BJP National President: કોણ બનશે વિશ્વની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ? રેસમાં આ 3 દિગ્ગજ નેતાઓના નામ

BJP National President: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ ખતમ થઈ રહ્યો છે. આવામાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભાજપના આગામી અધ્યક્ષ કોણ હશે. આ રેસમાં અનેક નામ સામે આવ્યા છે. 

BJP National President: કોણ બનશે વિશ્વની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ? રેસમાં આ 3 દિગ્ગજ નેતાઓના નામ

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ ખતમ થઈ રહ્યો છે. આવામાં એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભાજપના આગામી અધ્યક્ષ કોણ હશે. આ રેસમાં અનેક નામ સામે આવ્યા છે. એવી અટકળો પણ થઈ રહી છે કે જેપી નડ્ડાનો કાર્યકાળ એકવાર ફરીથી વધારીને તેમને ફરી અધ્યક્ષ પદની જવાબદારી સોંપાઈ શકે છે. વાત જાણે એમ છે કે આ વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારબાદ 2024માં લોકસભા ચૂંટણી પણ થવાની છે. આવામાં  ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા નહીં ઈચ્છે. 

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ આ મહિને થવાની છે. એ વાતની શક્યતા છે કે આ બેઠકમાં પાર્ટી પોતાના આગામી અધ્યક્ષના નામની જાહેરાત કરે. હવે સવાલ એ ઉઠે છે કે જો નડ્ડાના કાર્યકાળનો વિસ્તાર ન થાય તો પછી પાર્ટી કોના પર દાવ લગાવશે. કોણ બનશે ભાજપના આગામી અધ્યક્ષ?

કોણ કોણ છે રેસમાં?
આ વર્ષે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વ સુધીના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેપી નડ્ડા એક એવા અધ્યક્ષ રહ્યા છે જે લગભગ તમામ રાજ્યોમાં પોતાને ફીટ કરે લે છે. આવામાં ખુબ સંભાવના છે કે તેમને જ અધ્યક્ષ પદે યથાવત રાખવામાં આવે. જો કે તેમની જગ્યાએ જો કોઈ અન્યની પસંદગી  કરવાનો વારો આવ્યો તો પાર્ટી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કમાન સોંપવાનું વિચારી શકે છે. આ અગાઉ પણ પ્રધાનને પીએમ મોદી દ્વારા અનેક મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. 

રાજસ્થાનમાં આ વર્ષે ચૂંટણી થવાની છે. આવામાં ભાજપ ધર્મેન્દ્ર પ્રધાન ઉપરાંત ભૂપેન્દ્ર યાદવને પણ પાર્ટી અધ્યક્ષ બનાવવાનું વિચારી શકે છે. રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગત વખતે પણ અધ્યક્ષ પદ માટે મોટા દાવેદાર ગણવામાં આવી રહ્યા હતા. જો કે પાર્ટી તરફથી જેપી નડ્ડાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું. 

ચૂંટણી અગાઉ પાર્ટી સંગઠનાત્મક સ્તરે પણ મોટા ફેરફાર કરી શકે છે. મળતી માહિતી મુજબ આ ફેરફારોના આધારે આગામી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી થઈ શકે છે. પાર્ટીના અનેક મોટા મંત્રીઓને તેમના ચૂંટણી રાજ્યની જવાબદારી સોંપાઈ શકે છે. 

જુઓ લાઈવ ટીવી

શું ફરી બનશે નડ્ડા અધ્યક્ષ?
ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ એક વ્યક્તિ સતત બેવાર અધ્યક્ષ બની શકે છે. 2012માં નીતિન ગડકરી માટે પાર્ટીએ પોતાના બંધારણમાં ફેરફાર કર્યો હતો અને તેમને સતત બીજીવાર પાર્ટી અધ્યક્ષ પસંદ કરાયા હતા. તે સમયે જે સંશોધન થયું તે મુજબ  પાર્ટીના કોઈ પણ સભ્ય સતત 3-3 વર્ષ માટે એમ બે વાર પાર્ટી અધ્યક્ષ બની શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news