટોપની કોર્ટનાં આ નિર્ણયની વિરુદ્ધ અનેક પુનર્વિચાર અરજી દાખલ થઇ ગઇ અને કોર્ટથી પોતાનાં પૂર્વનાં આદેશ પર સ્ટે મુકી દીધો છે. પુનર્વિચાર અરજી પર સુનવી કરતા ચીફ જસ્ટિસ એસએસ બોબડેનાં નેતૃત્વમાં 3 જજોની બેન્ચે આઝે રથયાત્રા માટેની મંજૂરી આપી દીધી છે. કોર્ટમાં કેન્દ્ર સરકારે પણ રથયાત્રાનુ સમર્થન કર્યુ.

Jun 22, 2020, 04:51 PM IST

ભગવાન જગન્નાથને રથ યાત્રા મામલે SC પહોંચી કેન્દ્ર સરકાર, આપી આ સલાહ

ભગવાન જગન્નાથની રથયાત્રા પર રોક લગાવવાના આદેશમાં ફેરફારની માંગની અરજીની સુનાવણી ચીફ જસ્ટિસની ત્રણ જજોની બેંચ આજે સોમવારે કરશે. રથયાત્રા પર રોક લગાવવાનો આદેશ 18 જૂનના રોજ ચીફ જસ્ટિસની ત્રણ જજોની બેંચએ આપ્યો હતો.

Jun 22, 2020, 03:02 PM IST

પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

ઓડિશાના જગન્નાથ પુરી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે. કોરોનાકાળમાં રથયાત્રાની મંજૂરી નથી. આ યાત્રા 23 જૂનના રોજ નીકળવાની હતી. લગભગ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી. 

Jun 18, 2020, 01:18 PM IST

કોરોનાના દર્દીઓ સાથે જાનવર કરતા ખરાબ વર્તાવ, ડેડબોડી સાથે રહેવા મજબૂર: સુપ્રીમ કોર્ટ

કોવિડ 19ના દર્દીઓને યોગ્ય સારવાર અને બીમારીથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને હોસ્પિટલોમાં ગરિમાપૂર્ણ રીતે રાખવાના મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ.

Jun 12, 2020, 03:02 PM IST

Lockdown દરમિયાન શ્રમિકોને પૂરી સેલરી ચૂકવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે જાણો શું કહ્યું?

લોકડાઉન (Lockdown) દરમિયાન ખાનગી કંપનીઓ અને ફેક્ટરીઓના કર્મચારીઓને પૂરેપૂરું વેતન આપવાના સરકારી આદેશ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં આજે સુનાવણી થઈ. લોકડાઉન દરમિયાન શ્રમિકોને મજૂરી આપવામાં નિષ્ફળ ગયેલી ખાનગી કંપનીઓ, ઉદ્યોગો વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી થશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારના શ્રમ વિભાગ વેતન ચૂકવણી મુદ્દે કર્મચારીઓ અને કંપનીઓ વચ્ચે વાતચીત કરાવે. મજૂરોને 54 દિવસના લોકડાઉનની મજૂરીની ચૂકવણી અંગે વાતચીત કરવી પડશે. ઉદ્યોગો અને મજૂર સંગઠન સમાધાનની કોશિશ કરે. 

Jun 12, 2020, 12:23 PM IST

એક દેશના બે નામ કેમ? India ના બદલે ફક્ત ભારત નામ હોય, SCમાં અરજી

અરજીકર્તાનું કહેવું છે કે ઇન્ડીયા શબ્દથી અંગ્રેજોની ગુલામી દેખાય છે જે ભારતની ગુલામીની નિશાની છે. એટલા માટે આ ઇન્ડીયા શબ્દના બદલે ભારત અથવા હિંદુસ્તાનનો ઉપયોગ કરવો જોઇએ.

Jun 2, 2020, 12:39 PM IST

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય રાજ્ય સરકાર આપશે શ્રમિકોનું ભાડું અને ભોજન

સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે પ્રવાસી મજૂરોના મુદ્દા પર સુનાવણી થઈ હતી. સરકાર તરફથી આ દરમિયાન કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, અત્યાર સુધી 91 લાખ મજૂરોને શિફ્ટ કરવામાં આવ્યા છે. 

May 28, 2020, 03:27 PM IST

પ્રવાસી મજૂરોની દુર્દશા મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે માંગ્યો જવાબ

કોરોના વાયરસ (Coronavirus) ના કારણે દેશભરમાં સૌથી વધુ સમસ્યા પ્રવાસી મજૂરો (Migrant Workers) એ ઉઠાવવી પડી છે. કોરોના લોકડાઉને (Lockdown)તેમને રસ્તાઓ પર લાવીને મૂકી દીધા છે. રોજગારી છીનવાઈ જવાના કારણે હજારોની સંખ્યામાં શ્રમિકો પગપાળા ઘરે જવા માટે મજબુર છે. જેના કારણે અનેક શ્રમિકોએ પોતાના જીવ સુદ્ધા ગુમાવવા પડ્યા છે. આવામાં સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરો સંબંધિત એક અરજીને ગંભીરતાથી લેતા કેન્દ્ર સહિત તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે. 

May 27, 2020, 03:42 PM IST

ઔરંગાબાદ ટ્રેન અકસ્માત: સુપ્રીમે કહ્યું-કોઈ રેલવેના પાટા પર સૂઈ જાય તો તેને કેવી રીતે રોકી શકાય?

