IPL 2024: ચેન્નઈએ સુપર કિંગ્સે રાયડૂ સહિત 8 ખેલાડીઓને બહાર કર્યાં, જુઓ રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ

CSK: આઈપીએલની સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે રિલીઝ અને રિટેન ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. ટીમના રિટેન લિસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોની પણ સામેલ છે.  

IPL 2024: ચેન્નઈએ સુપર કિંગ્સે રાયડૂ સહિત 8 ખેલાડીઓને બહાર કર્યાં, જુઓ રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ

નવી દિલ્હીઃ આઈપીએલ 2024ને લઈને ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રિલીઝ અને રિટેન ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ફેન્સને ટીમના રિટેન લિસ્ટમાં સૌથી મોટી ખુશખબરી મહેન્દ્ર સિંહ ધોનીના રૂપમાં હશે. મહેન્દ્ર સિંહ ધોનીને ચેન્નઈએ રિટેન કર્યો છે, જેનો અર્થ છે કે ધોની આગામી સીઝનમાં રમતો જોવા મળશે. આ સિવાય ચેન્નઈએ બેન સ્ટોક્સ સહિત મોટા ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. 

રિટેન ખેલાડીઓનું લિસ્ટ
મહેન્દ્ર સિંહ ધોની, રવીન્દ્ર જાડેજા, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, શિવમ દુબે, રાજવર્ધન હંગરેકર, મિશેલ સેન્ટનર, દીપક ચાહર, તુષાર દેશપાંડે, મતિશા પથિરાના, સિમરજીત સિંહ, પ્રશાંત સોલંકી, મહિષ તીક્ષ્ણા, અજિંક્ય રહાણે, શેખ રશીદ, નિશાંત સિંધુ, અજય મંડલ.

રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ
બેન સ્ટોક્સ, ડ્વેન પ્રિટોરિયસ, કાઇલ જેમીસન, આકાશ સિંહ, અંબાતી રાયડી (રિટાયર), સિસંદા મગાલા, ભગત શર્મા, શુભ્રાંશુ સેનાપતિ.

પાંચ વખતની ચેમ્પિયન છે ચેન્નઈ
ચેન્નઈ સુપર કિંગ્સ આઈપીએલની સૌથી સફળ ટીમ છે. ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલમાં ધોનીની આગેવાનીમાં પાંચ વખત ટ્રોફી જીતી છે. આઈપીએલ 2023માં પણ ચેન્નઈએ ગુજરાત ટાઈટન્સને હરાવી પાંચમી વખત ટ્રોફી જીતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news