UP માં શિફ્ટ થશે બોલીવુડ? CM યોગી આદિત્યનાથે રજુ કર્યો પ્રસ્તાવ 

ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીને લઈને ઉદ્યોગપતિઓ અને ફિલ્મ જગતના લોકો સાથે વાતચીત કરવા સીએમ યોગી આદિત્યનાથ મુંબઈના પ્રવાસે છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોએ સરકાર સાથે મળીને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી નિર્માણમાં પોતાની ભાગીદારી કરવી જોઈએ. આ સરકારી પ્રોજેક્ટ બનીને ન રહેવો જોઈએ. 
UP માં શિફ્ટ થશે બોલીવુડ? CM યોગી આદિત્યનાથે રજુ કર્યો પ્રસ્તાવ 

મુંબઈ: ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીને લઈને ઉદ્યોગપતિઓ અને ફિલ્મ જગતના લોકો સાથે વાતચીત કરવા સીએમ યોગી આદિત્યનાથ મુંબઈના પ્રવાસે છે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોએ સરકાર સાથે મળીને ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટી નિર્માણમાં પોતાની ભાગીદારી કરવી જોઈએ. આ સરકારી પ્રોજેક્ટ બનીને ન રહેવો જોઈએ. 

નોઈડામાં બનવા જઈ રહી છે ફિલ્મ સિટી
કાર્યક્રમ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં વર્લ્ડ ક્લાસ ફિલ્મ સિટીની શરૂઆત થઈ રહી છે. નોઈડા પાસે યમુના ઓથોરિટીમાં જે જગ્યા ફિલ્મ સિટી માટે પસંદ કરાઈ છે તે ઝેવર એરપોર્ટથી માત્ર 6 કિમી દૂર છે. આ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ હશે. આ જગ્યાએથી દર અડધા કલાકે દેશની રાજધાની દિલ્હી, અડધા કલાકમાં મથુરા અને 45 મિનિટમાં આગ્રા  પહોંચી શકાય છે. 

છેલ્લા 3 વર્ષમાં યુપીમાં થયું 3 લાખ કરોડનું રોકાણ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે છેલ્લા 3 વર્ષમાં યુપીમાં રોકાણમાં વધારો થયો છે. જો આંકડા જોઈએ તો ત્રણ વર્ષમાં 3 લાખ કરોડનું રોકાણ યુપીમાં થયું છે. હજુ અમે ફિલ્મ સિટી બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છીએ. પરંતુ જલદી ઝેવરમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક અને ઈલેક્ટ્રોનિક સિટી બનાવવાનું કામ પણ શરૂ કરાશે. ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન યુએસ ડોલરની બનાવીશું. 

યુપીમાં પહેલીવા મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડ બહાર પડ્યા
સીએમ યોગીએ કહ્યું કે હું ઉત્તર પ્રદેશની જનતાની સુવિધાઓ વધારવા માટે અહીં આવ્યો છું. આજે  અહીં BSEમાં ઉત્તર ભારતની પહેલી મ્યુનિસિપલ કોર્પોરેશન, લખનઉ નગર નિગમના મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે. આ અમારા માટે ઐતિહાસિક આયોજન છે. હું યુપીનો પહેલો સીએમ છું જે ઉત્તર ભારતના કોઈ મ્યુનિસિપલ ઓર્ગેનાઈઝેશન બોન્ડ બહાર પાડવા આવ્યો છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news