એમએસ ધોની અને ગૌતમ ગંભીર ભાજપની ટિકિટ પરથી લડી શકે છે 2019ની લોકસભા ચૂંટણીઃ રિપોર્ટ્સ

પ્રાપ્ત રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આ બંન્ને ખેલાડીઓ સાથે વાત કરી રહી છે. 

એમએસ ધોની અને ગૌતમ ગંભીર ભાજપની ટિકિટ પરથી લડી શકે છે 2019ની લોકસભા ચૂંટણીઃ રિપોર્ટ્સ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની અને ગૌતમ ગંભીર આગામી લોકસભાની ચૂંટણી લડી શકે છે. સોમવારે આવેલા રિપોર્ટ્સ મુજબ આ બંન્ને ક્રિકેટરો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. પ્રાપ્ત રિપોર્ટ પ્રમાણે ધોની ઝારખંડથી અને ગંભીર દિલ્હીથી ચૂંટણી લડી શકે છે. બંન્ને ક્રિકેટરો પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શકે છે. ભાજપના નેતાઓએ બંન્ને ક્રિકેટરો ચૂંટણી લડે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે, આ અંગે હજુ વાત ચાલી રહી છે. હજુસુધી બંન્ને ક્રિકેટરોએ આ દરખાસ્ત સ્વીકારી કે નહીં તેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. 

રિપોર્ટ પ્રમાણે ગંભીર નવી દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી લડી શકે છે. ગંભીર સામાન્ય રીતે સામાજીક કાર્ય કરવા માટે જાણીતો છે. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીને ભાજપ ઝારખંડમાં સ્ટાર પ્રચારક બનાવવા ઈચ્છે છે. ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન ધોની અત્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે શ્રેણી રમી રહ્યો છે. તો ગૌતમ ગંભીર છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news