આ રાજ્યમાં આજે વરસાદ લઇને એલર્ટ જાહેર, સ્કૂલ-કોલેજો બંધ, હવામાન વિભાગે જાહેર કરી ચેતાવણી

Weather Updates 12 November: હવામાન વિભાગ (IMD) એ આજે રા રાજ્યમાં મૂસળાધાર વરસાદની ચેતાવણી જાહેર કરતાં એલર્ટ  (IMD Alert for Rain) જાહેર કર્યું છે. જ્યારે બીજી તરફ પહાડો પર હિમવર્ષાથી હવામાનમાં ઠંડક વધી ગઇ છે. 

આ રાજ્યમાં આજે વરસાદ લઇને એલર્ટ જાહેર, સ્કૂલ-કોલેજો બંધ, હવામાન વિભાગે જાહેર કરી ચેતાવણી

Weather Forecast Today Update: દેશના કેટલાક રાજ્યોમાં એવું લાગે છે કે વરસાદનો દૌર ફરી એકવાર પરત ફરી આવ્યો છે. હવામાન વિજ્ઞાન વિભાગે (IMD) આજે તમિલનાડુમાં મૂસળાધાર વરસાદ  (Heavy Rainfall)  ની સંભાવના વ્યક્ત કરતાં એલર્ટ જાહેર કર્યું છે.  આ ઉપરાંત પહાડો પર હિમવર્ષા (Snowfall)  શરૂ થઇ ગઇ છે, જેના લીધે ઉંચાઇવાળા વિસ્તારોમાં પારો ગગડવા લાગ્યો છે. પહાડો પર હિમવર્ષાના લીધે દિલ્હીના હવામાન (Delhi Weather) માં સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. 

સ્કૂલ થઇ બંધ
દક્ષિણ ભારત (South India) ના આ મોટા રાજ્ય તમિલનાડુ (Tamil Nadu) માં આજે પુરા રાજ્યમાં ભારે વરસાદ ખૂબ જ ભારે વરસાદ પડવાની ચેતાવણી હોવાથી રાજ્યના ઓછામાં ઓછા 26 જિલ્લાએ રાજધાની ચેન્નઇ  (Chennai) સહિત સમગ્ર રાજ્યની સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી દીધી છે. તો બીજી તરફ તમિલનાડુ ઉપરાંત પોંડેચેરી, કરાઇકલ, રાયલસીમા, આંધ્ર પ્રદેશના દક્ષિણી તટીય વિસ્તારો, કેરલ અને માહેમાં 12 થી 13 નવેમ્બર વચ્ચે ભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે. 

આ કારણે પડી રહ્યો છે વરસાદ
દક્ષિણ પશ્નિમ બંગાળની ખાડી અને તમિલનાડુ તટથી દૂર પૂર્વોત્તર શ્રીલંકાની આસપાસના વિસ્તારોમાં દબાણનું ક્ષેત્ર સતત બની રહ્યું છે. જેનાલીધે ફરી એકવાર ભારે વરસાદનો દૌર જોવા મળી રહ્યો છે. એવામાં દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદથી લોકો માટે મુશ્કેલી પેદા કરી શકે છે. તેના લીધે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતાવણી જાહેર કરી છે. 

તટીય વિસ્તારોમાં એડવાઇઝરી જાહેર
આ દરમિયાન તમિલનાડુ અને આસપાસના માછીમારોને સલાહ આપવામાં આવી છે કે તે શુક્રવારે 12 નવેમ્બર દરમિયાન દક્ષિણી આંધ્ર પ્રદેશ તમિલનાડુ-પોડીચેરી-શ્રીલંકાના તટીય વિસ્તારો અને મન્નારની ખાડી અને આસપાસના કોમિરિન વિસ્તારોની સાથે સાથે બંગાળની દક્ષિણ-પશ્વિમ ખાડીમાં ન જાય. તો બીજી તરફ 13 અને 14 નવેમ્બર દરમિયાન દક્ષિણ પૂર્વ અને તેને અડીને આવેલા પૂર્વ મધ્ય અરબ સાગર અને કેરલ તટીય, લક્ષદ્રીપ ક્ષેત્ર, માલદીવના તટો પર માછીમારોને ન જવાની સલાહ આપવામાં આવી છે. 

દિલ્હીમાં કેવું રહેશે હવામાન
હવામન વિભાગે અનુસાર 12 નવેમ્બરના રોજ દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી અને મેક્સિમમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. IMD ના પૂર્વાનુમાન અનુસાર 16 નવેમ્બરથી દિલ્હીમાં ઝાકળ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news