Forest department News

AMC આખા અમદાવાદમાંથી 1 લાખ જેટલા કોનોકાર્પસ વૃક્ષો ઉખાડી નાંખશે, પ્રતિબંધ મૂકાયો
ban on conocarpus  અર્પણ કાયદાવાલા/અમદાવાદ : હોટેલ કે ફાર્મ હાઉસ પર શોભા વધારતા કોનોકાર્પસ વૃક્ષો જમીન અને આરોગ્ય બંને માટે હાનિકારક હોવાનો પરિપત્ર રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે સંશોધન અહેવાલો મુજબ કોનોકાર્પસ વૃક્ષ માનવજીવન પર નકારાત્મક અસરો કરે છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઇ ખૂબ વિકાસ કરે છે અને એના જ કારણે જમીનમાં પાથરવામાં આવેલ કેબલ, ડ્રેનેજલાઈન અને તાજા પાણીની વ્યવસ્થા ને નુકસાન કરે છે. આ સિવાય એની પરાગરજના કારણે શરદી, એલર્જી અને અસ્થામાં થાય છે. માટે આ વૃક્ષો વન વિભાગની નર્સરીમાં ઉછેરવા તેમજ એનું વાવેતર કરવું નહીં તેમજ લોકજાગૃતિના કાર્યક્રમો પણ કરવા સૂચના અપાઈ છે. 
Sep 28,2023, 13:37 PM IST

Trending news