ખોવાઇ કે ફાટી ગઇ છે તમારી ધોરણ 10-12 ની માર્કશીટ? તો ઘરે બેઠા આ રીતે મંગાવો ડુપ્લીકેટ માર્કશીટ

ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે એટલે કે GSEBએ ધોરણ 10ના વર્ષ 1952 થી વર્ષ 2020 અને ધોરણ 12 ના વર્ષ 1976 થી વર્ષ 2019 સુધીના તમામ પરિણામના રેકોર્ડ્સ એકઠા કરેલા છે. લોકોના હિત માટે લાખો વિદ્યાર્થીઓના પરિણામોનું આ રેકોર્ડ ડિજીટલાઇઝેશન કરવામાં આવ્યું છે. માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા GSEB SSC and HSC Duplicate Marksheet Download Online પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 

ખોવાઇ કે ફાટી ગઇ છે તમારી ધોરણ 10-12 ની માર્કશીટ? તો ઘરે બેઠા આ રીતે મંગાવો ડુપ્લીકેટ માર્કશીટ

નવી દિલ્હીઃ તમે જાણતા જ હશો ધોરણ 10 અને 12નની માર્કશીટનું મહત્વ.. હાલમાં ગમે ત્યાં સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ જોબ હોય બધે જ ધોરણ 10 12ની માર્કશીટ માંગવામાં આવે છે. શું તમારી ધોરણ 10 કે 12ની માર્કશીટ ખોવાઇ ગઇ છે અથવા તો ફાટી ગઇ છે. તો બીલકુલ ગભરાશો નહી.. તમે ઓનલાઇન ડુપ્લિકેટ માર્કશીટ મેળવી શકો છો.. અને પણ ઘરે બેઠા.. બસ ઓનલાઇન વિગતો ભરવાની છે અને તમારા ઘરે પહોંચી જશે ડુપ્લીકેટ માર્કશીટ.. આજે GSEB SSC and HSC Duplicate Marksheet Download વિષય પર વિગતવાર ચર્ચા કરીશું.

ઘરે બેઠા ઓનલાઇન ડુપ્લિકેટ માર્કશીટ મેળવી શકો છો:
ધોરણ 10ની - વર્ષ 1952 થી વર્ષ 2020 
ધોરણ 12ની  - વર્ષ 1976 થી વર્ષ 2019 
GSEBએ લાખો વિદ્યાર્થીઓના રિઝલ્ટનું કર્યુ ડિજીટલાઇઝેશન  
gsebeservice.com વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રક્રિયા 
https://www.gsebeservice.com/ વેબસાઇટ ખોલો
રજીસ્ટર કરવા માટે જરૂરી વિગતો અને મોબાઈલ નંબર નાખો
રજીસ્ટર મોબાઈલ પરનો OTP નાખી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરો 
Students Tab પર ક્લિક કરીને Online service ટેબ ખોલો 
જરૂરી ધોરણની ડુપ્લિકેટ માર્કશીટ શોધી તેના પર ક્લિક કરીને સબમિટ કરો 

ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે એટલે કે GSEBએ ધોરણ 10ના વર્ષ 1952 થી વર્ષ 2020 અને ધોરણ 12 ના વર્ષ 1976 થી વર્ષ 2019 સુધીના તમામ પરિણામના રેકોર્ડ્સ એકઠા કરેલા છે. લોકોના હિત માટે લાખો વિદ્યાર્થીઓના પરિણામોનું આ રેકોર્ડ ડિજીટલાઇઝેશન કરવામાં આવ્યું છે. માનનીય શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા GSEB SSC and HSC Duplicate Marksheet Download Online પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે જણાવ્યું હતું કે, ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની પ્રક્રિયા હવે ઓનલાઈન કરવામાં આવી છે. અને તમે gsebeservice.com વેબસાઈટ પરથી ઓનલાઈન પ્રક્રિયા કરી શકો છો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) પાસેથી ધોરણ 10 ની GSEB SSC ડુપ્લિકેટ માર્કશીટની વિનંતી કરવા માટે, તમારે નીચે દર્શાવેલ પગલાંને અનુસરવાની જરૂર પડશે.
સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં https://www.gsebeservice.com/ સાઇટ ખોલો.
આ પછી વેબસાઇટ પર રજીસ્ટર કરવા માટે જરૂરી વિગત અને મોબાઈલ નંબર ઉમેરો 
રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP ઉમેરીને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરો 
એ પછી વેબસાઇટમાં  મેનુ વિભાગમાં Students Tab પર ક્લિક કરીને તેમાં Online service ટેબ ખોલો 
આ પછી જો તમે જે ધોરણની ડુપ્લિકેટ માર્કશીટ મેળવવા માંગતા હોય તે શોધી તેના પર ક્લિક કરીને સબમિટ કરો 
આ રીતે ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરો.
ઉપરાંત આ પ્રક્રિયા માટે તમારે ડુપ્લિકેટ માર્કશીટ પ્રમાણપત્ર ફી રૂ. 50, સ્થળાંતર ફી રૂ. 100 અને સમકક્ષ પ્રમાણપત્ર ફી રૂ. 200 સ્પીડ-પોસ્ટ ચાર્જ રૂ. 50 ભરવો પડી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news