32 વર્ષ સુધી પત્નીની અસ્થિઓની પૂજા કરી, અંતે પતિના અંતિમસંસ્કારમાં સાથે રખાઈ પત્નીની અસ્થિઓ!

Love story: 32 વર્ષ સુધી પત્નીના અસ્થિકળશની પતિએ પુજા કરી. અંતે મર્યા બાદ પણ પતિના અંતિમ સંસ્કારમાં સાથે જ રખાયો પત્નીની અસ્થિઓનો કળશ.

32 વર્ષ સુધી પત્નીની અસ્થિઓની પૂજા કરી, અંતે પતિના અંતિમસંસ્કારમાં સાથે રખાઈ પત્નીની અસ્થિઓ!

Valentine Day Special: આપણે બધાએ હીર રાંઝા, રોમિયો જુલિયટ, લૈલા-મજનૂની લવ સ્ટોરી સાંભળી છે. પરંતુ બિહારના સ્વર્ગસ્થ ભોલાનાથ આલોકની લવસ્ટોરી પણ આનાથી સહેજ પણ કમ નથી. પત્નીના પ્રેમમાં આ પ્રેમી પતિ ભોલાનાથે શું કર્યું છે તે જાણીને તમને પણ અચરજ થશે. વયોવૃદ્ધ સાહિત્યકાર ભોલાનાથ આલોકએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેમના મૃત્યુના દિવસે તેમની પત્નીની અસ્થિ તેમના મૃતદેહ પર કલશ રાખીને અગ્નિસંસ્કાર કરવામાં આવે. જેથી તેમનો પ્રેમ અમર રહે.

ભોલાનાથની ઈચ્છા પ્રમાણે થયું. જ્યારે 24 જૂન 2022ના રોજ ભોલાનાથનું અવસાન થયું ત્યારે તેમની ઈચ્છા પૂરી થઈ. તેમના જમાઈ અશોક સિંહે તેમની ઈચ્છા પૂરી કરી.પૂર્ણિયાના 90 વર્ષીય સાહિત્યકાર ભોલાનાથ આલોકની પત્ની પદ્મા રાનીનું 25 મે, 1990ના રોજ અવસાન થયું હતું. આ પછી 32 વર્ષ સુધી ભોલાનાથે તેમના પ્રેમની નિશાની તરીકે સિપાહી ટોલા સ્થિત તેમના ઘરે આંબાના ઝાડ પર તેમની પત્નીનો કલશ લટકાવ્યો. તે દરરોજ તેની પત્નીના કલશ પર ગુલાબનું ફૂલ અર્પણ કરતા અને અગરબત્તી કરીને 2 હાથ જોડી પ્રણામ કરતા હતા.

ભોલાનાથ આલોક કહેતા હતા કે જ્યારે તેમની પત્નીનું અવસાન થયું ત્યારે તેમણે લેખિત સંકલ્પ લીધો હતો કે તેમના મૃત્યુના દિવસે પત્નીના અસ્થિ કળશ એમની છાતી પર મૂકીને તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવશે, જેથી તેમનો પ્રેમ અમર રહે. ભોલાનાથ આલોકના જમાઈ અશોક સિંહ જણાવે છે કે આજે લોકોમાં કેવો પ્રેમ અને સમર્પણ છે. મારા સસરાનો તેમની પત્ની (સાસુ) પ્રત્યેનો પ્રેમ અને સમર્પણ આપણને એક પાઠ ભણાવે છે. પત્નીના મૃત્યુ સુધી તેઓ અસ્થિ કલશની પૂજા કરતા રહ્યા. તેમના મૃત્યુ પછી તેમની ઈચ્છા પૂરી થઈ.

અશોક કહે છે કે દુનિયાની નજરમાં ભલે બાબુજીના મૃત્યુ સાથે બંનેની લવસ્ટોરીનો અંત આવી ગયો. પરંતુ સાચું કહું તો આ લવ સ્ટોરીમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. બાબુજીના મૃત્યુ પછી, અમે તેમના અને સાસુમાના અસ્થિકળશ ભેળવીને એ જ આંબાના ઝાડ પર બાંધ્યા જ્યાં બાબુજીએ માતાના અસ્થિઓ રાખ્યા હતા. બાબુજી હવે આ દુનિયામાં નથી, પરંતુ બાબુજીની એ પરંપરા અમે જાળવી રાખી છે. ઘરના તમામ સભ્યો આ સ્થાન પર પૂજા કર્યા પછી જ ઘરમાં આવે છે અથવા બહાર જાય છે. હાડકાંની પોટલી જોઈને અમને લાગે છે કે તેઓ અમારી સાથે છે અને આ પવિત્ર પ્રેમકથા ફરીથી લખાઈ રહી છે. જ્યારે પણ પ્રેમની આ મોસમ આવશે ત્યારે 'પદ્મા અને ભોલાનાથ'ની વાર્તા ચર્ચામાં આવી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news