Virat Kohli ફિટ રહેવા માટે પીવે છે 'બ્લેક વોટર', એક લીટરની કિંમત ઉડાવી દેશે હોશ

ટીમ ઇન્ડીયના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નિસંદેહ દુનિયાના સૌથી ફિટ ક્રિકેટરોમાંથી એક છે. વિરાટ કોહલી નિયમિત રૂપથી વર્ક આઉટ કરે છે અને તેમણે પોતાની ડાઇટમાં પણ ઘણા ફેરફાર પણ કર્યા છે.

Virat Kohli ફિટ રહેવા માટે પીવે છે 'બ્લેક વોટર', એક લીટરની કિંમત ઉડાવી દેશે હોશ

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નિસંદેહ દુનિયાના સૌથી ફિટ ક્રિકેટરોમાંથી એક છે. વિરાટ કોહલી નિયમિત રૂપથી વર્ક આઉટ કરે છે અને તેમણે પોતાની ડાઇટમાં પણ ઘણા ફેરફાર પણ કર્યા છે. તમને જણાવી દઇએ કે ફ્ક્ત ભોજન સુધી સીમિત નથી. પરંતુ વિરાટ કોહલી જે પાણી પીવે છે તે સામાન્ય વ્યક્તિની પહોંચથી દૂર છે. 

વિરાટ કોહલી પીવે છે 'બ્લેક વોટર'
અમારી સહયોગી વેબસાઇટ DNA ના રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલી (Virat Kohli) 'બ્લેક વોટર' પીવે છે, જેની કિંમત લગભગ 3000-4000 રૂપિયા પ્રતિ લીટર છે. આ પાણીમાં પ્રાકૃતિક-કાળો અલ્કાલાઇન હોય છે, જે તમને હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે. 'બ્લેક વોટર' પીએચમાં હાઇ છે. આ વાત આખી દુનિયા જાણે છે કે મેદાન પર વિરાટ કોહલી ઝડપી રન લેનાર બેટ્સમેન કોઇ નથી, પરંતુ વાત કોઇ જાણતું નથી કે લાંબી બેટીંગ દરમિયાન કોહલી બ્લેક વોટર પીને હાઇડ્રેટેડ રહે છે. 

બીજા સેલિબ્રિટી પીવે છે આ પાણી
વિરાટ કોહલી (Virat Kohli) ઉપરાંત ઉર્વશી રૌતેલા અને અન્ય હસ્તીઓએ પોતાની ઇમ્યૂનિટીમાં સુધારો અને ફીટ રહેવા માટે COVID-19 મહામારી અને લોકડાઉન દરમિયાન 'બ્લેક વોટર' તરફ વલણ કર્યું છે. માનવામાં આવે છે કે આ પાણી ત્વચાને નિખાર લાવે છે. આ ઉપરાંત વજનને કાબૂમાં રાખે છે અને ડિપ્રેશનને ઓછું કરવામાં પણ મદદ કરે છે. 

બધા જાણે છે કે કોહલી (Virat Kohli) હંમેશા પોતાના જીવનમાં સર્વશ્રેષ્ઠ કરવા માટે પ્રયાસ કરતા રહે છે અને તે પોતાના જીવનમાં જે વસ્તુઓની પસંદગી કરે છ તે આ વાતનું પ્રમાણ છે. એટલા માટે જ કોહલી આવા પાણીનું સેવન કરવાનું પસંદ કરે છે. 

દરેક જગ્યાએ કોહલીની ફિટનેસની ચર્ચા 
વિરાટ કોહલી (Virat Kohli) ફિટનેસના એકબીજા સ્તર પર પહોંચી ગયા છે અને હવે દુનિયાભરમાં તેમની ચર્ચા રહે છે. દરેક ખેલાડી ના ફક્ત કોહલી જેવા ક્રિકેટર બનવા માંગે છે પરંતુ તેમના જેવી ફિટનેસ પ્રપત કરવામં પણ લાગેલા છે. ટીમ ઇન્ડીયામાં પણ કોઇ ખેલાડીનું સિલેક્શન તેની ફિટનેસને ચેક કર્યા બાદ જ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news