કારના એન્જીનમાં 48 KM સુધી ફસાયો નાનકડો જીવ, પછી જે થયું તે જોઇ તમે પણ...

Resque Of Dog: આ વીડિયો જોઈને તમારા મોઢામાંથી એક જ શબ્દ નીકળશે કે રામ રાખે તેને કોણ ચાખે. જોકે આ એટલો ભયાનક કિસ્સો છે કે કુતરાનો જીવ બચી જશે તેવું વિચાર્યું ન હતું. પરંતુ અંતે તેને જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો.

કારના એન્જીનમાં 48 KM સુધી ફસાયો નાનકડો જીવ, પછી જે થયું તે જોઇ તમે પણ...

Dog Stuck In Car Engine: જીવનમાં ઘણી વખત કેટલીક ઘટનાઓ તમારી આંખો સામે એવી રીતે બને છે કે તમે તેના પર વિશ્વાસ કરી શકતા નથી. હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે, જ્યાં એક નાનકડો કૂતરો 48 કિલોમીટર સુધી કારના એન્જિનમાં ફસાઈ ગયો હતો. તેની ચીસો નીકળી અને તે મોતના મુખમાંથી પાછો ફર્યો અને આખરે તે કોઈક રીતે બચી ગયો.

જોકે આ મામલો અમેરિકાના કેન્સાસનો છે. આ ઘટનાનો વીડિયો પણ હાલમાં જ એક યુઝરે શેર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીં રહેતા એક વ્યક્તિએ કેન્સાસથી મિસૌરી સુધી લગભગ પચાસ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તે જે કાર દ્વારા અહીં જઈ રહ્યો હતો તેના એન્જીનમાં નાનકડો જીવ ફસાઈ ગયો હોવાની ખબર પણ ન પડી.

આ કારના એન્જિનમાં એક નાનું ગલુડિયા એટલે કે કૂતરો ફસાઈ ગયો હતો. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, આ નાનકડો કૂતરો એન્જિનના ડબ્બામાં ચઢી ગયો હતો, પરંતુ બહાર નીકળવાનો રસ્તો શોધી શક્યો ન હતો અને તે તેમાં ફસાઈ ગયો હતો. ત્યારબાદ કારના ડ્રાઇવરને કદાચ આ વિશે ખબર ન હતી અને આ સ્થિતિમાં તેણે કેન્સાસથી મિસૌરીની લગભગ 30 માઇલની મુસાફરી પણ પૂરી કરી.

ત્યારબાદ જ્યારે તે બધા ત્યાં પહોંચ્યા તો એક મહિલાએ થોડી ચીસો સાંભળી. તેણે ધ્યાનથી જોયું તો જોયું કે એન્જિનમાં એક કૂતરો ફસાઈ ગયો હતો. આ પછી એન્જિનનું બોનેટ ખોલીને તેને દૂર કરવામાં આવ્યું હતું. આશ્વર્યની વાત એ હતી કે તે હજી જીવતો હતો. હાલમાં આ કૂતરાને બચાવીને બહાર કાઢવામાં આવ્યો છે, તેની મેડિકલ સ્થિતિનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેને ખાવા-પીવાનું પણ આપવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news