હનુમાનજી મહારાજ News

સાળંગપુર હનુમાનજી ધારણ કરશે 8 કિલો સોનાનાં વાઘા, જુઓ શું છે સમગ્ર કાર્યક્રમ
દિવાળી પર્વને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કાળી ચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. હનુમાન દાદાને ૮ કિલો  સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો દાદાને અર્પણ કરવામાં આવશે. યજ્ઞ સહિત દાદાને અન્નકોટ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાશે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર ગામ અને સાળંગપુરમાં આવેલ વિશ્વ વિખ્યાત હનુમાનજી દાદાનું આ કષ્ટભજન મંદિર કે જ્યાં હજારો, લાખોની સંખ્યામાં અહીં દાદાના દર્શન કરવા ભક્તો આવતા હોય છે. શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. એવા સાળંગપુર ધામના હનુમાનજી દાદાની રાત્રી એટલે કાળી ચૌદસ આ દિવસનું અહીં ખૂબ મોટું મહત્વ હોય છે. કાળી ચૌદસના દિવસે સવારે મંગળા આરતી, સમૂહયજ્ઞ,અભિષેક આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. 
Nov 13,2020, 20:26 PM IST

Trending news