INDvsWI 2nd ODI: ભારત 59 રનથી મેચ જીત્યું, કોહલીએ 42મી સદી ફટકારી

કેપ્ટન વિરાટ કોહલી (120) અને ભૂવનેશ્વર કુમાર (4 વિકેટ)ના શાનદાર પ્રદર્શનના કારણે ભારત (Team India)એ વેસ્ટઇન્ડિઝને બીજા વન-ડે મેચમાં સરળતાથી હરાવી દીધા છે. પહેલી વન-ડે મેચની જેમ બીજી વન-ડે મેચમાં પણ વરસાદ થયો

INDvsWI 2nd ODI: ભારત 59 રનથી મેચ જીત્યું, કોહલીએ 42મી સદી ફટકારી

પોર્ટ ઓફ સ્પેશ: કેપ્ટન વિરાટ કોહલી (120) અને ભૂવનેશ્વર કુમાર (4 વિકેટ)ના શાનદાર પ્રદર્શનના કારણે ભારત (Team India)એ વેસ્ટઇન્ડિઝને બીજા વન-ડે મેચમાં સરળતાથી હરાવી દીધા છે. પહેલી વન-ડે મેચની જેમ બીજી વન-ડે મેચમાં પણ વરસાદ થયો, પરંતુ તેનાથી મેચ પરિણામ પર કોઇ અસર પડી નથી. ભારતે આ મેચમાં પહેલા બેટિંગ કરી સાત વિકેટ પર 297 રન બનાવ્યા અને 59 રનથી આ મેચ જીતી લીધી છે. કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)ને શાનદાર સદી માટે મેન ઓફ ધ મેચ સિલેક્ટ કરવામાં આવ્યો છે. આ તેના વન-ડે કરિયરની 42મી સદી છે. તે હવે સચિનના 49 સદીના રેકોર્ડથી માત્ર 7 સદી દુર છે.

ભારત અને વેસ્ટઇન્ડિઝ (India vs West Indies)ની વચ્ચે વન-ડે સીરીઝની બીજી મેચ પોર્ટ ઓફ સ્પેનના ક્વીંસ પાર્કમાં આવેલા મેદાનમાં રમાઇ હતી. ભારતે મેચમાં ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર (71)ની ભાગીદારીના કારણે 297 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જ્યારે વેસ્ટઇન્ડિઝ (West Indies)ની બેટિંગ દરમિયાન વરસાદ પડ્યો હતો. જેના કારણે વેસ્ટઇન્ડિઝને ડકવર્થ લુઇસ નિયમ અંતર્ગત જીતવા માટે 46 ઓવરમાં 270 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. વેસ્ટઇન્ડિઝની ટીમ 42 ઓવરમાં 210 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ.

11 રન બનાવી રેકોર્ડ બુકમાં આવ્યો ગેલ
લક્ષ્યનો પીછો કરતી વેસ્ટઇન્ડિઝની શરૂઆત ધીમી હતી. 9મી ઓવરના ત્રીજા બાલ પર જ્યારે વેસ્ટઇન્ડિઝનો સ્કોર માત્ર 45 રન હતો, ત્યારે ક્રિઝ ગેલ (Chris Gayle) 11 રનના સ્કોર પર ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો. ગેલે આ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. ગેલે આ મેચમાં પોતાના દેશ માટે વન-ડે મેચમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી બ્રયાન લારાથી આગળ નીકળી ગયો છે.

એવિન લુઇસે ફટારી અર્ધસદી
ક્રિસ ગેલ બાદ શાઇ હોપ માત્ર 6 રન બનાવી ખલીલ અહમદનો શિકાર બન્યો. બીજા ઓપરન એવિન લુઇસ (65)એ પહેલા શિમરોન હેટમાયર (18)ની સાથે ત્રીજી વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ તેણે નિકોલસ પૂરન (42)ની સાથે 56 રનની ભાગીદારી કરી. આ બંને ભાગીદારીઓને કુલદીપ યાદવે તોડી. હેટમાયર 92 અને લુઈસ 148ના ટીમ સ્કોર પર આઉટ થયા. લુઇસે 80 બોલમાં 8 ફોર અને એક સિક્સની મદદથી 65 રન બનાવ્યા.

