રોનાલ્ડોએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- ‘એડના અને અન્ય બે છોકરીઓને વર્ષોથી શોધી રહ્યો છું’

પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) આજે ભલે તે દુનિયાનો સૌથી અમીર ખેલાડી છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તે માગીને બર્ગર ખાતો હતો. સ્ટાર ફૂટબોલરે હાલમાં એક ખુલાસો કર્યો હતો. રોનાલ્ડોએ એક ઇન્ટરવ્યૂમાં એવા ઘણા ખુલાસા કર્યા જે તેમના જીવનના ઘણી હકિકતો બયાન કરે છે

રોનાલ્ડોએ કર્યો મોટો ખુલાસો, કહ્યું- ‘એડના અને અન્ય બે છોકરીઓને વર્ષોથી શોધી રહ્યો છું’

નવી દિલ્હી: પોર્ટુગલનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) આજે ભલે તે દુનિયાનો સૌથી અમીર ખેલાડી છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તે માગીને બર્ગર ખાતો હતો. સ્ટાર ફૂટબોલરે હાલમાં એક ખુલાસો કર્યો હતો. રોનાલ્ડોએ એક ઇન્ટરવ્યૂમાં એવા ઘણા ખુલાસા કર્યા જે તેમના જીવનના ઘણી હકિકતો બયાન કરે છે. જેમ કે સુપરસ્ટાર ફૂટબોલર હોવા છતાં તેમને થોડો અફસોસ પણ છે. કેટલીક ખામીઓ છે, જે હજી પણ તેમને ત્રાસ આપે છે.

34 વર્ષના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આ સમયે ઇટાલિયન ક્લબ યુવેન્ટસ (Juventus) માટે રમી રહ્યા છે. તેમણે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેમના બાળપણને યાદ કર્યું હતું. પરિવારની વાત કરી હતી. ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગેઝ (Georgina Rodriguez) ની સાથે તેમના બેસ્ટ ગોલથી પણ સુંદર સમય પસાર કર્યો હતો. આ પણ કહ્યું કે, લિયોનેલ મેસી (Lionel Messi) આજે તેમનો સૌથી મોટા હરીફ છે. જો મેસીના હોત તો તેમનો ખેલ પણ આ સ્તર પર ક્યારે પહોંચ્યો નહોત.

રોનાલ્ડોએ જણાવ્યું હતું કે, ‘સ્ટેડિયમની પાસે જ મેક્ડોનાલ્ડસની શોપ હતી. રાતના 10-11 વાગ્યે અમને ભૂખ લાગતી ત્યારે અમે કેટલાક બાળકો તે મેક્ડોનાલ્ડ્સની શોપમાં પહોંચી જતા. મારી પાસે પૈસા ન હતા. એટલા માટે અમે હંમેશા પાછળના દરવાજે જતા અને કહેતા કે શું કોઈ બર્ગર બાકી છે?. એડના અને બે છોકરીઓ હંમેશા અમને મફતમાં બર્ગર આપતી હતી.’

રોનાલ્ડોએ વધુમાં કહ્યું કે, ‘ત્યારબાદ હું સફરમાં આગળ વધી ગયો. હું ત્યાંથી રમવા માટે બીજી જગ્યાએ જતો રહ્યો. એડના અને તે બે છોકરીઓ પણ શોપ બંધ કરી કોઇ બીજી જગ્યાએ જતી રહી છે. હું અત્યારે પણ તેમને મળવા ઇચ્છું છું. મેં તેમને ઘણા શોધ્યા. પોર્ટુગલમાં ઘણા લોકોથી વાત કરી. હું હજી પણ તેમને શોધી રહ્યો છું.’

રોનાલ્ડોએ વધુમાં કહ્યું કે, ‘કદાચ આ ઇન્ટરવ્યૂના માધ્યમથી તેમને મળી શકું. જો હું તેમને મળી શક્યો તો હું તેમને લિસ્બન અથવા ટ્યુરિનમાં ડિનર માટે બોલાવીશ. હું તેમને મારા ઘરે ડિનર માટે બોલાવવા માગુ છું. તેમણે મારી તે સમયે મદદ કરી હતી, જ્યારે મને તેની મોટી જરૂરિયાત હતી. હું તે સમયને ક્યારે પણ ભૂલીશ નહીં. હવે હું તેમને કંઇત પરત આપવા ઇચ્છું છું.’

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news