INDvsWI : 6 ફૂટનો આ ક્રિકેટ છે 140 Kgનો, ટેસ્ટમાં ભારતીય ટીમે કરવો પડશે સામનો
26 વર્ષનો ઓલરાઉન્ડર રહકીમ કોર્નવાલ તેના વજન અને હાઇટને કારણે ચર્ચામાં છે
Trending Photos
નવી દિલ્હી : વેસ્ટ ઇન્ડિઝે ભારતીય ક્રિકેટ ટીમ વિરૂદ્ધ રમાનારી બે મેચની ટેસ્ટ સિરિઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આ માટે કુલ 13 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલને સ્થાન નથી આપવામાં આવ્યું જ્યારે રહકીમ કોર્નવાલ (Rahkeem Cornwall)નો પહેલીવાર ટેસ્ટ સ્કવોડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Rahkeem Cornwall ભારત વિરૂદ્ધ પહેલીવાર ઇન્ટરનેશનલ ડેબ્યુ કરશે. અત્યાર સુધી તે ઘરેલુ મેચમાં પરફોર્મ કરતો હતો. રહકીમ પોતાની ઉંચાઈ અને વજનને કારણે ચર્ચામાં રહે છે. 6 ફૂટ અને 6 ઇંચ લાંબા રહકીમનું વજન 140 કિલો છે અને તેની ગણતરી તાકાતવાન ક્રિકેટર તરીકે થાય છે.
BREAKING: West Indies release squad for Test v India in Antigua & Jamaica! #WIRally #MenInMaroon #ItsOurGame
Squad details below!
⬇️⬇️⬇️⬇️⬇️https://t.co/IYOskTKQX6 pic.twitter.com/lx9gV9Y6rO
— Windies Cricket (@windiescricket) August 9, 2019
વેસ્ટ ઇન્ડિઝના એન્ટિગુઆમાં રહેતો રહકીમ લાંબા લાંબા શોટ્સ મારવા માટે જાણીતો છે. જોકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સુપરફિટ ખેલાડીઓ સાથેની સ્પર્ધામાં તે કેટલો ટકી રહેશે એ તો આવનાર સમય જ કહેશે. હાલમાં તો ઓલરાઉન્ડર રહકીમ 55 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચુક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે