Visavadar News

કેશુબાપાનો ગઢ ગણાતા વિસાવદરમાં સજ્જડ બંધ, જ્યારે બળવો કર્યો ત્યારે પણ મળ્યો હતો સાથ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વિસાવદરના પૂર્વ ધારાસભ્યનું દુઃખદ નિધન થતા વિસાવદરના લોકોમાં દુઃખ સાથે ઘેરા શોક જોવા મળી રહયો છે, ત્યારે આજે પણ વિસાવદરના સ્થાનીક લોકો કેશુભાઈ પટેલને યાદ કરી તેના કરેલા કામો હંમેશા માટે યાદ રાખશે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ત્રણ વાર ધારાસભ્ય તરીકે વિસાવદરમાંથી ચૂંટાઈ આવ્યા 1095 માં પેહલીવાર વિસાવદરથી ધારાસભ્ય તરીકે જીત મેળવીને મુખ્યમંત્રી બન્યા અને ત્યાર બાદ 1998 માં ફરી વખત ધારાસભ્ય બન્યા અને ત્યારે બાદ 2012 માં ગુજરાત પરીવર્તન પાર્ટીની સ્થાપના કરીને ત્રીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા. આજે પણ વિસાવદરમાં કેશુભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડ જોવા મળે છે.
Oct 29,2020, 20:06 PM IST
જૂનાગઢના વિસાવદરમાં જર્જરિત મકાનની છત પડતા પરિવાર દટાયો, માતા પુત્રનું મોત
વિસાવદરમાં વર્ષો જૂનું જર્જરિત મકાનની છત ગઇકાલે બુધવારે રાત્રે ધરાશાયી થતા માતા પુત્રનું ઘટના સ્થળે કાટમાળમાં દબાઇ જવાનાં કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જો કે છત ધરાશાયી થતા આસપાસમાંથી લોકો એકત્ર થયા હતા અને દટાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જો કે માતા પુત્ર બંન્નેના મોત નિપજ્યા હતા. ગત્ત રાત્રે વિસાવદરના રેલવે સ્ટેશન નજીક આવેલા જીવાજીના ડેલામાં રહેલા દિનેશભાઇ મકવાણાના કાચા મકાનની છત અચાનક પડી ગઇ હતી. જેથી ગરમાં રહેલા દીવ્ય દિનેશ મકવાણા (ઉં.વ 11) અને તેની માતા રીનાબેન દિનેશભાઇ મકવાણાનું કાટમાળમાં દબાઇ જવાનાં કારણે મોત નિપજ્યું હતું. જ્યારે દિનેશભાઇ અને મોટા પુત્ર દિપેશને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Oct 22,2020, 21:22 PM IST

Trending news