Russia Ukraine War: મોબાઈલ ફોને લીધા જીવ? યુક્રેનના હુમલામાં રશિયાના 89 સૈનિકોના મોત અંગે ચોકાવનારો દાવો

Russia Ukraine War: રશિયાના રક્ષા મંત્રઆલયે ઘાતક યુક્રેની મિસાઈલ હુમલા માટે મોબાઈલ ફોનના ગેરકાયદેસર ઉપયોગને જવાબદાર ઠેરવ્યો છે. જેમાં 89 સૈનિકો માર્યા ગયા. રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે ડોનેટસ્ક વિસ્તારના રશિયા નિયંત્રિત ભાગોમાં યુક્રેનના હુમલામાં 89 સૈનિકોના મોત થયા છે. હુમલાનું મુખ્ય કારણ સૈનિકો દ્વારા મોબાઈલ ફોનનો અનાધિકૃત ઉપયોગ હતો. 

Russia Ukraine War: મોબાઈલ ફોને લીધા જીવ? યુક્રેનના હુમલામાં રશિયાના 89 સૈનિકોના મોત અંગે ચોકાવનારો દાવો

Russia Ukraine War: રશિયાના રક્ષા મંત્રઆલયે ઘાતક યુક્રેની મિસાઈલ હુમલા માટે મોબાઈલ ફોનના ગેરકાયદેસર ઉપયોગને જવાબદાર ઠેરવ્યો છે. જેમાં 89 સૈનિકો માર્યા ગયા. 

કૂટનીતિ
જર્મનીમાં કેટલાક પ્રદર્શનકારીઓ બર્લિનને યુક્રેન માટે પોતાના સમર્થન પર પુર્નવિચાર કરવાનું આહ્વાન કરી રહ્યા છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પુષ્ટિ કરી છે કે યુક્રેનને પહેલા કરતા વધુ આપણા સમર્થનની જરૂર છે. બ્રિટિશ પીએમ ઋષિ સુનકે પણ કહ્યું કે યુક્રેન લાંબાગાળાના સમર્થન પર ભરોસો કરી શકે છે. જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને બુધવારે તુર્કિયેના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન સાથે વાત કરવાની યોજના ઘડી છે. 

રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે ડોનેટસ્ક વિસ્તારના રશિયા નિયંત્રિત ભાગોમાં યુક્રેનના હુમલામાં 89 સૈનિકોના મોત થયા છે. હુમલાનું મુખ્ય કારણ સૈનિકો દ્વારા મોબાઈલ ફોનનો અનાધિકૃત ઉપયોગ હતો. એક દેશભક્ત સમૂહ જે રશિયાના સૈનિકોની વિધવાઓનું સમર્થન કરે છે તેમણે રાષ્ટ્રપતિ પુતિને આહ્વાન કર્યું કે તેઓ લાખો લોકોની જૂથબંધી કરીને તથા યુક્રેનમાં જીત સુનિશ્ચિત કરવા માટે સરહદોને બંધ કરવાનો આદેશ આપે. 

જુઓ લાઈવ ટીવી

એક રશિયન મિસાઈલ હુમલાએ યુક્રેનના ડોનેટ્સ્ક વિસ્તારના ડૂઝકિવકા શહેરમાં એક બરફના મેદાનને નષ્ટ કરી દીધુ છે. યુક્રેનના આઈસ હોકી મહાસંઘે એક મિસાઈલના શહેર સાથે ટકરાવવા અને બે લોકોના ઘાયલ થવાની ગત રિપોર્ટ્સ બાદ આ જાણકારી આપી છે. પૂર્વ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારોનો મુકાબલો કરતા સ્વયંસેવકોએ મૃત સૈનિકોના મૃતદેહોની શોધ કરવી અને તેમના પરિવારનો પરત કરવાને પોતાનું મિશન બનાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news