કોરોનાકાળમાં લગ્ન, દુલ્હા-દુલ્હને 2 ગજની દૂરીનું અંતર જાળવી ડંડાના સહારે પહેરાવી જયમાળા
Trending Photos
ઈશ્તિયાક ખાન/દાનાપુર: ઉનાળામાં લોકોએ એમ કહીને લગ્ન ટળી દીધા કે કદાચ શિયાળા સુધીમાં કોરોના જતો રહેશે. પરંતુ હવે તો ઠંડીની સીઝનમાં પણ કોરોનાનો કેર ચાલુ છે. આવામાં લોકો ક્યાં સુધી રાહ જોઈને બેસે. લોકોને ખબર છે કે જો સાવધાની રાખવામાં આવે તો કોરોના કશું કરી શકતો નથી. સાવધાનીથી લગ્ન કરવાનો એક કિસ્સો બિહારના પટણાના દાનાપુરમાં જોવા મળ્યો.
કોરોનાને લઈને એવી જ કેટલીક સાવધાની સાથે મંગળવારે લગ્નના સમારોહનું આયોજન થયું. આ સાવધાની લોકો માટે પ્રેરણાદાયક બની ગઈ. આખા લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું. જાનૈયાઓ અને પરિજનો ઉપરાંત દુલ્હા-દુલ્હને પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન કર્યું.
એટલે સુધી કે વરમાળા વખતે પણ દુલ્હા-દુલ્હન વચ્ચે દો ગજની દૂરી હતી. બંનેએ માસ્ક પહેરીને એકબીજાને ડંડાના સહારે વરમાળા પહેરાવી. વરમાળા માટે ડંડો પણ પહેલેથી તૈયાર કરવામાં આવ્યો હતો. તેને આકર્ષક રીતે સજાવવામાં આવ્યો હતો. જેણે પણ આ જોયું તે વખાણ કરતા થાકતા નહતા.
વાત જાણે એમ છે કે પટણાના દાનાપુરમાં આ પ્રેરણાદાયક લગ્ન થયા. જાનૈયાઓ અને પરિજનોએ કોરોના પ્રોટોકોલનું પાલન એકદમ શિદ્દતથી કર્યું. તમામે માસ્ક પહેરી રાખ્યા. એકબીજાથી અંતર જાળવી રાખ્યું. ડાન્સ વખતે પણ એકબીજાને પકડવાની કે ખેંચવાની જરાય કોશિશ કરી નહીં. ડીજે ઉપર પણ વારંવાર કોરોના પ્રોટોકોલ પ્રત્યે જાગૃત કરવામાં આવતા તા. જ્યારે જાન પહોંચી તો તેનું સ્વાગત પણ એવા અંદાજમાં કરવામાં આવ્યું કે જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય. ખાણી પીણીના સ્ટોલ ઉપર પણ કોરોનાથી જાગરૂકતાવાળા સંદેશ જોવા મળ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે