CWG 2018: શ્રેયસી સિંહે ભારતને અપાવ્યો 12મો ગોલ્ડ મેડલ

ભારતની દિગ્ગજ મહિલા નિશાનેબાજ શ્રેયસી સિંહે ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા 21મા રાષ્ટ્રમંડળ રમતોમાં બુધવારે સાતમા દિવસે ભારતની ઝોળીમાં 12મો ગોલ્ડ મેડલ અપાવ્યો. શ્રેયસીએ મહિલાઓની ડબલ ટ્રેપ સ્પર્ધાની ફાઇનલ્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો. 

CWG 2018: શ્રેયસી સિંહે ભારતને અપાવ્યો 12મો ગોલ્ડ મેડલ

નવી દિલ્હી: ભારતની દિગ્ગજ મહિલા નિશાનેબાજ શ્રેયસી સિંહે ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા 21મા રાષ્ટ્રમંડળ રમતોમાં બુધવારે સાતમા દિવસે ભારતની ઝોળીમાં 12મો ગોલ્ડ મેડલ અપાવ્યો. શ્રેયસીએ મહિલાઓની ડબલ ટ્રેપ સ્પર્ધાની ફાઇનલ્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ જીત્યો. કોમનવેલ્થ ગેમ્સમાં 7મા દિવસે ભારતને પહેલો અને કુલ 12મો ગોલ્ડ મેડલ પોતાના ખાતામાં સામેલ કરી દીધો છે. શૂટિંગમાં મહિલાઓની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલના શૂટ ઓફમાં ભારતની શ્રેયસી સિંહે બંને નિશાના યોગ્ય લગાવીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવી લીધો છે.

શ્રેયસીનો મુકાબલો ખૂબ રોમાંચક રહ્યો. ઓસ્ટ્રેલિયાની શૂટર એમ્મા કોક્સ શ્રેયસીથી ત્રણ રાઉન્ડ હતી, પરંતુ ચોથા રાઉન્ડમાં તે ફક્ત 18 પોઇન્ટ જ પ્રાપ્ત કરી શકી અને તેનો સ્કોર બીજી પોઝિશન પર રહેલી ભારતની શ્રેયસી સાથે બરાબર થઇ ગયો.

શૂટઓફમાં શ્રેયસીએ પોતાના બંને નિશાન પરફેક્ટ લગાવ્યા પરંતુ ઓસ્ટ્રેલાઇ શૂટર પોતાનો એક નિશાન યોગ્ય લગાવી શકી નહી. ગોલ્ડ મેડલ ભારતના નામે થઇ ગયો. શૂટિંગમાં આ ભારતનો ચોથો ગોલ્ડ મેડલ છે. 

Excellent start to the morning by our women's double trap shooter, Shreyasi Singh, who just won a 🥇. #IndiaAtCWG #CWG2018 #Shooting
🇮🇳 moves futher up in the medal tally! #SAI pic.twitter.com/M79kGidPks

— SAIMedia (@Media_SAI) April 11, 2018

શ્રેયસીએ શૂટ-ઓફમાં ઓસ્ટ્રેલિયાની એમ્મા કોક્સને એક પોઇન્ટથી હારતાં ગોલ્ડ મેડલ જીત્યો. તેમણે કુલ 98 પોઇન્ટ પ્રાપ્ત કર્યા. બધા ચાર લેવલમાં કુલ 96 પોઇન્ટ પ્રાપ્ત કરવાની સાથે તેમણે શૂટ-ઓફમાં પોતાના બંને નિશાના બરોબર લગાવીને જીત પ્રાપ્ત કરી.

એમાને આ સ્પર્ધામાં સિલ્વર મેડલ મળ્યો. તેમણે પણ બધા ચાર લેવલમાં 96 પોઇન્ટ પ્રાપ્ત કર્યા હતા. તો બીજી તરફ શૂટ-ઓફમાં બે નિશાનમાંથી એક નિશાન ખોટું લાગ્યું અને જેથી તે બીજા સ્થાન પર રહી. સ્કોટલેંડની લિંડા પિયરસને 87 પોઇન્ટ સાથે કાંસ્ય પદક પર કબજો જમાવ્યો. 

તમને જણાવી દઇએ કે વર્ષ 2014માં ગ્લોસ્ગોમાં આયોજિત 20મા રાષ્ટ્રમંડળ રમતોમાં શ્રેયસીએ આ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આ વખતે તે પદકનો રંગ બદલવામાં સફળ રહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news