IPL 2024: આ સીઝનમાં કોલકાતાની ટીમે આખરે ચાખ્યો હારનો સ્વાદ, ઘરઆંગણે CSK એ KKR ને હરાવી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 સીઝનનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વચ્ચે આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં મેચ રમાઈ. આ મેચ ચેન્નાઈની ટીમે 7 વિકેટથી જીતી લીધી.

IPL 2024: આ સીઝનમાં કોલકાતાની ટીમે આખરે ચાખ્યો હારનો સ્વાદ, ઘરઆંગણે CSK એ KKR ને હરાવી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 સીઝનનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ વચ્ચે આજે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં મેચ રમાઈ. આ મેચ ચેન્નાઈની ટીમે 7 વિકેટથી જીતી લીધી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 138 રનનો સરળ ટાર્ગેટ આપ્યો. જવાબમાં ચેન્નાઈની ટીમે 3 વિકેટ ગુમાવીને 141 રન કરીને ઘરઆંગણે કોલકાતાની ટીમને સરળથાથી હરાવી દીધી. 

ચેન્નાઈના બોલરો સામે ઘૂંટણિયે પડી કોલકાતાની ટીમ
મેચમાં કોલકાતાની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ જોવા મળી હતી. કેકેઆરએ પહેલા જ બોલ પર ફિલ સાલ્ટની વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ થોડીવાર સેટ થયા બાદ ફરી મિડલ ઓર્ડર લથડીયા  ખાવા લાગ્યો. સતત વિકેટો પડતી ગઈ અને ટીમ તેમાંથી બહાર આવી શકી જ નહી. આમ 9 વિકેટના ભોગે 137 રન જ કરી શકી. કેપ્ટન શ્રેયસ ઐય્યરે 34 રન, સુનીલ નરેને 27 રન, અંગકૃષ રઘુવંશીએ 24 રન કર્યા. આ સિવાય કોઈ પણ બેટર ટકી શક્યો નહીં. ચેન્નાઈ તરફથી સ્પીન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 18 રન આપી 3 વિકેટ જ્યારે ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ 33 રન આપીને 3 વિકેટ ઝડપી. મુસ્ફાફિઝુર રહેમાને 2 અને મહેશ થીક્ક્ષણાએ 1 વિકેટ લીધી હતી. 

ચેન્નાઈએ સરળતાથી મેળવી લીધો લક્ષ્યાંક
પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે લક્ષ્યાંક 3 વિકેટ ગુમાવીને મેળવી લીધો. રચીન રવિન્દ્રએ 8 બોલમાં 15 રન કર્યા. જ્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 58 બોલમાં 8 ચોગ્ગાની મદદથી અણનમ 67 રન કર્યા. ડેરિલ મિચેલે 19 બોલમાં 25 રન જ્યારે શિવમ દુબેએ 18 બોલમાં 28 રન કર્યા. જ્યારે ધોની 3 બોલમાં એક રન સાથે અણનમ રહ્યા. આમ ચેન્નાઈની ટીમે 17.4 ઓવરમાં 3 વિકેટના ભોગે 141 રન કર્યા. 

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news