VIDEO મુંબઈ: રેલવે સ્ટેશન પર મહિલાઓને KISS કરીને ભાગી જનારો પકડાયો, થયા ચોંકાવનારા ખુલાસા
મહિલા સુરક્ષાના દાવા કરતી ઠાકરે સરકાર અને મુંબઈ (Mumbai) પોલીસના દાવા કેટલા પોકળ છે તેનું તાજુ ઉદાહરણ માટુંગા રેલવે સ્ટેશન પર જોવા મળ્યું. અહીં એક સિરિયલ કિસર ફૂટ ઓવરબ્રિજથી પસાર થતી મહિલાઓ અને યુવતીઓને તક જોઈને તેમની છેડતી કરી ફરાર થઈ જતો હતો.
Trending Photos
મુંબઈ: મહિલા સુરક્ષાના દાવા કરતી ઠાકરે સરકાર અને મુંબઈ (Mumbai) પોલીસના દાવા કેટલા પોકળ છે તેનું તાજુ ઉદાહરણ માટુંગા રેલવે સ્ટેશન પર જોવા મળ્યું. અહીં એક સિરિયલ કિસર ફૂટ ઓવરબ્રિજથી પસાર થતી મહિલાઓ અને યુવતીઓને તક જોઈને તેમની છેડતી કરી ફરાર થઈ જતો હતો.
ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા કેટલાય દિવસથી આ યુવક આ રીતની હરકતોને અંજામ આપતો હતો પરંતુ માત્ર એક કિલોમીટર દૂર બેઠેલી માટુંગા રેલવે પોલીસને તેની ગંધ સુદ્ધા ન આવી. ગુરુવારે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી અને આરોપીની ધરપકડ કરવાની ઘટનામાં તપાસમાં લાગી.
શું છે વીડિયોમાં?
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે માટુંગા રેલવે સ્ટેશનના એક ફૂટ ઓવરબ્રિજ પર મોડી સાંજે યુવતી પસાર થઈ રહી છે. અચાનક તેની પાછળ કોઈ યુવક આવે છે અને તેને કિસ કરીને ભાગે છે. આ ઘટના 25 જાન્યુઆરીની છે અને છોકરીએ ઘરે જઈને પરિવારને આ અંગે જાણ કરી હતી.
જુઓ ચોંકાવનારો VIDEO...
ડઝન જેટલી છોકરીઓ સાથે કરી આવી હરકત
26 જાન્યુઆરીએ દાદર જીઆરપીમાં અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ થઈ. રેલવે પોલીસે આરોપીને એન્ટોપ હિલથી પકડ્યો. આરોપીનું નામ હબીબુર ખાન છે. તેના પર અનેક ચોરીના ગુના પણ નોંધાયેલા છે. માટુંગા રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું કે આ અગાઉ પણ તે અનેક મહિલાઓ અને છોકરીઓ સાથે આ રીતે છેડતી કરી ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે