French Open: ક્લે કોર્ટ પર નડાલે રચ્યો ઈતિહાસ- 20મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું, ફેડરરની બરોબરી

રોલાં ગૈરોના બાદશાદ સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલે રવિવારે રેકોર્ડ 13મી વખત ફ્રેન્સ ઓપન સિંગલ્સનું ટાઇટલ જીતી લીધુ છે. તેણે ફાઇનલમાં નોવાક જોકોવિચને પરાજય આપ્યો છે. 

  French Open: ક્લે કોર્ટ પર નડાલે રચ્યો ઈતિહાસ- 20મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું, ફેડરરની બરોબરી

પેરિસઃ રોલાં ગૈરોના બાદશાદ સ્પેનિશ સ્ટાર રાફેલ નડાલે રવિવારે રેકોર્ડ 13મી વખત ફ્રેન્સ ઓપન સિંગલ્સનું ટાઇટલ જીતી લીધુ છે. આ ધમાકેદાર જીતની સાથે 34 વર્ષીય નડાલે 20મુ ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પર કબજો કરીને પોતાના મહાન વિરોધી 39 વર્ષના રોજર ફેડરરની બરોબરી કરી લીધી છે. 

રાફેલ નડાલે ફાઇનલમાં વર્લ્ડ નંબર-1 સર્બિયાના સ્ટાર નોવાક જોકોવિચને સીધા સેટોમાં  6-0, 6-2, 7-5થી પરાજય આપ્યો હતો. 18મા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ માટે ઉતરેલ જોકોવિચ લાલ બજરી પર નડાલના પડકારનો સામનો ન કરી શક્યો. આ મુકાબલો 2 કલાક 41 મિનિટ સુધી ચાલ્યો હતો.

ફ્રેન્ચ ઓપનમાં બંન્નેનો સામનો 8મી વખત થયો અને નડાલ 7મી વખત વિજેતા રહ્યો. ઓવરઓલ ગ્રાન્ડ સ્લેમની વાત કરીએ તો બંન્ને વચ્ચે આ 16મો મુકાબલો હતો, નડાલે 10મી જીત હાસિલ કરી છે. 

— Roland-Garros (@rolandgarros) October 11, 2020

સૌથી વધુ મેન્સ સિંગલ્સ ગ્રાન્ડસ્લેમ ટોપ-3 (ઓલ ટાઇમ)

1. રોજર ફેડરર (સ્વિટ્ઝર્લેન્ડ) 20 (-સ્ટ્રેલિયન -6, ફ્રેન્ચ -1, વિમ્બલ્ડન -8, યુએસ -5)

- રાફેલ નડાલ (સ્પેન) 20 (-સ્ટ્રેલિયન -1, ફ્રેન્ચ -13, વિમ્બલ્ડન -2, યુએસ -4)

2. નોવાક જોકોવિચ (સર્બિયા) 17 (ઓસ્ટ્રેલિયન -8, ફ્રેન્ચ -1, વિમ્બલ્ડન -5, યુએસ -3)

3. પીટ સંપ્રાસ (યુ.એસ.) 14 (-સ્ટ્રેલિયન -2, ફ્રેન્ચ -0, વિમ્બલ્ડન -7, યુએસ -5)

— Roland-Garros (@rolandgarros) October 11, 2020

રોલાં ગૈરો પર રાફેલ નડાલની આ 102મી મેચ હતી. આ તેની રેકોર્ડ 100મી જીત રહી. અહીં તેણે અત્યાર સુધી બે મેચ ગુમાવી છે. 

ફ્રેન્ચ ઓપન: ટોચના -3 વિજેતાઓ (ઓપન એરા)

1. રાફેલ નડાલ (સ્પેન) 13 વખત (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020)

2. બી. બોર્ગ (સ્વીડન) 6 વખત (1974, 1975, 1978, 1979, 1980, 1981)

3. મેટ્સની વિલેન્ડર (સ્વીડન) 3 વખત (1982, 1985, 1988)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news