Asia Cup 2022: એશિયા કપ માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર, આ વ્યક્તિ બન્યો કેપ્ટન
Asia Cup 2022: અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે યુએઈમાં રમાનાર એશિયા કપ માટે પોતાના 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે અને મોહમ્મદ બનીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) એ એશિયા કપ 2022 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. એસીબીએ મંગળવારે એશિયા કપની આગામી સીઝન માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. તેમાં અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ વર્ષે એશિયા કપ યુએઈમાં ટી20 ફોર્મેટમાં રમાશે.
અફઘાનિસ્તાનની ટીમ આ સમયે આયર્લેન્ડમાં પાંચ મેચોની ટી20 સિરીઝ રમી રહી છે. એશિયા કપ માટે આ ટીમમાં માત્ર એક ફેરફાર થયો છે. સમિઉલ્લાહ શનિવારીને શરાફુદ્દીન અશરફની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તેને સ્ટેન્ડબાય ખેલાડીના લિસ્ટમાં રાખવામાં આવ્યો છે. આ સિવાય નિઝાત મસૂદ અને કૈસ અહમદને પણ રિઝર્વ ખેલાડીમાં સામેલ કરવામાં આવ્યા છે.
એશિયા કપમાં અફઘાનિસ્તાનના ગ્રુપમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા છે. અફઘાનિસ્તાન પોતાનો પ્રથમ મુકાબલો 27 ઓગસ્ટે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમશે.
આ પણ વાંચોઃ કોમનવેલ્થમાં ગોલ્ડ, થોમસ કપમાં શાનદાર પ્રદર્શન, બેડમિન્ટનમાં ભારતનું ભવિષ્ય છે લક્ષ્ય સેન
ટીમ
મોહમ્મદ નબી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન, અફસાર ઝાઝાઈ, અજમતુલ્લા ઓમરઝાઈ, ફરીદ અહેમદ મલિક, ફઝલહક ફારૂકી, હશમતુલ્લાહ શાહિદી, હઝરતુલ્લા ઝાઝાઈ, ઈબ્રાહીમ ઝદરાન, કરીમ જનાત, મુજીબ ઉર રહેમાન, નજીબુલ્લાહ ઝદરાન, નૂર અહેમદ, નૂર અહેમદ, નૂર અહેમદ, ઈબ્રાહીમ ઝદરાન. સમીઉલ્લાહ શિનવારી.
સ્ટેન્ડબાય ખેલાડીઃ નિઝાત મસૂદ, કૈસ અહમદ, શરાફુદ્દીન અશરફ.
🚨 JUST IN: Afghanistan have named their squad for the 2022 Asia Cup.
Details 👇https://t.co/7KhvGiueph
— ICC (@ICC) August 16, 2022
એશિયા કપનો કાર્યક્રમ
27 ઓગસ્ટ : શ્રીલંકા vs અફઘાનિસ્તાન
28 ઓગસ્ટ: ભારત વિરુદ્ધ પાકિસ્તાન: દુબઈ
30 ઓગસ્ટ: બાંગ્લાદેશ વિરુદ્ધ અફઘાનિસ્તાન: શારજાહ
31 ઓગસ્ટ: ભારત વિરુદ્ધ ક્વોલિફાયર: દુબઈ
સપ્ટેમ્બર 1: શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ: દુબઈ
2 સપ્ટેમ્બર: પાકિસ્તાન વિરુદ્ધ ક્વોલિફાયર: શારજાહ
3 સપ્ટેમ્બર: B1 vs B2: શારજાહ
4 સપ્ટેમ્બર : A1 vs A2 : દુબઈ
6 સપ્ટેમ્બર: A1 vs B1: દુબઈ
7 સપ્ટેમ્બર: A2 vs B2: દુબઈ
8 સપ્ટેમ્બર : A1 vs B2 : દુબઈ
9 સપ્ટેમ્બર: B1 vs A2: દુબઈ
સપ્ટેમ્બર 11 - ફાઈનલ - દુબઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે