Neem Bark: ચામડીની 4 સમસ્યામાં દવાની જેમ અસર કરે છે લીમડાની છાલ, જાણો ઉપયોગ કરવાની રીત

Neem Bark: ઉનાળામાં સુંદર ત્વચા મેળવવા માટે લીમડાની છાલને સ્કીન કેર રુટીનમાં સામેલ કરો. આમ તો લીમડાના ઝાડની દરેક વસ્તુ ગુણકારી હોય છે પરંતુ લીમડાની છાલ સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. લીમડાની છાલનો ઉપયોગ કરીને તમે સુંદર અને ગ્લોઈંગ ત્વચા મેળવી શકો છો.

Neem Bark: ચામડીની 4 સમસ્યામાં દવાની જેમ અસર કરે છે લીમડાની છાલ, જાણો ઉપયોગ કરવાની રીત

Neem Bark: દરેક યુવતી ઈચ્છે કે તેના ચહેરાની ત્વચા એકદમ સાફ અને સુંદર હોય. પરંતુ ઉનાળાનો તડકો, પરસેવો અને લૂના કારણે ત્વચા ડેમેજ થઈ જાય છે. જો તમને પણ ઉનાળા દરમિયાન ત્વચાની ચિંતા સતાવે છે તો આજ પછી આ ચિંતા નહીં રહે. આજે તમને ત્વચાની સૌને નડતી કેટલીક સમસ્યાઓને દવા વિના કેવી રીતે મટાડવી તે જણાવી દઈએ. 

ઉનાળામાં સુંદર ત્વચા મેળવવા માટે લીમડાની છાલને સ્કીન કેર રુટીનમાં સામેલ કરો. આમ તો લીમડાના ઝાડની દરેક વસ્તુ ગુણકારી હોય છે પરંતુ લીમડાની છાલ સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. લીમડાની છાલનો ઉપયોગ કરીને તમે સુંદર અને ગ્લોઈંગ ત્વચા મેળવી શકો છો. ખાસ તો ખીલ, વધતી ઉંમરની નિશાનીઓ, ઓઈલી સ્કીન અને સ્કીન ઈન્ફેકશનને લીમડાની છાલ ઝડપથી દુર કરે છે. 

ખીલથી મેળવો મુક્તિ

ચહેરા પર ખીલ થઈ ગયા હોય તો લીમડાની છાલને સુકવી અને તેનો પાવડર બનાવી લેવો. હવે આ પાવડરમાં ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાડો. તે સુકાઈ જાય પછી તેને ઠંડા પાણીથી સાફ કરી લો.

એજીંગની નિશાની

વધતી ઉંમરે દરેકના ચહેરા પર લાઈન્સ અને કરચલીઓ પડવા લાગે છે. તેનાથી ચહેરો બેજાન દેખાવા લાગે છે. તેને દુર કરવા માટે લીમડાની છાલનો પાવડર, ઓલિવ ઓઈલ અને લીમડાના પાનની પેસ્ટ મિક્સ કરો. તેને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો. સપ્તાહમાં 2 વાર આ પેસ્ટ લગાવશો એટલે એજીંગની નિશાનીઓ ગાયબ થવા લાગશે. 

ઓઈલી સ્કિન

ઉનાળાની સૌથી મોટી સમસ્યા જ ઓઈલી સ્કિન હોય છે. ઓઈલી સ્કિનથી મુક્તિ મેળવવા માટે લીમડાની છાલનો પાવડર કરી તેમાં દહીં, મધ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. 15 મિનિટ પછી ચહેરાને સાફ કરી લો. 

સ્કિન ઈન્ફેકશન

પરસેવાના કારણે જો સ્કિન ઈન્ફેક્શન થયું હોય તો તેને મટાડવા માટે લીમડાની છાલના પાવડરમાં દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને પ્રભાવિત જગ્યા પર લગાવો અને પછી ઠંડા પાણીથી સાફ કરી લો. તેનાથી સ્કિન ઈન્ફેકશનથી મુક્તિ મળી જાશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news