Onion For White Hair: માથામાં વધતી સફેદીને કંટ્રોલ કરવી હોય તો આ રીતે ડુંગળીનો કરો ઉપયોગ

Onion For White Hair: સફેદ વાળને કાળા કરવા માટે તમે નેચરલ  વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકો છો જેમકે ડુંગળી. ડુંગળીનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી સફેદ વાળ કાળા થવા લાગે છે. ડુંગળીના રસમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે વાળના મૂળમાં હાઈડ્રોજન પેરોક્સાઈડના સ્તરને ઓછું કરે છે

Onion For White Hair: માથામાં વધતી સફેદીને કંટ્રોલ કરવી હોય તો આ રીતે ડુંગળીનો કરો ઉપયોગ

Onion For White Hair: સફેદ વાળની સમસ્યા હવે સામાન્ય થતી જાય છે. એક સમય હતો જ્યારે વાળ સફેદ વધતી ઉંમરે જ થતા પરંતુ હવે તો નાની વયમાં લોકોના માથામાં સફેદી દેખાવા લાગે છે. પ્રદૂષણ, કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ, આહાર, ખરાબ લાઈફસ્ટાઈલ અને પોષણના અભાવના કારણે વાળ સફેદ થઈ શકે છે. નાની વયે વાળ સફેદ થવા લાગે તો સ્વાભાવિક છે કે તેને કાળ કરવા માટે કલર, મહેંદી કે ડાઈનો ઉપયોગ કરવો પડે... આવું જો તમે પણ માનતા હોય તો આજથી તમારી માન્યતા બદલી જાશે. 

સફેદ વાળને કાળા કરવા માટે તમે નેચરલ  વસ્તુઓનો ઉપયોગ પણ કરી શકો છો જેમકે ડુંગળી. ડુંગળીનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનાથી સફેદ વાળ કાળા થવા લાગે છે. ડુંગળીના રસમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે જે વાળના મૂળમાં હાઈડ્રોજન પેરોક્સાઈડના સ્તરને ઓછું કરે છે જેના કારણે સફેદ વાળનો ગ્રોથ અટકે છે. તો ચાલો તમને જણાવીએ સફેદ વાળને કાળા કરવા ડુંગળીનો રસ કેવી રીતે વાપરવો.

ડુંગળીનો રસ

સફેદ વાળ માટે ડુંગળીનો રસ બનાવવો હોય તો 2 ડુંગળીને ખમણી લો. ત્યારબાદ તેને કપડામાં બાંધી તેને રસ અલગ કરી લો. આ રસને વાળના મૂળમાં સારી રીતે લગાવો. આખી રાત તેને વાળમાં રહેવા દો અને સવારે વાળને શેમ્પૂ કરો. અઠવાડીયામાં 2 થી 3 વખત આ રસ લગાડી શકાય છે. 

ડુંગળી અને એલોવેરા

સફેદ વાળને કાળા કરવા માટે એલોવેરા જેલ અને ડુંગળીનો રસ ઉપયોગી છે. તેના માટે 2 ચમચી ડુંગળીના રસમાં 1 ચમચી એલોવેરા જેલ ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાડો અને 20 મિનિટ પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. 

ડુંગળી અને નાળિયેર તેલ

સફેદ વાળની સમસ્યા દુર કરવા માટે ડુંગળીના રસમાં નાળિયેર તેલ મિક્સ કરીને પણ વાપરી શકાય છે. તમે ડુંગળીના રસમાં નાળિયેર તેલ મિક્સ કરીને વાળમાં અપ્લાય કરી શકો છો. તેના માટે નાળિયેર તેલ ગરમ કરી તેમાં 2 ડુંગળીને બરાબર સાંતળવી. ત્યારબાદ તેલને ઠંડુ કરી લેવું અને ગાળીને કાંચની બોટલમાં ભરી લેવું. આ તેલને અઠવાડિયામાં 2 થી 3 વખત વાળમાં લગાવવાથી પણ સફેદ વાળની સમસ્યા ઓછી થવા લાગે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news