રિષભ પંત માટે IPLની સૌથી ખાસ ક્ષણ છે આ- VIDEO

સૌરવ ગાંગુલીએ પણ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી રિષભ પંતને તેડવાની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરને શેર કરતા તેમણે લખ્યું- રિષભ પંત તેનો હકદાર છે. 
 

રિષભ પંત માટે IPLની સૌથી ખાસ ક્ષણ છે આ- VIDEO

જયપુરઃ દિલ્હી કેપિટલ્સના ખેલાડી રિષભ પંતે કહ્યું કે, રાજસ્થાન રોયલ્સ પર છ વિકેટથી મળેલી જીત બાદ જ્યારે સૌરવ ગાંગુલીએ તેને તેડી લીધો ત્યારે 'ખૂબ ખાસ' અનુભવ થયો. પંતે 78 રન બનાવ્યા અને સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. ત્યારબાદ ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ મેદાન પર આવીને તેને ઉઠાવી લીધો હતો. 

મેચ બાદ પોતાના સાથી ખેલાડી શો સાથે વાતચીતમાં પંતે કહ્યું, મેચ પૂરો થયા બાદ બહાર આવવા પર કોઈ પ્રેમ વરસાવી રહ્યું હતું. સૌરવ સરે જ્યારે મને ઉઠાવ્યો તે તે ખાસ ક્ષણ હતી. તે અલગ અનુભવ હતો. 

Advisor @SGanguly99 wanted the @DelhiCapitals youngsters to finish games, which happened in Jaipur! @RishabPant777 and @PrithviShaw relive the chase. By @Moulinparikh. #RRvDC

— IndianPremierLeague (@IPL) April 23, 2019

તેણે કહ્યું, અમે ટીમ માટે મોટા મેચોમાં ફિનિશરની ભૂમિકા નિભાવવાની વાત કરીએ અને જ્યારે આમ કરી શકીએ તો ખાસ લાગે છે. તેની ઈનિંગ વિશે કહ્યું, આ અદ્ભૂત અનુભવ છે અને ખાસ જ્યારે તું (શો) મેદાન પર હતો. અમને ખ્યાલ હતો કે અમે ફિનિશ કરી લેશું. 

સૌરવ ગાંગુલીએ પણ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી રિષભ પંતને તેડવાની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરને શેર કરતા તેમણે લખ્યું- રિષભ પંત તેનો હકદાર છે. 

— Sourav Ganguly (@SGanguly99) April 22, 2019

તમને જણાવી દઈએ કે યુવા બેટ્સમેન પંત (અણનમ 78) અને ઓપનર શિખર ધવન (54)ની શાનદાર અડધી સદીની મદદથી દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને સોમવારે આઈપીએલ-12ના મોટા સ્કોરવાળા મુકાબલામાં છ વિકેટથી હરાવીને ટેબલમાં પ્રથમ સ્થાન હાસિલ કર્યું છે. રાજસ્થાને રહાણે (અણનમ 105)ની શાનદાર સદીની મદદથી 6 વિકેટ પર 191 રનનો મજબૂત સ્કોર બનાવ્યો, પરંતુ દિલ્હીના પંતના વિસ્ફોટક અણનમ 78 રનથી 19.2 ઓવરમાં ચાર વિકેટ પર 193 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news