ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- 'સંકલ્પ થયો પૂરો, વર્ષોની આશા હતી રામ મંદિર'

'બધુ જ રામ છે અને રામમાં બધુ જ છે', આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)એ અયોધ્યા (Ayodhya)માં ભૂમિ પૂજન સમારોહ બાદ કહી હતી. રામ મંદિર ભૂમિ પૂજન (Ram Mandir Bhumi Poojan)ના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે તે તમામ લોકોનું સ્મર્ણ કર્યું જે રામ મંદિર આંદોલનનો ભાગ રહ્યાં છે. મોહન ભાગવતે આશા વ્યક્ત કરતા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનવાની સાથે જ તમામ લોકો તેમના મન મંદિરનું પણ નિર્માણ કરશે. તેમણે કહ્યું કે, આ ઉત્સવ પર સમગ્ર દેશમાં ખુશીની લહેર છે અને આ વર્ષોની આશા પુર્ણ થવાનો આનંદ છે.
ભૂમિ પૂજન પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- 'સંકલ્પ થયો પૂરો, વર્ષોની આશા હતી રામ મંદિર'

અયોધ્યા: 'બધુ જ રામ છે અને રામમાં બધુ જ છે', આ વાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવત (Mohan Bhagwat)એ અયોધ્યા (Ayodhya)માં ભૂમિ પૂજન સમારોહ બાદ કહી હતી. રામ મંદિર ભૂમિ પૂજન (Ram Mandir Bhumi Poojan)ના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે તે તમામ લોકોનું સ્મર્ણ કર્યું જે રામ મંદિર આંદોલનનો ભાગ રહ્યાં છે. મોહન ભાગવતે આશા વ્યક્ત કરતા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર બનવાની સાથે જ તમામ લોકો તેમના મન મંદિરનું પણ નિર્માણ કરશે. તેમણે કહ્યું કે, આ ઉત્સવ પર સમગ્ર દેશમાં ખુશીની લહેર છે અને આ વર્ષોની આશા પુર્ણ થવાનો આનંદ છે.

ભાગવતે વધુમાં કહ્યું કે, સૌથી મોટો આનંદ છે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જે આત્મવિશ્વાસની આવશ્યક્તા હતી, આજે તેની સદ્ગુણ અનુભૂતિની શરૂઆત છે. તેમની સ્થાપના છે, સમગ્ર વિશ્વમાં પોતાને અને પોતાને સમગ્ર વિશ્વને જોવાની ભારતના સંતોષને. જેનું કારણ તેના પ્રત્યેક વ્યક્તિના વ્યવહાર આજ પણ સમગ્ર વિશ્વમાં આજે પણ સૌથી વધારે સજ્જનતાનો વ્યવહાર હોય છે.

ભાગવતે કહ્યું કે, આ આનંદની ક્ષણ છે. એક સંકલ્પ લીધો હતો અને મને યાદ છે ત્યારે અમારા આરએસએસ સરસંઘના ચાલક બાલાસાહેબ દેવરાસજીએ તે પગલું ભરતા પહેલા અમને યાદ કરાવ્યું કે ખૂબ જ મહેનત કરવામાં 20-30 વર્ષ લાગે છે. ત્યારબાદ આ કામ થશે અને 30માં વર્ષના પ્રારંભમાં અમને સંકલ્પ પૂર્તિનો આનંદ મળી રહ્યો છે. પ્રયાસ કર્યા છે, ઘણા લોકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. તે અહીં સૂક્ષ્મ સ્વરૂપમાં હાજર છે. સીધા હાજર રહી શકાતા નથી.

મોહન ભાગવતે આ અવરસ પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani)નું પણ નામ લધી. તેમણે કહ્યું કે, અડવાણીજી પણ આજે તેમના ઘરમાં બેસીને આ કાર્યક્રમ જોઇ રહ્યાં હશે.

ભાગવતે કહ્યું કે, જેટલું બની શકે સૌ કોઇને સાથે લઇને ચાલવાની એક વિધિ જે બને છે, તેનું અધિષ્ઠાન આજે અહીં પર બની રહ્યું છે. પરમ વૈભવ સંપન્ન સૌનું કલ્યાણ કરનાર ભારત તેનું નિર્માણનો શુભારંભ આજે એવા વ્યવસ્થિત નેતૃત્વના હસ્તે કરાયું છે અને વધુ એક આનંદ છે. (ઇનપુટ: IANS)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news