એક સમયે ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ મારતો હતો આ બેટર, હવે પેટ ભરવા માટે ચલાવે છે ઈ-રિક્ષા

Ghaziabad: દિવ્યાંગ ક્રિકેટમાં પોતાની આક્રમક બેટિંગથી ધમાલ મચાવી ચુકેલ ગાઝિયાબાદનો રાજા બાબૂ હવે પેટ ભરવા માટે ઈ-રિક્ષા ચલાવવા મજબૂર છે. આ દિવસોમાં તે ઈ-રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. 

એક સમયે ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ મારતો હતો આ બેટર, હવે પેટ ભરવા માટે ચલાવે છે ઈ-રિક્ષા

ગાઝિયાબાદઃ દિવ્યાંગ ક્રિકેટ સર્કિટમાં પોતાની આક્રમક બેટિંગથી ધમામ મચાલી ચુકેલ ગાઝિયાબાદના રાજા બાબૂ હવે પેટ ભરવા માટે ઈ-રિક્ષા ચલાવવા માટે મજબૂર છે. રાજા બાબૂ આ દિવસોમાં ઈ-રિક્ષા ચલાવી પોતાના પરિવારનું પાલન પોષણ કરી રહ્યો છે. એક સમય એવો હતો જ્યારે તે વ્હીલચેયર પર બેસીને ધોનીની જેમ હેલિકોપ્ટર શોટ મારતો હતો. 

ધોનીની જેમ હેલોકોપ્ટર શોટ મારતો હતો આ બેટર
રાજા બાબૂ તે દરમિયાન ચર્ચામાં આવ્યો જ્યારે વર્ષ 2017મા દિલ્હી અને ઉત્તર પ્રદેશ વચ્ચે એક દિવ્યાંગ ક્રિકેટ મેચમાં તેણે 20 બોલમાં 67 રન ફટકારી દીધા હતા. વર્ષ 2017મા આંતરરાષ્ટ્રીય સ્તરે રમાયેલી આ મેચનું નામ 'હૌંસલોં કી ઉડાન' હતું, જેમાં રાજા બાબૂએ દિલ્હી વિરુદ્ધ ઉત્તર પ્રદેશને જીત અપાવી હતી. નોંધનીય છે કે રાજા બાબૂ બોર્ડ ઓફ ડિસેબલ્ડ ક્રિકેટ એસોસિએશનથી માન્યતા પ્રાપ્ત યૂપીની ટીમનો કેપ્ટન પણ રહી ચુક્યો છે. 

હવે પરિવારનું પેટ ભરવા ચલાવે છે ઈ-રિક્ષા
રાજા બાબૂની આક્રમક બેટિંગથી ખુશ થઈને એક લોકલ કારોબારીએ તેને આ ઈ-રિક્શા ભેટમાં આપી હતી. ત્યારે રાજા બાબૂએ વિચાર્યું પણ નહીં હોય કે આ ઈ-રિક્ષા તેને એક દિવસ કામ આવશે. વર્ષ 2020 રાજા બાબૂ માટે મુશ્કેલી લઈ આવ્યું જ્યારે ઉત્તર પ્રદેશમાં દિવ્યાંગ ક્રિકેટર માટે બનેલી ચેરિટેબલ સંસ્થાને ભંગ કરી દેવામાં આવી. ત્યારબાદ આ દિવ્યાંગ ક્રિકેટર પર આર્થિક સંકટ આવી પડ્યું હતું. 

7 વર્ષની ઉંમરમાં ગુમાવી દીધો હતો પગ
રાજા બાબૂ પ્રમાણે તેણે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ગાઝિયાબાદના રસ્તા પર દૂધ વેચવું પડ્યું. ત્યાં સુધી કે તેણે ઈ-રિક્ષા ચલાવી છે. રાજા બાબૂનું કહેવુ છે કે પ્રોફેશનલ ક્રિકેટ ન રમવાને કારણે તેનું ગુજરાન ચાલી રહ્યું નથી. તેવામાં ઈ-રિક્ષા ચલાવી કમાણી કરે છે. નોંધનીય છે કે 1997માં 7 વર્ષની ઉંમરમાં રાજા બાબૂએ ટ્રેનની ઝપેટમાં આવી પોતાનો ડાબો પગ ગુમાવી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news