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં રેલવે લાઈન પર અકસ્માતનો શિકાર થયેલા પ્રવાસી મજૂરોના મામલે સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે તેઓ રેલવેના પાટા પર સૂઈ જાય તો કોઈ તેમને કેવી રીતે રોકી શકે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારો ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી રહી છે. પરંતુ લોકો ગુસ્સામાં પગપાળા જ નીકળી રહ્યાં છે. રાહ જોતા નથી. આવામાં શું થઈ શકે. સરકારો ફક્તે તેમને પગપાળા ન નીકળવા માટે રિક્વેસ્ટ કરી શકે છે. તેમના પર બળપ્રયોગ પણ થઈ શકે નહીં. 

May 15, 2020, 02:50 PM IST

સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું, 'સત્ય પરેશાન થઇ શકે, પણ પરાજિત નહી'

'સત્યમેવ જયતે'ના સ્લોગન સાથે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો સહયોગ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

May 15, 2020, 01:32 PM IST

સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચૂકાદા પર આપ્યો સ્ટે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મળી રાહત

ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાના હાઇકોર્ટના નિર્ણય મામલે રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

May 15, 2020, 01:07 PM IST

Coronavirus: સુપ્રીમ કોર્ટમાં નવા ડ્રેસ કોડ બહાર પાડવામાં આવશે, ઉનાળાની લાંબી રજાઓમાં કટ

કોરોના વાયરસ (Coronavirus) સંકટની વચ્ચે સુપ્રીમ કોર્ટે આ વખતે ગરમીની લાંબી રજાઓ ઘટાડી છે. સુપ્રીમ કોર્ટના જજોએ તેમની ભલામણ અરજીઓ ચીફ જસ્ટિસ એસએ બોબડેને સોપી હતી. તેમાં 7 અઠવાડીયાની ગરમીની રજાને ઓછી કરી 2 અઠવાડીયા કરવા અને બાકી રજાઓને આગળ માટે પેન્ડિંગ રાખવાની ભલામણ સામેલ છે.

May 13, 2020, 03:15 PM IST

ભુપેન્દ્રસિંહને સ્ટે આપવાનો હાઇકોર્ટનો ઇન્કાર, સુપ્રીમમાં જવાની તૈયારી અંગે ટ્વીટ કરીને માહિતી આપી

ગુજરાતના શિક્ષણ મંત્રી અને ધોળકા વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આજે હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો હતો. હાઇકોર્ટ દ્વારા ધોળકા વિસ્તારની ચૂંટણી રદ્દ કરવામાં આવી હતી. જો કે સમગ્ર દિવસ દરમિયાન ચાલેલા નાટકીય ઘટના ક્રમના અંતે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, તેમને હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો છે. જો કે હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં આ કેસને પડકારશે. આ માટે તેમણે દિવસભર હાઇકોર્ટનાં કેસ લડેડા વકીલ અને સુપ્રીમ કોર્ટનાં કેસ લડનારા વકીલો સાથે બેઠક કરી હતી.

May 13, 2020, 12:06 AM IST

PM મોદીના વખાણ કરવા અંગે SCના વકીલોમાં ભડકો, હવે SCBA અધ્યક્ષને હટાવવાની માંગ

સુપ્રીમ કોર્ટનાં એક જજ દ્વારા વડાપ્રધાન મોદીનાં વખાણ કરવા અંગે સુપ્રીમ કોર્ટનાં વકીલોમાં ધમાસાણ મચી ગયું છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનાં સચિવ અશોક અરોડાએ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનાં અધ્યક્ષ પદેથી સીનિયર એડ્વોકેટ દુષ્યંત દવેને હટાવવા માટે 11 મેના રોજ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની સામાન્ય સભાની બેઠક બોલાવાઇ છે. આ સામાન્ય સભાની બેઠક કોરોના લોકડાઉન દરમિયાન વેબ સેશન દ્વારા થશે.

May 7, 2020, 10:46 PM IST

પ્રાઇવેટ લેબમાં ફ્રીમાં કરી શકશો કોરોનાનો ટેસ્ટ? SC એ બદલ્યો જૂનો ઓર્ડર

સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ પ્રાઇવેટ લેબામાં મફત કોરોના ટેસ્ટના આદેશમાં ફેરફાર કર્યો છે. કોર્ટે કહ્યું કે લેબ તેમની પાસેથી 4500 રૂપિયા સુધી લઇ શકે છે, જે ચૂકવવામાં સમક્ષ છે

Apr 13, 2020, 08:45 PM IST

Covid-19: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, સરકારી હોય કે ખાનગી લેબ, ફ્રીમાં થશે કોરોના વાયરસની તપાસ

વકીલ શશાંક દેવ સુધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ખાનગી સંસ્થાઓ દ્વારા કોરોના પરીક્ષણ માટે વધુમાં વધુ 4500 રૂપિયા નક્કી કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની સલાહને પડકારવામાં આવી હતી.

Apr 8, 2020, 08:08 PM IST

કોરોના: મજૂરોના પલાયન મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું-'અમે સરકારના કામમાં હસ્તક્ષેપ નહીં કરીએ'

લોકડાઉન દરમિયાન બીજા રાજ્યોમાંથી પોતાના માદરે વતન પલાયન કરનારા મજૂરોને આર્થિક મદદ આપવા અને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવાની અરજી પર સુનાવણી કરતા કોર્ટે સરકારના કામમાં હસ્તક્ષેપ કરવાની ના પાડી દીધી છે. ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું હાલના કામમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં. મહામારી સમયે સરકારે તેનું કામ કરવા દેવું જોઈએ. 

Apr 7, 2020, 03:03 PM IST