Women's Cricket: મિતાલી રાજ વનડે અને હરમનપ્રીત ટી20 ટીમના કેપ્ટન પદે યથાવત, વેદા બહાર

ભારતીય પસંદગી સમિતિએ ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે વનડે અને ટી20 ટીમની જાહેરાત કરી દીધી છે. વેદા કૃષ્ણામૂર્તિને વનડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવી છે. 

Women's Cricket: મિતાલી રાજ વનડે અને હરમનપ્રીત ટી20 ટીમના કેપ્ટન પદે યથાવત, વેદા બહાર

નવી દિલ્હીઃ પૂર્વ કોચ રમેશ પોવાર સાથે વિવાદને કારણે હાલમાં ચર્ચામાં રહેલી મિતાલી રાજને ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય મહિલા ટી20 ટીમમાં યથાવત રાખવામાં આવી છે. જ્યારે દિલ્હીની પ્રિયા પૂનિયાને ભારતીય ટી20 ટીમમાં પ્રથમવાર સ્થાન મળ્યું છે. તો વનડે ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં માત્ર એક ફેરફાર થયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શુક્રવારે એક નિવેદન જારી કરીને ટીમની જાહેરાત કરી છે. 

હાલમાં વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી ટી20 વિશ્વકપના સેમી ફાઇનલમાં મિતાલી રાજને બહાર બેસવું પડ્યું હતું. ત્યારબાદ ઘણો વિવાદ થયો હતો. પરંતુ ટીમમાં તેની હાજરી પર કોઈ અસર થઈ નથી. ભારતીય મહિલા પસંદગી સમિતિએ મિતાલીને ટીમમાં સ્થાન આપ્યું છે. ટીમની તમાન હરમનપ્રીતના હાથમાં છે. બીજીતરફ વનડે ટીમની કમાન મિતાલીના હાથમાં છે. વનડે ટીમમાંથી વેદા કૃષ્ણામૂર્તિને બહાર કરવામાં આવી છે. તેના સ્થાન પર મોનો મેશ્રામને તક આપવામાં આવી છે. 

બીસીસીઆઈએ ગુરૂવારે ડબ્લ્યૂવી. રમનને ટીમના નવા કોચ નિયુક્ત કર્યા હતા. આ નવા કોચની સાથે ટીમનો પ્રથમ પ્રવાસ હશે. ભારત ન્યૂઝીલેન્ડમાં ત્રણ વનડે મેચોની સિરીઝ રમશે જે આઈસીસી મહિલા ચેમ્પિયનશિપ 2017-2020નો ભાગ હશે. ત્યારબાદ ત્રણ ટી20 મેચોની સિરીઝ રમાશે. 

ભારત પ્રથમ વનડે નેપિયરમાં 24 જાન્યુઆરી, બીજી વનડે માઉન્ટ માઉંગનીમાં 29 જાન્યુઆરી અને ત્રીજી વનડે એક ફેબ્રુઆરીએ હેમિલ્ટનમાં રમશે. ટી20 સિરીઝની શરૂઆત વેલિંગટનથી 6 ફેબ્રુઆરીએ થશે. આઠ ફેબ્રુઆરીએ બીજી ટી20 ઓકલેન્ડમાં રમાશે. તેના એક દિવસ બાદ હેમિલ્ટનમાં ત્રીજી ટી20 મેચ રમાશે. 

ભારતીય ટી20 ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), મિતાલી રાજ, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગેજ, અનુજા પાટિલ, ડી હેમલતા, માનષી જોશી, શિખા પાંડે, તાન્યા ભાટિયા (વિકી), પૂનમ યાદવ, એકતા બિષ્ટ, રાધા યાદવ, અરૂંધતિ રેડ્ડી, પ્રિયા પૂનિયા. 

ભારતીય વનડે ટીમઃ મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઇસ કેપ્ટન), જેમિમાહ રોડ્રિગેજ, પૂનમ રાઉત, દીપ્તિ શર્મા, ડીમ હેમલતા, તાન્યા ભાટિયા, મોના મેશ્રાલ, એકતા બિષ્ટ, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, ઝુલન ગોસ્વામી, માનષી જોશી, શિખા પાંડે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news