CBI વિવાદ 3 મહિનાથી હતો તો પછી સરકારે રાતોરાત નિર્ણય કેમ લીધો: સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે આલોક વર્માની અરજી અંગે સુનવણી કરતા સરકાર અને તેની ઇચ્છાશક્તિ સામે સવાલો ઉઠાવ્યા હતા

CBI વિવાદ 3 મહિનાથી હતો તો પછી સરકારે રાતોરાત નિર્ણય કેમ લીધો: સુપ્રીમ

નવી દિલ્હી : સીબીઆઇમાં અધિકારીઓનાં વિવાદ મુદ્દે સુનવણી કરતા સુપ્રીમ કોર્ટે મોદી સરકારને આકરા સવાલો પુછ્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે, સીબીઆઇ વિરુદ્ધ સીબીઆઇ વિવાદમાં ટોપનાં બે અધિકારીઓ વચ્ચે એવી લડાઇ નહોતી જે રાતોરાત સામે આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કોઇ એવો મુદ્દો નહોતો જે સરકારને સિલેક્શન કમિટી સાથે વાતચીત કર્યા વગર જ સીબીઆઇ નિર્દેશકની શક્તિઓને તુરંત જ રદ્દ કરવાનો નિર્ણય લેવો પડે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનાં નિર્ણય વિરુદ્ધ આલોક વર્મા અને એનજીઓ કોમન કોકની અપીલ અંગે સુનવણી કરીને ચુકાદો અનામદ રાખી લીધો હતો. 

અગાઉ ગુરૂવારે અરજી અંગે સુનવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની નેતૃત્વની બેંચે કહ્યું કે, કેન્દ્ર પોતે માન્યું કે એવી સ્થિતી છેલ્લા 3 મહિનાથી પેદા થઇ રહી હતી. બેંચે કહ્યું કે, જોકેન્દ્ર સરકારે સીબીઆઇ ડાયરેક્ટરની શક્તિઓ પર પ્રતિબંધ લગાવતા પહેલા પસંદગી સમિતીની મંજુરી લેવાની હોય તો કાયદાનું યોગ્ય પાલન થતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સરકારની કાર્યવાહીની ભાવના સંસ્થાનાં હિતમાં હોવી જોઇએ. 

ચીફ જસ્ટિસે કહ્યું થોડા મહિના રાહ જોઇ લીધી હોત તો શું થાત ? 
ગુરૂવારે સીબીઆઇ વિવાદની સુનવણી કરવા માટે સુપ્રીમ કોર્ટનું કડક વલણ જોવા મળ્યું. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પુછ્યું કે, સરકારે 23 ઓક્ટોબરે સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માની શક્તિઓ નિરસ્ત કરવાનો નિર્ણય રાતોરાત શા માટે લીધો ? ચીફ જસ્ટિસે પુછ્યું કે, જ્યારે વર્મા થોડા મહિનાઓમાં રિટાયર થવાનાં હતા તો થોડા વધારે મહિનાઓની રાજ અને પસંદગી સમિતીઓની સલાહ કેમ લેવામાં ન આવી ?

તુષામ મહેતાએ કહ્યું કે, સીબીઆઇમાં જે પ્રકારની પરિસ્થિતી હતી, તેમાંસીવીસી મુકદર્શક બનીને બેસી રહે તે યોગ્ય નથી. એવું કરવું પોતાની ફરજને નજર અંદાજ કરવા જેવું હતું. બંન્ને અધિકારી એકબીજા ઉપર દરોડા પાડી રહ્યા હતા. કેટલાક અન્ય જવાબદારીઓની સાથે આ કેસમાં CVCની દલીલ પુર્ણ કરી લેવાઇ હતી. 

અગાઉ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ મહત્વની ટીપ્પણી કરતા કહ્યું કે, સીબીઆઇનાં બંન્ને અધિકારીઓ વચ્ચે ટક્કર શું રાતોરાત થઇ ગઇ જે પસંદગી કમિટીને મંજુરી વગર સરકારને આલોક વર્માને રજા પર મોકલવાનો નિર્ણય લેવો પડ્યો. શું તે યોગ્ય ન હોત કે એવું પગલું ઉઠાવતા પહેલા પસંદગી સમિતી સાથે સલાહ મંત્રણા કરવામાં આવે. સુનવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું કે, સીબીઆઇ ડાયરેક્ટરનાં કાર્યકાળને બે વર્ષ નિશ્ચિત કરવા પાછળનો હેતુ આ પદને સ્થાયીત્વ આપવાનો હતો. આલોક વર્માની દલીલ હતી કે તેમને રજા પર ઉતારી દેવાના નિર્ણય વિનીત નારાયણ કેસમાં સુપ્રીમ કોર્ટનાં ચુકાદાની વિરુદ્ધ છે અને આ ચુકાદો તેમની પસંદગી કરનારી પેનલની મંજુરીથી લેવામાં આવે છે. 

બીજી તરફ જસ્ટિસ સંજય કિશન કૌલે સીવીસીને પુછ્યું કે, જો અમે તે સ્વિકારી લઇએ કે તે સમયની પરિસ્થિતી અનુસાર સરકારની કાર્યવાહી જરૂરી હતી તો તમે પસંદગી સમિતીનો સંપર્ક કેમ ન કર્યો ? સીજેઆઇએ કહ્યું કે, આલોગ વર્માનું કહેવું છે કે તેમને તેમનાં અધિકારોથી દુર કરનારી કોઇ પણ કાર્યવાહી વિનીત નારાય કેસમાં અપાયેલા ચુકાદાને પ્રભાવિત કરે છે. સરકારને એવી કોઇ પણ કાર્યવાહી માટે પસંદગી સમિતીની પરવાનગી લેવી જોઇએ. 

અગાઉ બુધવારે સુનવણી દરમિયાન એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે, સીબીઆઇનાં બે મોટા અધિકારીઓ નિર્દેશક અને વિશેષ નિર્દેશક વચ્ચે આંતરિક વિખવાદ હતો. સમાચારો મીડિયામાં આવી રહ્યા હતા. જેના કારણે સીબીઆઇની છબી ધુંધળી થઇ રહી હતી. સીબીઆઇ જેવી એજન્સી પર લોકોનો વિશ્વાસ જળવાઇ રહે તે માટે વર્મા પાસેથી કામકાજ પરત લઇ લીધું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news