કંઝાવાલા કેસ: અંજલીની બહેનપણી નિધિના ખુલાસા બાદ પોલીસના હોશ ઉડ્યા, આ 8 સવાલે વધાર્યુ ટેન્શન

દિલ્હીના કંઝાવાલા કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. અંજલી નામની યુવતીના મોતના કેસમાં તેની મિત્ર નિધિ  દ્વારા કરાયેલા નવા ખુલાસાએ મામલાની તપાસ કરી રહેલી પોલીસ ટીમની સામે અનેક સવાલ ઊભા કર્યા છે. નિધિએ કહ્યું કે તેણે અને અંજલીએ પાર્ટી કરવા માટે હોટલમાં રૂમ ભાડે લીધો હતો. હોટલમાં તેમની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા. ત્યાંથી નીકળ્યા બાદ બંને વચ્ચે ઝઘડો પણ થયો. 

કંઝાવાલા કેસ: અંજલીની બહેનપણી નિધિના ખુલાસા બાદ પોલીસના હોશ ઉડ્યા, આ 8 સવાલે વધાર્યુ ટેન્શન

Delhi Kanjhawala Girl Accident: દિલ્હીના કંઝાવાલા કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. અંજલી નામની યુવતીના મોતના કેસમાં તેની મિત્ર નિધિ  દ્વારા કરાયેલા નવા ખુલાસાએ મામલાની તપાસ કરી રહેલી પોલીસ ટીમની સામે અનેક સવાલ ઊભા કર્યા છે. નિધિએ કહ્યું કે તેણે અને અંજલીએ પાર્ટી કરવા માટે હોટલમાં રૂમ ભાડે લીધો હતો. હોટલમાં તેમની સાથે કેટલાક અન્ય લોકો પણ હતા. ત્યાંથી નીકળ્યા બાદ બંને વચ્ચે ઝઘડો પણ થયો. 

ત્યારબાદ બંને એક સ્કૂટી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યા અને રસ્તામાં સ્કૂટીને એક કારે ટક્કર મારી દીધી. ત્યારબાદ અંજલી કાર નીચે ફસાઈ ગઈ. ત્યારબાદ અંજલિ અનેક કિલોમીટર સુધી ઢસડાઈ. આ કેસમાં એક વધુ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યું છે જેમાં હોટલની બહાર બંને વચ્ચે થયેલી ઉગ્ર દલીલો પણ જોવા મળે છે. હવે પોલીસ સામે અનેક સવાલ ઊભા થયા છે. 

કંઝાવાલા કેસમાં હજુ સુધી કશું પણ પૂરેપૂરું સ્પષ્ટ નથી. છેલ્લા 3 દિવસમાં એટલું બધુ સામે આવ્યું છે કે દિલ્હી પોલીસ પણ સ્પષ્ટ જણાવી શકતી નથી. પોલીસ એ ભાળ મેળવવાની કોશિશ કરી રહી છે કે શું આરોપી અંજલી કે નિધિને પહેલેથી જાણતા હતા?

કેસની ટાઈમલાઈન...

- હોટલ મેનેજરના જણાવ્યાં મુજબ અંજલી અને નિધિ 31 ડિસેમ્બરની સાંજે 7.30 વાગે આવ્યા હતા. 
- હોટલકર્મીઓના જણાવ્યાં મુજબ રૂમમાં પણ અંજલી અને નિધિ વચ્ચે ખુબ ઝઘડો થયો હતો. 
- નિધિના જણાવ્યાં મુજબ હોટલમાં તે સમયે પાર્ટી માટે કેટલાક યુવકો પણ આવ્યા હતા. 
- નિધિએ એમ પણ કહ્યું કે પાર્ટીમાં અંજલીએ ખુબ નશો કર્યો હતો. જો કે તેણે પોતાના વિશે કશું જણાવ્યું નહીં. 
- હોટલના સીસીટીવીથી ખબર પડે છે કે રાતે લગભગ 1 વાગે અંજલી અને નિધિ વચ્ચે ઝઘડો થયો.
- નિધિનો દાવો છે કે આ ઝઘડો સ્કૂટી  ચલાવવા મુદ્દે થયો હતો. ત્યારબાદ નિધિએ જ સ્કૂટી ચલાવી. 
- દિલ્હી પોલીસનું કહેવું છે કે કૃષ્ણા વિહારમાં લગભગ 2 વાગે સ્કૂટી અને આરોપીઓની કાર વચ્ચે ટક્કર  થઈ. 
- નિધિનો દાવો છે કે અકસ્માત સમયે સ્કૂટી અંજલી ચલાવી રહી હતી અને તે પાછળ  બેઠી હતી. 
- દાવો એવો પણ છે કે અંજલી કાર નીચે ફસાઈ ગઈ અને તે બૂમો પાડતી રહી. કારમાં બેઠેલા લોકોને ખબર હતી કે તે ફસાયેલી છે પરંતુ તેમણે તેને ગાડી નીચેથી કાઢી નહીં. 
- ત્યારબાદ અંજલી કાર નીચે ફસાયેલી રહી અને તેનું મોત થયું અને કાર સવાર આરોપીઓ તેને લગભગ 12 કિમી સુધી ઢસડતા રહ્યા. 

આ એ ઘટનાક્રમ છે જેમાં અંજલિનું મોત એક હિટ એન્ડ રન છે કે મર્ડર? આ સવાલમાં કેસના તાર ગૂંચવાયેલા છે. આ સમગ્ર કહાનીમાં અનેક પેચ છે જેને દિલ્હી પોલીસે ઉકેલવાના છે. એવા અનેક સવાલ છે જે દિલ્હી પોલીસ માટે માથાનો દુ:ખાવો બનેલા છે. 

- અંજલી અને નિધિની મિત્રતા કેટલી ગાઢ હતી અને બંને એકબીજાને ક્યારથી જાણતા હતા?
- અંજલી અને નિધિ વચ્ચે હોટલની અંદર કઈ વાતે ઝઘડો થયો?
- બંને સખીઓ વચ્ચે હોટલની બહાર કઈ વાતે ઝઘડો થયો?
-હોટલમાં પાર્ટી માટે ગયેલી બંને યુવતીઓ સાથે કોણ કોણ હતું?
- નિધિના જણાવ્યાં મુજબ હોટલમાં પાર્ટી કરવા માટે યુવકો આવ્યા હતા, પરંતુ તેઓ કોણ હતા?
- શું અંજલી કે નિધિ આરોપીઓમાંથી કોઈને પણ જાણે છે?
- નિધિએ અકસ્માત બાદ પોલીસને તરત જાણ કેમ ન કરી?
- બંને યુવતીઓનો પીછો કરનારા યુવકો, શું આરોપીઓ જ હતા? કે કોઈ અન્ય?

જુઓ લાઈવ ટીવી

વાત જાણે એમ છે કે 2 દિવસ બાદ અંજલી અને નિધિની મિત્રતાનો ખુલાસો થયો છે. સવાલ એ ઉઠે છે કે બે દિવસ સુધી તે આ ઘટના પર ચૂપ કેમ હતી. સવાલ એ પણ છે કે જેવું હોટલની બહારવાળું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું ત્યારે જ અચાનક  તે કેમ સામે આવી? પોલીસે આ મામલો હિટ એન્ડ રનનો માન્યો છે પરંતુ નિધિના નિવેદનો બાદ અનેક એવા ખુલાસા  થયા છે કે ત્યારબાદ પોલીસે યુવતીઓનો પીછો કરવો કે જાણી જોઈને ગાડીથી કચડવાના એંગલની પણ તપાસ કરવી પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news