કુલદીપ-શમીની 2-2 વિકેટ
ભુવનેશ્વર કુમારે પૂરનને 179ના કુલ સ્કોર પર આઉટ કર્યો. ત્યારબાદ આ સ્કોર પર રોસ્ટન ચેજ (18)ને પેવેલિયન મોકલી વેસ્ટઇન્ડિઝની હાર નક્કી કરી. એક રન બાદ રવિન્દ્ર જાડેજાએ કાર્લોસ બ્રેથવેટ (0)ને પણ પેવેલિયન મોકલ્યો. હજું ટીમનો સ્કોર 182 જ થયો હતો કે, ભૂવનેશ્વર કુમારે રોચને આઉટ કરી વેસ્ટઇન્ડિઝની 8મી વિકેટ લીધી. મોહમ્મદ શમીએ શેલ્ડન કોટ્રેલ (17) અને ઓશાને થોમસ (0)ને આઉટ કરી ભારતને જીત અપાવી છે. ભૂવનેશ્વર કુમારની 4 વિકેટથી ફટકો, કુલદીપ તેમજ શમીએ 2-2 વિકેટ અને ખલિલ તેમજ જાડેજાએ 1-1 વિકેટ લીધી.

ભારતના બંને ઓપરન નિષફળ
આ પહેલા, ભારતની શરૂઆત ખરાબ રહી. શિખર ધવન (2) પહેલી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થયો. ત્યારબાદ વિરાટ કોહલીએ રોહિત શર્મા (18)ની સાથે બીજી વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી ભારતને સંકટથી બહાર લાવ્યા હતા. રોહિત ખુબ જ ધીમું રમ્યો અને તે 34 બોલ પર 18 રન બનાવી આઉટ થઇ ગયો. ઋષભ પંત (20) પણ વધારે સમય ક્રિઝ પર ટકી શક્યો નહી. ભારતે 101 રનના સ્કોર પર પંતના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી.

વિરાટ-ઐયરની 125 રનની ભાગીદારી
ત્રીજી વિકેટ બાદ કેપ્ટન કોહલીનો સાથ આપવા શ્રેયસ ઐયર આવ્યો. આ બંનેએ ચોથી વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો. કોહલી ટીમના 226ના સ્કોર પર ચોથી વિકેટના રૂપમાં આઉટ થયો. તેણે 125 બોલમાં સદી ફટકારી જેમાં 14 ફોર અને 1 સિક્સ મારી હતી. કોહલીની વેસ્ટઇન્ડિઝ સામે આ 8મી સદી છે. આ ઉપરાંત કેપ્ટન તરીકે આ તેની 20મી સદી છે.

ઐયરની ત્રીજી અર્ધસદી
કોલીનના આઉટ થયા બાદ વરસાદના કારણે મેચ થોડા સમય માટે રોકવામાં આવી હતી. મેચ જ્યારે ફરી શરૂ થઇ ત્યારબાદ ઐયર, હોલ્ડરનો શિકાર બન્યો. તેણે 68 બોલમાં 5 ફોર અને એક સિક્સ મારી તથા તેના કરિયરની આ ત્રીજી અર્ધસદી પૂરી કરી. કેદાર જાધવ અને જાડેજાએ 16-16 રન બનાવ્યા. ભૂવનેશ્વરે એક અને શમીએ અણનમ ત્રણ રન બનાવ્યા. વેસ્ટઇન્ડિઝની તરફથી કાર્લોસ બ્રેથવેટે સૌથી વધુ 3 અને કોટ્રેલ, ચેજ તથા હોલ્ટરે એક-એક વિકેટ લીધી. કેદાર જાધવ રન આઉટ થયો.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news