GT vs MI : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત-મુંબઈ વચ્ચે થશે જંગ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ મેચ

IPL 2023: આજે IPL 2023માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે રમાશે.

GT vs MI : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત-મુંબઈ વચ્ચે થશે જંગ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ મેચ

Gujarat Titans vs Mumbai Indians Live Telecast: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 35મી મેચ આજે (25 એપ્રિલ) ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે યોજાશે. આ મેચમાં મુંબઈની ટીમ જીત તરફ વાપસી કરવા ઈચ્છશે. આ સિઝનના પ્રથમ ચક્રની આ છેલ્લી મેચ હશે. રોહિત શર્માની ટીમને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગુજરાત ટાઇટન્સે તેની છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 7 રને રોમાંચક જીત નોંધાવી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચમાં ક્લોઝ ફાઈટ જોવા મળી શકે છે. 

મુંબઈની સફર આસાન નથી

IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સની સફર આસાન રહી નથી. આ સિઝનમાં રોહિત શર્માની ટીમે સતત 2 હાર સાથે શરૂઆત કરી હતી. પરંતુ મુંબઈએ પછીની ત્રણ મેચ જીતીને જોરદાર વાપસી કરી હતી. પરંતુ 22 એપ્રિલે પંજાબ સામેની મેચમાં મુંબઈની ટીમ જીતના પાટા પરથી ઉતરી ગઈ હતી. બીજી તરફ ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન વધુ સારું રહ્યું છે. IPL 2023માં હાર્દિક પંડ્યાની ટીમ અત્યાર સુધી 6 મેચ રમી છે જેમાંથી 4માં જીત અને 2માં હાર થઈ છે. જો પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગુજરાતની ટીમ ચોથા નંબર પર છે અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાતમા નંબર પર છે.

ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 25 એપ્રિલે મેચ રમાશે. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાનારી મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે 7 વાગ્યે ટોસ થશે.

ગુજરાત ટાઇટન્સ-મુંબઇ ઇન્ડિયન્સની મેચનું લાઇવ ટેલિકાસ્ટ તમે કઈ ચેનલ પર જોઈ શકો છો?

ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ઘણી ચેનલો પર જોઈ શકાશે. જેનું ટેલિકાસ્ટ વિવિધ ભાષાઓમાં થશે. આ સિવાય જે યુઝર્સ JIO CINEMA એપનું સબસ્ક્રિપ્શન ધરાવે છે તેઓ તેમના મોબાઈલ ફોન પર ઓનલાઈન સ્ટ્રીમિંગ દ્વારા ફ્રીમાં મેચનો આનંદ લઈ શકે છે.

ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો

ગુજરાત ટાઇટન્સ ટીમઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), શ્રીકર ભરત, અલઝારી જોસેફ, જોશ લિટલ, અભિનવ મનોહર, ડેવિડ મિલર, મોહમ્મદ શમી, દર્શન નલકાંડે, નૂર અહેમદ, ઉર્વીલ પટેલ, રાશિદ ખાન, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), આર સાઈ કિશોર , સાઈ સુદર્શન, પ્રદીપ સાંગવાન, દાસુન શનાકા, વિજય શંકર, મોહિત શર્મા, શિવમ માવી, શુભમન ગિલ, ઓડિયન સ્મિથ, રાહુલ તેવટિયા, મેથ્યુ વેડ, જયંત યાદવ, યશ દયાલ.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જોફ્રા આર્ચર, અરશદ ખાન, જેસન બેહનડોર્ફ, ડેવાલ્ડ બ્રુઈસ, પીયૂષ ચાવલા, ટિમ ડેવિડ, રાઘવ ગોયલ, કેમેરોન ગ્રીન, ઈશાન કિશન (વિકેટમેન), ડુઆન યાનસેન, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, રિલે મેરેડિથ, શમ્સ મુલાની, રમણદીપ સિંહ, સંદીપ વૉરિયર, હૃતિક શોકીન, ટ્રિસ્ટન સ્ટબ્સ, અર્જુલ તેંડુલકર, તિલક વર્મા, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, સૂર્યકુમાર યાદવ.

આ પણ વાંચો:
મે મહિનામાં આ રાશિની બમ્પર શરૂઆત, શુક્ર ગોચરથી માન-સન્માન અને પૈસા બધુ મળશે
ગુજરાતને પાણીદાર બનાવવાના સરકારના દાવા પોકળ, નળ પહોંચી ગયા પણ હજુ પાણી નથી પહોંચ્યું

રાશિફળ 25 એપ્રિલ: મિથુન સહિત આ રાશિના જાતકો માટે અત્યંત લાભકારી દિવસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news